ગદ્ય અને પદ્ય લખું છું. ટૂંકી વાર્તાઓ, છંદમાં ગઝલો, માઈક્રોફિક્શન લખું છું. લખવાનો શોખ નાનપણથી રહ્યો છે. કલમને સહારે ડગ માંડતી રહું છું.

જ્યાં સુધી આપણા કામથી
આપણને જ સંતુષ્ટિ નથી
ત્યાં સુધી કોઈ કામમાં
પરફેક્શન નથી આવતું.

Artisoni લિખિત

❣️"કૂબો સ્નેહનો - 19" ❣️

માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19878202/koobo-sneh-no-19

જે સ્થિર થઈ જાય છે,
તે જડ છે..
જે સતત પ્રયત્નશીલ રહીને, સતત બદલાતી પરિસ્થતિ સાથે તાલમેલ સાંધે છે તેજ ટકી જાય છે.. -આરતીસોની©14/1/17

Read More

❣️ 'કૂબો સ્નેહનો - 18'❣️

વાંચો
હાય, માતૃભારતી પર આ વાર્તા

https://www.matrubharti.com/book/19877544/koobo-sneh-no-18

❣️પતંગ-દોરી❣️

કપાયેલો પતંગ
બાપડો ક્યાં કશુંયે
કહે છે,
ચાલી નીકળે છે
નભમાં ઊડતાં પંખીઓ
સાથે પોતાની આગવી
કેડી કંડારીને

સટ્ટાક લપડાક પડી
હોય છે દોરી બિચારીને
પછડાય છે ને ફીરકીમાં
વીંટળાઈને પડી રહે છે
જિંદગી ખેડીને
આખી જિંદગી એકલી.

-આરતીસોની© રુહાના

Read More

કબ્જે કરવું જ હોય તો આભ પણ ઓછું પડે
બાકી સમર્પણ કરનાર માટે મીઠા બે બોલ જ કાફી છે..

કોઈ મોટું મળી જાય ત્યારે નાનાને છોડી ન દેવાય કેમકે સોયની જરૂર પડે ત્યારે તલવાર શું કામની!!

હાય, માતૃભારતી પર આ વાર્તા 'કૂબો સ્નેહનો - 15' વાંચો
https://www.matrubharti.com/book/19876671/koobo-sneh-no-15

💧💧💧 હાયકુ

વાવું લાગણી,
કદાચ અવસરો
ઊગી નીકળે.

..રુહાના..

*Happy Man's day*

*હું અને તું*

જો હું અને તું માંથી એકવાર સરવાળો બાદબાકી કરીએ તો શું બચે ખબર છે તને ? મીંડું !!! કેમકે તારા વિના હું મીંડું જ છું.. હું બકબક કરતી કોયલડી અને તું મૌનધારી બાબા.. મારી બકબકને તું આંખોમાં સમાવી સમજીને સાંભળે છે.. તું એને ગણગણાટ કહે છે બકવાસ નથી કહેતો એ મને ગમે છે.. તારું શાંત રહેવું મને ગમે છે.. હું એટલે થનગનાટ કરતી ઢેલ અને તું એટલે મને જોયા કરતો મોર.. તારી મૌન આંખોમાં સમાઈ જવાની તાકાત એટલે હું.. એ શાંત વમળો વચ્ચે સંઘર્ષ કરીને હું દરિયો ખેડ્યાં જેટલી ફીણ ફીણ થઈ જાઉં છું.. આટલું બધું વાંચીનેય તું તો ચૂપચાપ મૂંગો જ રહીશ ખરું ને ? અમને તો આ બધી ખબર હતી જ એટલે તો *લવ યુ જિંદગી* કહીને પવનની પાંખો પહેરીને *ચાલ જીવી લઈએ..* જીવવું જ છે તો કાલ પર નહીં અત્યારે જ જીવી લઈએ.. *જિંદગી ફિર ના મિલેગી દુબારા..*©

-આરતીસોની © રુહાના!

Read More