ક્યારેક સંવેદનાઓ એકસરખી નથી રહેતી ,એનો મતલબ એ નથી હોતો કે પ્રેમ નથી.

સમય સમયની વાત છે ,
કાલે જે રંગ હતા એ આજે દાગ થઇ ગયા !!

સાચું બોલવાની જ સલાહ આપે છે બધા,
કોઈ એવું કેમ નથી કહેતું કે સાચું સાંભળી પણ લેજો !!

એક શબ્દની તાકાત કેટલી,
ગાઢ સંબંધ પર પાણી ફેરવી દે એટલી !!

જેના ગાલે ખાડા પડે ને,
એની સામે બધા ઝાંખા પડે !!

જીવનમાં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતા,
કોણ હજી પણ સાથે ઉભું છે એ વધારે મહત્વનું છે !

મનમાં વળ વળે એ પહેલા,
સળ ઉકેલી લેવા સારા !!

વધારે દુર જોવાની ઈચ્છામાં,
ઘણું બધું નજીકથી જતું રહેતું હોય છે !!

ક્યારેક આપણું મૌન પણ સાહેબ,
આપણી ભાષા કરતા વધુ મહત્વ રાખે છે !!

કોઈ વ્યક્તિ સાથે કેટલા ચોમાસા ગાળ્યા એ મહત્વનું નથી,
એ વ્યક્તિ સાથે તમે કેટલા ભીંજાયા એ મહત્વનું છે !!