Dont message

કંઈ જ નથી
મારી પાસે તારું
બસ છે તો તારી
એક ગુલાબી યાદ
જે છે મારા
અંત સુધી મારી સાથ
નથી તારું કોઈ વચન
કે નથી મારી કોઈ આશ
પણ સદાયે રહશે
મને તારો ઈંતઝાર.

-Mir

Read More

યાદ છે આજે પણ
કોલેજનું એ પ્રાંગણ
એ પ્રાંગણમાં હતી
બગીચાની રળિયામણ
ને ત્યાં તારી આવનજાવન
બગીચામાં હતી એક બેઠક
એ હતું તારું આસન
જોઈ ત્યાં તને હંમેશ
હરખાતું મારું મન
પ્રત્યક્ષ ન કરી કદી વાત
પણ આંખોએ જોઈ તારી વાટ
સમય સરતો રહ્યો, ને
આવી જીવનની સાંજ
હજીયે વહે છે નીર
જ્યારે દેખાય એ બેઠક

-Mir

Read More

સાથી સફરના
એક જ છે પથ
આ જીવનના

-Mir

રાહ જોતી રહી હું પત્ર એના નામનો આવે

હોય મારું નામ ઉપર ને મારા સરનામે આવે

કોરો હોય એ પત્ર તો પણ એકવાર તો આવે

દિલની ઝંખના છે બસ તારો એક પત્ર તો આવે

પ્રેમભર્યા શબ્દો ન હોય પણ એક પત્ર તો આવે

તને યાદ છે મારી લાગે એવો એક પત્ર તો આવે

-Mir

Read More