સાંજે આલોક ઘરે આવશે એવો શું કરશે? મારા પર ગુસ્સો કરશે? એને ગુસ્સે થવાનો હક છે. મને મારશે તો? એને મને મારવાનો હક છે. એ હવે વાતે વાતે લવનું નામ લઈ મને હેરાન કર્યા કરવાનો... હશે એણે જે કરવાનું ધાર્યું હશે એમ એ કરી લેશે. કાશ હું પણ મારા મનનું ધાર્યું કરી શકતી! મને જમવાની જરાય ઈચ્છા ન હતી. કોઈ કામ કરવાનું કે જ્યાં બેઠી હતી ત્યાંથી ઊભા થવાનું પણ મન નહોતું. હું જીવતી હતી પણ જીવંત ન હતી. મારા અંદરની ચેતના મરી ગઈ હતી. કેટલા કલાક હું એમ જ વિચારશૂન્ય દશામાં બેઠી રહી હોઈશ એ મને યાદ નથી