મુજ વિશે ઝાઝું જાણવાની કોશિષ ન કરજો દોસ્તો, હું ખુદ વણઉકેલ્યા કોયડા સમાન છું. @ અશ્ક રેશમિયા.

મોત મને કેટલું વહાલું છે તને શું ખબર?
જીવન કેટલું દવલું થયું છે, તને શું ખબર?

ઘાત આઘાતોથી ગુજારો કરું છું રોજ
હજું શીદ હેમખેમ જીવું છું, તને શું ખબર?

તારી યાદોના દર્દને પીધું છે મે જીંદગીભર
કબરમાંય ઝંખના તારી હશે, તને શું ખબર?

અભાવ ઉપાડીને સતત ભટક્યા કર્યો હું
હતો તુજથી જ ઝાઝો લગાવ, તને શું ખબર?

તું મારી ન થૈ શકી હું ઉમ્રભર તારો જ રહ્યો
તને આંખોથી પીધી છે કેટલી, તને શું ખબર?

-અશ્ક રેશમિયા

Read More

તમે ચાહી ન શક્યા
વરના
હમ ભી મોહબ્બત કે કાબિલ થે!!

આહ!!!!"શિક્ષકની સિગ્નેચર!"
આ શિક્ષકની સર્જકતાનો અને શિક્ષકત્વનો બુલંદ ધ્વનિ છે.
મારા ખાસ મિત્ર અને ભાઈ સમાન સર્જક પારસકુમારને સમ્માનવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો છે એ જાણીને વિના ઢોલના તાલે નાચી જવાય છે.
પારસકુમાર એ શિક્ષણનો અત્યંત લાગણીસભર જીવ છે. બાળકો એને પ્રભુથીયે અધિક પ્યારા છે. એ સતત બાળકની બાલિશ ચેષ્ટામાં સૃષ્ટિનું નવસર્જન કરવાના શમણા જુએ છે. એમના માટે બાળક એટલે જગતની પહેલી અજાયબી! એમને બાળક કૃષ્ણ દિસે છે અને બાળકના ભીતરની અગાઢ શક્તિમાં કૃષ્ણત્વના દીદાર કરે છે.
પારસકુમાર એના અંતરમાં બાળકો અને બાળકો પ્રત્યેના પ્રેમળતાના અખંડ જ્યોતિ જલાવતો દીપક લઈને ફરે છે.

"મારી વસંતખીલી" બાળકાવ્યની પ્રસ્તાવનામાં એ લખે છે કે" ઘણીવાર વર્ગખંડોમાંથી બાળકાવ્યોનો-બાળગીતનો મધુર સ્વર સંભળાય ત્યારે ધૂપસળીની સુગંધની જેમ બે ઘડી શ્વાસમાં ગીત ગૂંથવા ઊભા રહી જવાય છે.
વળી આગળ લખે છે કે બાળકોને જ્યારે પૂરતા પ્રમાણમાં બાળગીતનો મુખવાસ મળતો નથી ત્યારે બાળપણ ઉપર ઉપવાસના થર પથરાય છે. એ સિવાય જો કાગળના પત્તા પર પથરાયેલું બાળગીત બાળકોના કાન સુધી ન પહોંચે તો એ બાળગીતની પણ બાળકની માફક ભૃણ હત્યા થઈ તેમ જ કહેવાય!"
આ છે પારસકુમારનો બાળકપ્રેમ!
બાળક, શિક્ષણ અને શિક્ષકત્વની ત્રિવેણી ચિંતા અને ચિંતન કરનાર પારસકુમારની "શિક્ષકની સિગ્નેચર"ને સૌ બાળઘડતર કરનાર અને બાળકોની ચિંતા કરનાર સૌ કોઈ અંતરથી આવકારે એ જ આ અવસરે સોને પ્રાર્થના!🙏🙏🙏🙏🌹

પ્રસાર-પ્રચાર કરીને ખરીદો એ જ એક વિનંતિ.
પુસ્તક તમને ગમશે જ એની પાક્કી ગેરંટી.

Read More