જ્યારે જ્યારે ખોલી છે ડાયરી, ત્યારે ત્યારે એ કંઈક બોલી છે,શબ્દોથી જ એને જિંદગી તોલી છે. -A.D HIRPARA

#ગુપ્ત

ગુપ્ત રાખી ઘણું દબાવી બેઠો છું,
ન બોલીને ઘણું સમજાવી બેઠો છું.

રાખ સુધી રાતને રાઝ રાખી બેઠો છું,
પળને એક એક પળે સાચવી બેઠો છું.

પ્રણયમાં ગુપ્ત થઈ અજાણ બની બેઠો છું,
તારી લુપ્ત લાગણીમાં સ્થાન જમાવી બેઠો છું.

Read More

#નવરાશ

મારી નવરાશ મને આંગળી પકડી તારા દિલ સુધી લઈ જતી હોય તો મને આ નવરાશ ગમે છે.
મારી નવરાશ તારા અને મારા વચ્ચેના અવકાશ દૂર કરી લેતી હોય તો મને આ નવરાશ ગમે છે.
મારી નવરાશ મને એકલતા તારા દિલની એક લત લગાડી દેતી હોય તો મને આ નવરાશ ગમે છે.
મારી નવરાશ મને શબ્દોમાં તારા પ્રણયની કવિતા શીખવી દેતી હોય તો મને આ નવરાશ ગમે છે.
મારી નવરાશ મને તારા આભાસ થી હકીકત સુધી લઈ જતી હોય તો મને આ નવરાશ ગમે છે.
- A. D Hirpara

Read More

#લાત_મારવી

લાત મારીને આગળ વધી જવું જ જિંદગી હોત ને તો ક્યારની પતી ગઇ હોત આ તો સંઘર્ષૌનો સાગર છે અને શીખી ને ભેગી કરી લેવું હોય તો એક નાનું સરોવર છે. એટલે જીવતા શીખી જાવ નહીં તો તમે લાત મારો કે ના મારો જિંદગી તમને એક દિવસ પોતાની દુનિયામાંથી લાત તો મારી જ દેશે.

Read More

#ઠઠ્ઠો

એ મજાક મશ્કરીને આનંદનો ભલે નાહકનો ઠઠ્ઠો,
એટલે જ તો લાગણીઓનો નથી થઈ જતો ગઠ્ઠો.

દસ્તક થઈ લાગણીના કિનારે કોઈ અંગતની આજ,
લાગે છે પ્રેમને હસ્તગત કરવાનું થઈ રહ્યું છે કામકાજ.
Lafzo_me_zindgi

ચાલ તારા સપનામાં એક લટાર મારું,
થોડા તારા દુઃખ ને આજે હું કટાર મારું.
- lafzo_me_zindgi

#બેહોશ

હોંશે હોંશે લડીને મંજિલ સર કરીને બેહોશ થવાનો આનંદ પણ અલગ જ હોય છે એમાં પ્રાપ્તિની અનેરી ઉર્જા બેહોશીને પણ આનંદીત બનાવે છે.

Read More

#જ્યોત

જીવનની જ્યોત પોતાના સારા કામોથી એટલી પ્રજ્વલિત કરો કે તમારી ગેરહાજરીમાં પણ લોકોના દિલમાં એ જ્યોત હંમેશ માટે અકબંધ રહી જાય...

Read More

#બાજ


બાજ જેવી નજર રાખશો લક્ષ્ય પર તો સફળતાનો તાજ તમારા મસ્તક પર સ્થાન પામશે.

#Caution

First life journey Caution gives you a guarantee for next goal journey in life.