krishna

સવારથી સાંજ,
સાંજથી રાત,
બેઠી હું બિછાવી,
નયન જોતી તારી વાટ,
આવીજા ને હવે વ્હાલમ,
કેમ જોવડાવે છે વાટ,
નિરખું તુજને અપલક,
વરસી જાઉ તુજપર અનરાધાર,
આવીજા ને હવે વ્હાલમ,
કેમ જોવડાવે છે વાટ,
નથી ખુટતા વિરહના,
હજુ સુના દિન ને રાત,
આવને વ્હાલમ મન ભરીને,
ભરું તુજને બાથ,
બાથમાં તારી ભૂલી બેસું,
હું તો દિવસ રાત,
આવીજા ને હવે વ્હાલમ, કેમ
જોવડાવે છે વાટ.
B+ve

-Krishna

Read More

તારા નશામાં જ્યારે ચકચૂર થઈ,
થોડી વાર માટે પણ અસર ભરપૂર થઈ,
સાંભળી લીધી ખુદને,
નહી તો તારી અસરમાં ગાંડીતુર થઈ,
યૌવન મારુ થયુ ઘેલું,
બાહુપાશમાં તારી રસચૂર થઈ,
નથી જાવુ હવે દૂર તારાથી,
એવી તારામાં મશગુલ થઈ,
અસર તારી હજુ થાય જ્યાં મને જ્યાં વધારે,
ત્યાંજ મારી સ્વપ્ન - દ્રષ્ટિ ભાંગીને,
ચકનાચૂર થઈ.
B+ve

-Krishna

Read More

રડવું નથી તારી સામે,
પણ,
જો ને હસાતું પણ નથી,
કંઈ કેહવુ નથી,
પણ,જોને,
ચૂપ રેહવાતું પણ નથી,
ફક્ત તનેજ યાદ રાખવુ છે,
પણ,જોને,
બીજુ કશુયે ભુલાતું પણ નથી,
રેહવુ સદાય તારી સાથે જ છે,
પણ, જોને,
અહીંથી પાછું વરાતુજ નથી,
તારુ આપેલું બધુજ છે મારી પાસે,
પણ,જોને,
તારા સિવાય કઈ જોઈતું પણ નથી.
B+ve

-Krishna

Read More