નામ થી તો સૌ ઓળખાય છે, મને મારાં શબ્દોથી ઓળખ બનાવી છે.

આ નયનને કહીદો આમ વાર ના કરે,
છે
સુંદર સ્મિત તો એનો અહંકારના કરે,
આ લાવણ્ય કંઈ એમજ નથી મળ્યું અમને;
લાગી છે નજર તો કહો શબ્દોને આમ છડેચોક સ્વીકારના કરે,
હજારો આંખો જોઈ રહી છે મને;
ઢાળેલા નયનને આમ ઉઠાવી ઉપકાર ના કરે.

Read More

આ આંખોના સાગર ક્યાંક ડુબાળે છે મને,
હાથવગું હૈયું કરું ને અશ્રુ ઉગારે છે મને,
આરઝૂ ની તરસ વહે છે તારા અમીમાં;
તું રડે ને હેમ સરિખા નયન જીવાડે છે મને.

Read More

તારા શબ્દોનો નહિ તો તારો સહારો આપ,
સાગરનો નહિ તો તારી નજરનો કિનારો આપ,
ભૂલી ગયું છું હું ઘર મારું આ મહેરામણમાં;
બની શકે તો મને ક્ષણભર તારા હાથોનો ઈજારો આપ. (સત્ય, લાગણી પણ અને ફોટો પણ ).

Read More

એક મનગમતા વીંછીએ માર્યો છે ડંખ હવે એરૂના ડંખની થાય ક્યાં અસર
પ્રેમકેરૂ ઝેર ભરી બેઠો છે હૈયે એ,જોજે ઝેરિલા ક્યાંક રહી જાય ના કસર. રગ-રગમા રેલાયુ ઝરણુ બનીને ઝેર, એના વીહવળ પ્રવાહને તો જો !
મારણ નથી કોઈ તારા આ ઝેરનું,શાને કરે તું ફિકર.

Read More