Hey, I am on Matrubharti!

તારી અકાળે ચિરવિદાયની,
વર્ષપૂર્ણ સ્મરણાંજલિ દીધી !

રહેશે સ્મરણ ઘરના ચાર ખૂણે,
તારા વિયોગમાં, યાદો પીધી !

તુજ વિના હવે છાના ખૂણે,
મે તો એકાંતની પ્યાલી પીધી !

દરિયો બન્યો છે આંખેથી આંસુ,
કહું બધાને, જો તારી યાદો મીઠી !

Read More

હોશમાં હરગીઝ ક્યાં હોય છે તું, ઈશ!
થોડી મદહોશી, હટાવીને જોઈ લે.

બનાવી મનુષ્યને, આમ દુનિયામાં,
મૃત્યુ નહી, જીવતદાન આપીને જોઈ લે.

મરણને નામે મટાવી છે, હસ્તી ઘણાની,
તું મનુષ્ય બની, મૃત્યુ પામીને જોઈ લે.

સમજદારીથી દુનિયાદારી સમજાવી છે તે,
હવે, કળયુગ ને સતયુગમાં ફેરવી જોઈ લે.

Read More

કોરોનનો કાળો કેર, જગતમાં દિશે છે ઠેર
માનવને મૂંઝારો ઘેર, અડકવાંથી થશે ઝેર

સ્નેહ-મિલન બંધ છે
પણ,
સ્નેહ અકબંધ છે.
નવા વર્ષની શુભેચ્છાઓ

જે વીતી ગઈ તે વીતી ગઈ,
જે હતી રાઈ ને પહાડ થઈ.

સુખ દુઃખ જીવનનો ક્રમ છે, મિત્રો
જીદ, દુઃખને યાદ કરી દુઃખી થઈ.

એ ઉડી શકત તો આ ખુલ્લી ફલક છે
તું કર દૂર નજર તો કોઇકની ઝલક છે

એ પુરુષના હૃદયમાં ક્યાંક તો કસક છે
એની મુઠ્ઠીમાં જોમ છે તોય અહિંસક છે

એ બંદાને શત નમન જેને અહિંસા પરમો ધર્મ છે.
લોભ, મદ, મોહ થી દૂર રહીને નિરાકાર મસ્ત છે.

ગાંધી વાદી વિચારથી તેં જીવનમાં ખુબ વ્યસ્ત છે
આ દેશની કમાન તેના હાથમાં, એનું નામ નરેન્દ્ર છે

#અહિંસા

Read More

ઓ કરુણામય ભગવાન તારી કરુણાનો

કોઈ પાર નથી

તું આપી દે અપરંપાર

ઓ કરુણામય ભગવાન તારી શક્તિનો

કોઈ પાર નથી

તું આપી દે અપરંપાર

ઓ કરુણામય ભગવાન તારા જ્ઞાનનો

કોઈ પાર નથી

તું આપી દે અપરંપાર

ઓ કરુણામય ભગવાન તારી શક્તિનો

કોઈ પાર નથી

કરી દે સંચાર અપરંપાર

ઓ કરુણામય ભગવાન તારામાં છે વિશ્વાસ

તારા વિશ્વાસ નો કોઈ પાર નથી.

કરી દે ચમત્કાર અપરંપાર

ઓ કરુણામય ભગવાન તારી કરુણાનો

કોઈ પાર નથી

તું આપી દે અપરંપાર
#કરુણા

Read More

મહાન બન્યા દલિતોના ઉદ્ધાર થકી,
અસ્પૃશ્ય નિવારી ના શક્યા મહાત્મા?

આજે પણ નાત જાતના ભેદ રહ્યા,
ઊંચ નીચેના ભેદ, ભેદ કેમ રહ્યા મહાત્મા?

જ્ઞાતિપ્રથા-વર્ણાશ્રમ ધર્મની અનેક વાતો,
વાતોનો ભેદ, ભેદ કેમ રહ્યો મહાત્મા?

હરિજન નામ દઈ પ્રભુ સામાન બનાવ્યા,
પણ તેમને મંદિરમાં દર્શનનિષેધ કેમ મહાત્મા?


#મહાત્મા

Read More

તમારું મૌન જ તમારા શબ્દોની 
વણઝાર થઇ જાય છે.
પ્રણયમાં નજરથી નજર મિલાવી
ઘણી ગુફ્તગૂ થઈ જાય છે.

તમારી આંખોના પ્રત્યેક ઈશરાને
ભૂમિતિનો સહારો નથી છતાં,
નજરથી નજર ચાર થઇ જાય છે.

ઇતિહાસની ઘટનાએ શીખવ્યું છે,
બેહદ ના ડુબો પ્રેમમાં છતાં,
દિલને સમજાવવું ઘણું મુશ્કેલ થઈ જાય છે.

પારકા કે પોતાના છો તે નથી જાણતો
પ્રણયના ગણિતમાં સરવાળો નથી છતાં
મારો ભાગાકાર થઈ જાય છે.

#તમારું

Read More

પીઠીનો રંગ પીળો , તને પીઠી નો રંગ ચઢ્યો,
સાવધાન હાવજડા તું ન થાય લાલ - પીળો.

સુ-વર મેળવવા કન્યાએ કર્યા ઘણા ઉપવાસો
હવે પછી એની બધી ઉપાધિ તુંજ માથે લેવાનો

તું લગ્નના એક એવા કિલ્લે જઈ બંધાયો,
જ્યાં જવાનો રસ્તો છે, નથી બહાર નીકળવાનો.


#પીળો

Read More