×

આશુ પટેલ જાણીતા પત્રકાર અને લેખક છે. તેમણે અનેક નામાંકિત ગુજરાતી અખબારોમા રિપોર્ટરથી માંડીને એડિટર તરીકે ફરજ બજાવી છે. તેમના 38 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, જેમા અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને પ્રવાસવર્ણન, મુલાકાતો, જીવનલક્ષી લેખો અને નવલકથાઓનો સમાવેશ થાય છે. તેમણે ‘ગુજરાત સમાચાર’, ‘સન્દેશ’, ‘અભિયાન’, ‘ફેમિના’, ‘યુવદર્શન’, ‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત ગાર્ડિયન’ સહિત અનેક પ્રકાશનો માટે કલમ ચલાવી છે. અત્યારે ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુમ્બઈ સમાચાર’ જેવા પ્રતિષ્ઠિત દૈનિકોમા તેમની કોલમો પ્રકાશિત થાય છે. ‘મુમ્બઈ સમાચાર’ની તેમની જીવનલક્ષી દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ અત્યંત લોકપ્રિય બની છે. આશુ પટેલ અમેરિકાની સરકારના મહેમાન તરીકે આખા અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે. એ ઉપરાંત તેમણે અન્ય અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો છે. આશુ પટેલ અત્યારે કોલમ અને નવલકથાલેખન ઉપરાંત એનિમેશન ફિલ્મ બનાવી રહ્યા છે. તેઓ હવે અંગ્રેજી પુસ્તકમાર્કેટમા પણ પ્રવેશી રહ્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ 2015મા પ્રકાશિત થઈ, જે ટૂંક સમયમા બેસ્ટ સેલર બની ગઈ હતી. એ નવલકથા પરથી બોલીવુડના ખ્યાતનામ દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ ‘મે

No Bites Available.

No Bites Available.