ચાંદ નાં પ્રેમ મા સુરજ સળગ્યો પણ સુરજે કરી બેવફાઈ ને ડાઘ ચાંદ ને મળ્યો .

જેટલી આતુરતા થી તારી રાહ જોઇ શાયદ એટલી મેં ખુદા ની જોઇ હોત તો એ પણ મળી જાત.

પલકો પર છુપાવ્યાં હતાં,બાંધી ને રાખ્યાં હતાં પણ ન જાણે કેમ આજે એ કિનારા ને તોડી ને વહી ગયાં.

અમાનત ઇન્સાનિયત ની બધાં ને હાસીલ નથી કોઇ કોઇ એવાં પણ છે જે તમારી દયા ને પણ કાબીલ નથી.

જીંદગી એક મોકો છે એ જ તો નજર નો ઘોકો છે.

ચાંદે સિમત શું કર્યું આજે ધરતી નું કણકણ મહેક્યું , સજાવી તારાગણો એ મહેફિલ ને ચાંદની ના નર્તનો એ નભને ઘેલું કર્યું .

Read More

વસંત કે પાનખર કોઇ ની રાહ જોતાં જ નથી સમય આવે ખીલે ને મુરઝાય ફક્ત ઇનશાન એકલો સમય જોઇ ને ખીલે ને મુરઝાય.

પર્વતો નાં અનરાધાર આંસુંઓ ને નદીઓ વહાવી ગઇ પણ સમંદર ને ખારો કરી ગઇ.

અથડાયાં હતાં જે ગલી મા એ ત્યાં મેં મારી ખાંભી ખડી કરી દીધી.

જીંદગીભર જાત સાથે લડતી રહી હારતી રહી, ન સમજી શકી ના સમજાવી શકી- જીંદગી ની ગાડી બસ દોડતી જ રહી.