પાપા પગલી ભરું છું,કાચું પોચું લખું છું, "બેબસ" નો ઉદ્દગાર અહીં "બેમિશાલ" બની નભુ છું.

બાંધ્યો તો મન્નત નો દોરો કેવી સિફતતા થી
દોરો ના છૂટ્યો ને સાથ તૂટ્યો આસાની થી,

ઘડી બે ઘડી અચરજ રહી'તી મને એનાથી
નિયત ક્યાં જાણી ને બેઠો હતો હું પેહલાથી.

#બેમિશાલ_બહાદરપુરી

Read More

હોય હિંમત તો ખર્ચી નાખ બધી પ્રેમ મેળવવામાં,
વિરહ મા તો માત્ર અફસોસ ટકી રહેવાનો છે.

#બેમિશાલ_બહાદરપુરી

#હિંમત

Read More

અવરોધ ની તો કમી જ ક્યાં રહી આપડા મિલનમા

જો તું મળી જાતે તો એ પણ જાહેર થાતે.

#અવરોધ

ઓ ખુદા ! આ કેટલી અદ્ભૂત અમીરી દીધી છે,
કલ્પનાઓ ને સાવ વાસ્તવિક ધરી દીધી છે.

#બેમિશાલ_બહાદરપુરી

#વાસ્તવિક

હજી શરીર નો સુરજ તપે છે મધ્યહને તને જોઈને
વિરહ ને એકાંતમા મૂકી યાદોના સંભારણા ઉકાળી લઈએ

સંબંધો ના સરનામા ને ફરી મઠારી લઈએ
ચાલને એક બીજાને ફરી જુવાન કરી લઈએ

#બેમિશાલ_બહાદરપુરી

#જુવાન

Read More

તાવિજ મેં પણ બાંધ્યું હતું ગળામાં તુજ સંગ માટે

લાગે છે આયત લખવામાં ખરેખરી ભૂલ થઇ હશે

#બેમિશાલ_બહાદરપુરી

#Ab_click

Read More

દોડી રહ્યો તો ઉન્નતિ ના માર્ગ ઉપર

ને પછી તમે મળ્યા !!!

#બેમિશાલ_બહાદરપુરી

#ઉન્નતિ

સ્મરણ તમારા લઈને બેઠો,યાદો ની ગૂંથ ભરાવી
અનન્ય પ્રેમ તમને કર્યો,જગત ને જૂઠ બતાવી.

#બેમિશાલ_બહાદરપુરી

#અનન્ય

Read More

સપના ના પાના ફટાફટ ઉથલાવી
કર્તવ્ય ના પાના ને વાંચતા રહ્યા

ને જિંદગીના સફર ને અમે આમ જ
રોમાંચક બનાવીને જીવતા રહ્યા.

#બેમિશાલ_બહાદરપુરી

#રોમાંચક

Read More

રોમાંચકતા ની લ્હાય મા આ અમે ક્યાં જઈ ચડ્યા !
ચાંદ હતો ધરા પર ને અમે આભે જઈ ચડ્યા .

#બેમિશાલ_બહાદરપુરી

#રોમાંચક

Read More