અશોક ઉપાધ્યાય, બોલવા કરતાં લખવું સારું , તોય બધાં મૌન સમજે તો સારું.મુકામપોસ્ટ બોરીવલી મુંબઈ.

બહુ દુ..ર હોય છે એ,
જેમને તમે
સૌથી નજીકનાં
સમજતાં હો.

સમજે તે સમજદાર

થોડીક ઢીલ મુકજો
કયારેય નહીં કપાય

"સંબંધ"

રગબીરંગી પતંગ આજે ઉડશે નભમાં,
લાલ,પીળો,ગુલાબી ઠુમકશે પવનમાં.
તલ સાંકળી ને લાડુ બનશે ઘરઘરમાં,
કાપશે કપાશે પતંગો બીજાનાં, અંગતના.

જીવન અને પતંગ આજે એક જેવા લાગે,
રોજ કોઈ ઊંચે જાય,કોઈ કપાય,
કોઈ નીચે આવી ફરી ઊંચે જાય.
અથડાય,પછડાય કોઈ ફાટી જાય..
કોઈ ટકી જાય તો કોઈ, કામથી જાય..
જોશ જુસ્સામાં જે તોફાને ટકી જાય.
એ ઊંચે સ્થિર રહે અને એકલો મલકાય.

સૌ આ જ વિચારે આજે મનમાં,
ટકી જાઉં હું બસ આ સમયમાં.
ગમે તેવા તોફાન ઝાંઝાવાત આવે ફરી,
ઈશ્વરને હાથ સોંપી આ જીવન દોરી
પતંગની જેમ ઊંચે સ્થિર રહું એમનાં ચરણમાં.

અશોક ઉપાધ્યાય.
14/01/2021
9:19 am

Read More

એક ઇંચ વફાદારી
એક મીટરની હોશિયારી કરતાં વધુ સારી.

સમજે તે સમજદાર

કોઈપણ કામ કે સંબંધની
કદર અને અસર
ક્યારેય
એક સરખી ન હોય.

સમજે તે સમજદાર

જાતે ખોવાઈજાય છે
બધા અહીં ,
એકબીજાને મળવામાં.

સમજે તે સમજદાર.

ટકી રહેવા થોડુંક
અટકી જવું
પણ મંઝિલ દેખાય ત્યારે
છટકી ન જવું.

સમજે તે સમજદાર

અનુભવની ડાયરીમાંથી 💐

કલાકાર ન હોય એ..પણ..મોટા
"કલાકાર" હોઇ શકે..

સમજે તે સમજદાર..

જ્યાં નીતિ ત્યાં ઉન્નતિ.

સમજે તે સમજદાર