×

વાત હતી એવી કે મારી વાતને તમારા સુધી અને તમારી વાતને મારા સુધી પહોંચાડવાની. તો ચાલો આપણે બીજાને સાંભળીએ. આવી રહી છું દર શુક્રવારે સવારે 8 વાગે અને રાત્રે 9 વાગે. મને સાંભળવા નું ભૂલતા નહિ.

આ પ્રશંસા માટે ખુબ ખુબ આભાર, મોહિત શાહ. હું ખુશ છું કે તમે બધા જ મારી વિડિઓઝનો આનંદ માણી રહ્યા છો. હું તમને મલતી રહીશ દર શુક્રવારે. તમે આવશો ને?

Read More

તમે હઠીસિંહ જૈન મંદિર વિશે તો સાંભળ્યું જ હશે ,પણ શું તમને ખબર છે કે આ મંદિર મહિલા સશક્તિકરણ ની શરૂઆત નું પ્રતિક છે. હરકુંવર શેઠાણીએ આ મંદિર લગભગ 169 વર્ષ પહેલા બનાવડાવ્યું હતું. તેઓએ જૈન સમુદાય અને અમદાવાદના લોકો માટે ઘણી સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. તેઓ મહિલાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ માટે ઊંડાણથી જોડાયેલા હતા. તેમણે 1855માં હરકુવરબા અને જ્યોતિબા કલ્યાણ શાળાની શરૂઆત કરી હતી. તેમણે મહિલાઓ માટે શિક્ષીકા તાલીમની કોલેજની શરૂઆત કરી હતી. તેમજ વિધવા મહિલાઓના દર્દનાક જીવનને આસાન બનાવવા માટે વિશેષ કાર્યક્રમ અને પ્રવૃત્તિઓની પણ શરૂઆત કરી હતી.
હું હરકુંવર શેઠાણી ની આભારી છું કયાંક એમના લીધે જ અત્યારની અમદાવાદની મહિલાઓ ને સારું ભણતર મળવું શક્ય બન્યું.
તમારી પાસે પણ કોઇ મહિલા સશકિતકરણની વાત હોય તો નીચે કોમેન્ટ માં લખો. મને જાણવું ગમશે.

Happy women's day in advance!

Read More