The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
5
2k
6.2k
Hey, I am on Matrubharti!
श्रीमद्भगवद्गीता अध्याय - १ अर्जुन विषादयोग श्र्लोक १: धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः। मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय।। अर्थ : धृतराष्ट्र बोले : हे संजय! धर्मभूमि कुरुक्षेत्र में युद्ध की इच्छा से इकट्ठे हुए मेरेे और पाण्डु के पुत्रों ने क्या किया? विस्तृत अर्थ, परिपेक्ष्य के साथ धृतराष्ट्र महाराज के आसन पर स्थित थे। चाहते तो इस युद्ध को रोकना उनके बसमें था, पूर्णतः बसमें था। शायद वे पाण्डवों की अमाप शक्तियों को भी बखूबी जानते थे। पर जो सिंहासन उनको अपनी नेत्रहीनत्व दशा की वजह से नहीं मिल पाया था, वह उनको अनुज पाण्डु की बीमार अवस्था, वनवास, मृत्यु और उनकी संतानो के बड़ा होने तक, रखवाले के रुप में मिला था। अब, एक इच्छाओं से भरे सामान्य इन्सान की तरह उनको भी उस सिंहासन पर अपने प्रिय पुत्र दुर्योधन को आरुढ कराने की लालसा हो गई थी, जो सर्वथा अनुचित था। और आज जब दोनों भाईयों के बच्चे और परिवार दो गुट में विभाजित होकर कुरुक्षेत्र के मैदान में युद्ध के लिए सज्ज खडे हैं, तब अपने चर्मचक्षु की मर्यादा ज्ञात होने की वजह से वह अपने सारथि संजय, जिन्हें इस युद्ध को महल परिसर से देखने की दिव्य दृष्टि मिली हुई है, उनसे मैदान का वृतांत जानने की कोशिश कर रहे है। चमत्कार नहीं, पौराणिक विज्ञान संजय को मिली दिव्यदृष्टि, आज की हमारी टेलिविज़न व इन्टरनेट सुविधा से जोडी जा सकती है। पुराने समय की जो खोजें भारत की अपनी थीं, समय के साथ उनके प्रमाण नष्ट होने पर हमने उन्हें कल्पनाओं का चित्रण समज लिया। आओं, मिलकर कल को आज से जोडें। मानवजीवनमें उसका महत्व: हमें भी जब कोई कुछ रखवाली के लिए देता है तो, उसे हम अपनी जागीर समज कर, उस पर अपना अधिकार कायम करने की भरसक कोशिश में पूरा जीवन व्यतीत कर देते हैं। जैसे की, प्रभु का दिया यह जीवन, हमारे बच्चे, हमारा जीवनसाथी। पहले अनधिकार बहुत कुछ पाने की संभावनाओं में हम संबंध इतने बिगाड़ लेते हैं कि वापस शांति स्थापन के लिए युद्ध की भूमि से ही शांति का मार्ग बनेगा और तभी हमारी कामना पूर्ति होगी। बस, धृतराष्ट्र वही कर रहे थे। [पूरे ग्रंथ में यही एक, सर्व प्रथम श्र्लोक राजा धृतराष्ट्र के मुख से अवतरित होता है।] हम आज से भगवदगीता के एक-एक श्र्लोक के अध्यायानुसार और क्रमानुसार पठन और विश्र्लेषण के साथ हर सुबह मिलेंगे। नीचे दिये गए संपर्क पर ईस टिप्पणी या श्र्लोक के विषय में अपने अमूल्य विचार भी भेज सकते हैं। अल्पा म. पुरोहित वडोदरा સર્વે સભ્યોને શુભ પ્રભાત🙏 આજથી પહેલા અધ્યાય અને પહેલા શ્ર્લોકથી પધ્ધતિસર દરરોજ એક એક શ્ર્લોક પૂરી છણાવટ સાથે મૂકાશે. વધુ લોકભોગ્ય બને તે માટે હિન્દી ભાષામાં તૈયાર કરેલ છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાંતર માટે 9904948414 ફોનનંબર ઉપર વોટ્સએપથી સંપર્ક કરી શકશો. 🙏
