Professionally a Teacher.. Unprofessionally a Writer..

મારી અમૂક વાર્તાઓના પાત્રો આખો દિવસ મારી સાથે રહે છે, અને જ્યારે એમને કલમ વડે જીવંત કરવા મથુ ત્યારે એક પછી એક ગાયબ થઈ જાય છે...!!

Read More

મેં સવારને પુછ્યું આમ રોજ પડે છે તો તને વાગતું નથી,
એ મારા પર કટાક્ષ કરતા બોલી, "તારા જેમ પ્રેમમાં થોડી પડુ છું..!!"

Read More

"મમ્મી એક કપ ચા બનાવી આપોને પ્લીઝ.." મારૂ ચા માટે પૂછવું સામાન્ય હતું, પણ એ સમય સામાન્ય નહોતો..
હું મમ્મીને રાતે લગભગ સાડા દસની આસપાસ ચા માટે પૂછી રહી હતી.. !
વાત જાણે એમ હતી કે છેલ્લા કેટલાક સમયથી હું એક વાર્તા લખી રહી હતી, બસ આજે એનો અંત લખવાનો હતો..

આમ તો કોઇપણ વાર્તા ટુંકી અથવા લાંબી હોય, મને બસ એક રવિવાર જોઈએ એને પુરી લખવા માટે.. પણ આ વાર્તા પાછળ હું છેલ્લા કેટલાય રવિવાર ફાળવી ચૂકી હતી, અને છતાં એ અધૂરી હતી..!

આજે તો નક્કી કરી રાખ્યું હતું, ગમે તે થાય આજે પૂરી લખીને જ રહીશ.. આમ પણ બીજા દિવસે રવિવાર હતો, એટલે સવારે વહેલા ઊઠવાની માથાકૂટ નહોતી..

થોડી આનાકાની બાદ મને ચા મળી.. મેં એ અધૂરી વાર્તા શરૂઆતથી વાંચવાની ચાલુ કરી, હા મેં જ લખી હતી પણ એકવાર ફરીથી વાંચીને પછી યોગ્ય અંત આપવાનું નક્કી કરી હું બધા પેજ લઇને બેઠી..

શરદઋતુની શરૂઆત હતી, રાતનો ઠંડો પવન મારા રૂમની બારીમાંથી આવી રહ્યો હતો.. આમ પણ રૂમની બાફની સામે પંખો નિઃસહાય બન્યો હતો, તેથી હું એ વાર્તા અને મારી ચા લઇને બાલ્કનીમાં જ આવી ગઈ.. એ વાર્તાને પૂરી કરવા આજે સમય પણ સાથ આપી રહ્યો હતો, તેમ છતાં ન જાણે શું મનમાં ખટકતુ હતું..! જેમ જેમ વાર્તા આગળ વાંચતી ગઈ તેમ તેમ હ્રદય એક ઊંડી યાદમાં પાછળ ધકેલાતું ગયું..

થોડી વાર રહીને હું ઝબકી, કદાચ મારી આંખ લાગી ગઈ હતી., પણ ના આ તો સવાર થઈ ચૂકી હતી..! એ વાર્તા વાંચતા વાંચતા હું યાદોના મોજાઓ પર સવાર થઈને ભૂતકાળનો દરિયો ખેડીને બાલ્કનીમાં જ સૂઈ ગઈ હતી..!

મેં અંદર રૂમમાં આવીને જોયું તો ચારેબાજુ વાર્તાના પાના વિખરાયેલા પડ્યા હતા, કદાચ રાતના પવનના લીધે આમ થયું હશે.. મેં ફટાફટ બધા પાના એકઠા કરી પાછા ટેબલ પર મૂક્યા, અને એકવાર ફરીથી એ વાર્તા અધૂરી જ રહી..!

એ વાર્તાની જગ્યા એ હું મને જોઇ રહી.. જબરજસ્તી કરી એને હું અંત આપવા ગઈ તો એના એક એક પત્તા વિખરાઈ ગયા.., હું પણ કદાચ મારી જાતને આમ જ જબરજસ્તીથી પૂરી કરવા મથી રહી હતી, અને અંતે છેલ્લી રાતે વિખરાઈ ને પડી રહી..!

Read More

આસમાને મળેલા લેખ અહીં આવી ભેગા થાય છે,
હું અને તું અહીં મળ્યાં, ચાલ આસમાને ભેગા થઈશું...!

-Aarti

શોધ ચાલુ છે ચિત્રા જેવી દોસ્ત માટે,
લઇ આવે મારા અનિરુદ્ધને પલંગ સાથે.❤❤


#દોસ્ત

સુમસામ રસ્તે ધોળા દિવસે પણ જતાં ડરુ છું,
આજકાલ હું દરેક માણસમાં દુઃશાસન ભાળુ છું..!

#stoprape

-Aarti

પ્રેમ ફક્ત પા પા પગલી માંડે ત્યાં સુધી પ્યારો લાગે,
એ જ્યારે હરણફાળ ભરે ત્યારે ભલભલા હાંફવા લાગે..!

સફર રંગીન છે મંઝિલ છે મોત,
સીધી સટ ચાલતી જાઉ છું,
કર્યા વગર કંઇ ખોટ..

થાક લાગ્યો છે પાર વિનાનો,
થોડુંક અટકાવી દે..
એકલું કેટલું ચાલીશ,
કોઈક ભટકાવી દે..!

Read More

થાય ફરી ફરી તો એ ઇશ્ક શું..,
બસ ફરી ફરી મનાવ દિલને તું..!

સંવેદનાઓના પહાડો,
પ્રેમના આંશિક ઝરણાંઓ,
લાગણીઓની નદીઓ,
સંબધોના સૂકા રણો,
શત્રુઓના ધારદાર તીરો,
તો દોસ્તીના મીઠા સ્વરો..,
આ બધા વચ્ચે ધબકે છે એક હ્રદય..,
છે તો મુઠ્ઠીભર, પણ પાંચ હાથની આ કાયા ટકાવી રાખી છે..,
એ હ્રદયની અંદર શ્વાસ લઈ રહ્યાં છે મીઠાં શમણાં...
આવશે સાકાર થવાની ઘડી એ નક્કી છે,
પણ ત્યાં સુધી આ હ્રદય ધબકતું હશે કે એ પણ એક શમણું જ...!!?


#heartday
#હ્રદયદિવસ

Read More