“કાદવને ભૂલતું કમળ સુંદર તો બની શકે, પણ જે કમળ પોતાના કાદવનું માન રાખે તે જ ખરેખર મહાન બને છે.” એક સુંદર ગામની બહાર એક શાંત તળાવ હતું. તળાવમાં ઘણો કાદવ હતો, પરંતુ એ જ કાદવની વચ્ચે એક સુંદર કમળ ખીલ્યું હતું. કમળની પાંખડીઓ ખૂબ સ્વચ્છ અને નાજુક હતી. તેની મીઠી સુગંધ આખા તળાવમાં ફેલાતી અને આસપાસનું વાતાવરણ મહેકી ઉઠતું. તેની સુગંધથી જાણે કાદવ પણ મહેકતો હોય એમ લાગતું. તળાવ પાસે આવનાર દરેક વ્યક્તિ થોડો સમય ત્યાં ઊભો રહી આ કમળને નિહાળતો.કમળને પોતાની સુંદરતા અને પોતાની કિંમત વિશે ખાસ ખબર નહોતી. તે તો કાદવને જ પોતાની દુનિયા માનતું હતું. કાદવે તેને