પતંગો આકાશે ઊડે ત્યારે જાણે આખુંયે આકાશ માપી લઈ તેનો ડગલો બનાવવાની હોય એમ ડાબે-જમણેથી ઊપર-તળે કરતી રહે. પાછી, જેના હાથમાં તેની દોર છે તેનેય પોતાની જોડે હવામાં ખેંચવાના દાવ-પેચ કરતી રહે, અને તેય પરિણામ વિશે ઝાઝું વિચાર્યા વિના જ. આ પ્રયાસમાં ક્યારેક તેની દોર પકડનાર માનવીની આંગળીમાં નાના મોટાં દરવાજા ને બારીઓ બનાવી દે જેથી થોડો રક્તસંચાર શરીરબહાર થાય તો ગભરાયેલો જણ તેને મુક્ત ગગનમાં છોડીયે દે. તો વળી, કોઈક વીરલો પતંગને પોતાની પ્રતિષ્ઠા નું એક તત્વ સમજી તેની ખેંચ તાણમાં લાગી પડે. એ ભૂલી જાય કે આ જ આંગળીઓ ઘવાશે તો તે થોડા દહાડા દાળ-ભાતના સબડકા નહીં લઈ શકે, કપડાં ધોવાં સાબુમાં હાથ નહીં નાખી શકે. તે તો મરણિયો થઈ પતંગનો દોર ખેંચી રાખીને ક્યાં તો પવનના ભારે આંગળીઓને ઇસ્પિતાલ પહોંચાડશે ક્યાંક પતંગ પોતે વધુ તંગ થઈ ને જાતે જ હવાઓની થપાટો ન ખમાતાં પોતાની કરોડરજ્જુ તોડી લઈ પવનશરણ થઈ જમીનદોસ્ત થવા અવરોહિત થશે. પતંગ પાછી નાની હોય, તો હવામાં ઝાઝાં નાટક કરે. તેને માનવી પોતાની ઈચ્છા મુજબ સ્થિરેય ન કરી શકે. ડાબે ગોઠવે તો જમણે સરકી જાય. જમણે ગોઠવે તો ગોથુંયે ખાઈ જાય. તેને સ્થિર કરવા અનુભવી પતંગયોદ્ધાઓ તેને એક લાંબી પૂંછડી ચોંટાડવાનો કિમિયો બતાડે. એટલે હોંશીલો પતંગપ્રેમી પતંગની લંબાઈથી ત્રણગણી કાગળની પટ્ટી તેના ઉપર પૂંછડીરૂપે ચોંટાડે. આ પછી એને કોઈએ કહ્યું નથી હોતું કે પતંગને હવે ઊંચે કેમ લઈ જવાય. આ બાજુ વજનદાર થયેલ પતંગ ઊભાં થવાનુંયે નામ નથી લેતી અને માનવીને તેને ઊંચે આકાશમાં ગોઠવવી છે. આ મથામણ ચાલતી હોયયત્યારે બે દિ' માટે ધાબાંવાસી થયેલા માણસને ઊપાય સૂઝે ગેસના ફુગ્ગા દ્વારા પતંગને આરોહણ કરાવવાનો. આખરે પતંગે નીચે ભાર અને ઉપરની ખેંચતાણને વશ થઈ એક માનવીય કઠપૂતળીની માફક આકાશગમન કરવું જ પડે છે. તેનું ગંતવ્ય હવે સંપૂર્ણપણે તેના હાથમાં નથી. હવે આવી મોટ્ટી પતંગ. એ તો બધાંનાં કાબૂ બહાર. માનવીના હાથમાંયે ન ટકે ને પવનથીયે ન ઝાલી રહે. એ તો સાચા પતંગ ચગાવનાર કસબીનું કામ. જેણે મનઃસ્થિરતામાં પારંગત હાઃસલ કરી હોય તે જ આ મહાપતંગને આકાશે ચડાવી શકે બાકીના તો આજુબાજુની નીચી કે ઊંચી નડતી અગાશી, પવનનું જોર અને લોકોના અવાજનાં બહાના કાઢી પતંગને દોષ દઈ છોડી દે. પાછું પતંગ ચગાવવાનું જોશ આટલાં પૂરતું સિમિત નથી રહેતું. રાતના અંધકારમાં મોટી મોટી સફેદ પતંગોને આકાશમાં સ્થિર કરી તેની ઉપર હારબંધ કંદીલો લગાવી તેમાં ટમટમતી મીણબત્તીઓને આકાશના તારલાઓ સાથે હરિફાઈ કરવા મોકલનાર પણ ઓછાં નથી હોતાં. આ કામચલાઉ તારલાઓ કાયમી તારલાને હંફાવી તો નહીં જ શકતાં હોય, પણ માનવમનને કાંઈક મેળવ્યાની, કાંઈક નવીન કર્યાની આશા બંધાવતો જાય છે. સામાન્યતઃ આખો દિવસ કોમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઈલ ફોન, લેપટોપ અને રસોડામાં ભરાયેલો જીવ પતંગની પાતળી પણ મજબૂત દોરથી બંધાઈ એક-બે દિવસ અગાસીમાં આવી પતંગોત્સવના બહાને સૂર્ય નારાયણ દેવના સાનિધ્યમાં બેસે છે, વાદળોને નિરખે છે, પવન સાથે ક્યારેક પ્રીત તો ક્યારેક ઝઘડો કરી લે છે, પોતાના ચાર દિવાલના ઘરની ઉપર એક અગાસી કે છાપરું છે અને ત્યાંથી તેની દુનિયા ઘણી વિશાળ અને તાજગીભરી બને છે એ વાતનો તેને ભાસ થાય છે. રોજ રસોડાનાં, આૅફિસનાં અને રસ્તા ઉપર ચાલનાર યંત્રોથી ટેવાયેલાં જીવને વહેલી સવારે, સૂરજ ઢળવા ટાણે ધાબેથી પક્ષીઓના ઝુંડ જોઈ પોતાની જીવંતતાનો અચૂક અહેસાસ થઈ જાય છે. તે થોડા સમય માટે પોતાને પતંગરૂપે પક્ષીઓની જેમ મુક્તવિહાર કરાવી પતંગ-દોરનો રસ ઊમેરે છે. #પતંગ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser