અનંત સફરનાં સાથી - 40

(11.6k)
  • 4.4k
  • 1
  • 2.1k

૪૦.સગાઈરવિવારની સાંજે નીલકંઠ વિલાને શણગારવા માટે ડેકોરેશન કરનારની આખી ટીમ આવી ગઈ હતી. ઋષભ અને શુભમ બધાંને બધું સમજાવી રહ્યાં હતાં. એ મુજબ ટીમના લોકો ઘરને સજાવી રહ્યાં હતાં. બધાં મહેમાનોને આમંત્રણ અપાઈ ગયું હતું. અંકિતા અને તન્વીએ રાધિકા અને રાહીને અત્યારથી જ અલગ-અલગ ફેસપેક અને ક્રિમ લગાવવાનું શરૂ કરી દીધું હતું. અંકિતા રાહીને ફેસપેક લગાવીને નીચે ગઈ. એ સમયે જ શિવાંશ રાહીનાં રૂમમાં આવ્યો. દરવાજો ખુલવાના અવાજથી રાહી કાકડીનાં ટુકડાઓ પર હાથ રાખીને ઉભી થઈ. શિવાંશે રાહીનો ચહેરો જોઈને રાડ પાડી તો રાહીએ પોતાની આંખો પરથી કાકડીનાં ટુકડાઓ હટાવ્યા. "કોઈ ભૂત જોઈ લીધું કે શું?" રાહીએ જેવું પૂછ્યું એવો જ