Hey, I am reading on Matrubharti!

કોઇ દિલ માં જખમ ના હોય એવું કોઈ દિલ નથી,

જેના દિલ માં દર્દ ના હોય એવું કોઈ વ્યક્તિ નથી,

દર્દ વિના કોઈ દિલ આપતું નથી,

"સ્વયમભુ"
- અશ્વિન રાઠોડ

Read More

હું સાંભળું છું વેદના આ જખ્મો ની, પીડા છે દિલમાં દર્દ ની, હોય તમે તો શું ના હોય તો પણ શું..એકલા જ વીત્યું છે જીવન, એકલા જ વિતસે, ભુલી યાદ ની તસ્વીર, જીંદગી ને માણતા રેહશું..એકલા જ જીવશું એકલા જ મરશું..!

"સ્વયમભુ"
- અશ્વિન રાઠોડ

Read More

પૂનમ ની રાત હોય, ઢોલ નો ધબકાર હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, તારો સાથ હોય..!

મોરનો ટહુકાર હોય, ઝરમર ઝરમર વરસાદ હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, તારો સાથ હોય..!

ઝાંઝર નો ઝણકાર હોય, ઘુઘરી નો ઘમકાર હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, તારો સાથ હોય..!

માથે પાઘડી રાતી હોય, પગમાં રાખોડી મોજડી હોય, કેડે કંદોરો હોય, કાળો ભમ્મર ચોટલો હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, તારો સાથ હોય..!

આભલા ટાકેલું કેડિયું હોય, ભાતીગળ ચણીયા ચોળી હોય, તાલીઓ ના તાલ હોય, વાંસળીના સુર હોય, કોયલ કેરા કંઠ હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, "સ્વયમભુ" તારો સાથ હોય,

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Read More

હૈ..ઓલી નોરતાની રાત મને કરે છે ઘેલી, સંગે આવોને..રમવા રાસ મારા નાથ,

હૈ..ઓલા નવલા તે નોરતાની રાત જાય વેલી, સંગે આવોને..રમવા રાસ મારા નાથ,

હૈ..સાથે રમતા જોજો ઠેસ ના વાગે, નહિ રમવાનું નહિતર બાનું રે કાઢસો,
સંગે આવોને..રમવા રાસ મારા નાથ,

હૈ..કેળે કંદોરો ને હાથ માં છે મોરલી, માથે મુગટ ને પગમાં છે મોજડી,"સ્વયમભુ"બની આવોને.. સંગે રમવા રાસ મારા નાથ..!

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Read More

હૈ નટખટ નંદ ગોપાલ, તું છોડી દે મારો હાથ, આજે રાસે રમવું છે મારે ગોપીઓ ને સંગાથ,

જો નહિ રમવા દે રાસ તો, કરીશ જશોદા ને ફરિયાદ, આજે રાસ રમવા નથી દેતો, તારો આ નંદલાલ,

એટલે તું સમજી જા મારી આ વાત,
રાસ રમવા દે નંદલાલ, કરે વિનંતી ગોપીઓ સહુ આજ,

આવી નોરતા ની પેહલી રાત, ગરબે ઘુમે છે અંબે માત, રાસ તું રમવા દે નંદલાલ,

"સ્વયમભુ" તું છોડી દે મારો હાથ, નહિતર ખાઇસ જશોદાનો માર, આવી નોરતા ની પેહલી રાત, ગરબે ઘુમે છે મોરી માત, રમવા દે માતાજી સંગાથે રાસ, હૈ નટખટ નંદ ગોપાલ, તું છોડી દે મારો હાથ,

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Read More

ચાહું છું હું તને એ માની લે,
પ્રેમ ભર્યું મારૂ નિમંત્રણ સ્વીકારી લે.

ના કર તું કોઈ રક જક એ વાત ની,
પ્રેમનો એકરાર કરવો પડશે એમ માની ને.

આતો દિલ ની ચાહત છે, પ્રેમ નો એકરાર છે, સ્વીકારવું જ પડે એવું માની ના લે.

હશે પ્રેમ સાચો મારો તો કોઈ બંધન પણ રોકી નહી શકે આ પ્રેમ ને,
એક થવું ને એક થઈને રેવું એ એકરાર પણ થઈ જશે.

ના કોઈ ગુલામી, ના કોઈ શિકાયત, પ્રેમ નું સરનામું ને પ્રેમ નું જ ઘર,
તું સ્વીકારી લે, તું સજાવીલે મનનું મંદીર, "સ્વયમભુ"બની ને મેળવીલે પ્રેમ ભર્યું આ મારૂ નિમંત્રણ.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Read More

कभी बेरुखिशी होती है दिल में, कभी चाहत बनती है। बे पनाह सा दिल अपना, कभी दर्द में रोता है।

अश्विन राठौड़
"स्वयमभु"

Read More

"શું રાખું યાદ, ને શું ભૂલું'
એક એક રાતે, સેહવાતા તારા સપનાઓ ને તારી યાદ,

મન ની ભીતર માં તારો એક પ્રકાશ રેલાય છે, ત્યારે મારા અંધકાર ભર્યાં જીવનમાં, રોશની થઈ જાય છે.

ગાઢ નિદ્રામાં પણ, મને એક અજબ એહસાસ થાય છે.
ભીતર ને ભીતર, એક તારો સુંદર ચેહરો દેખાય છે.

તારી ઝાંખી સ્વપ્ન બની આંખો માં ઝલકાય છે, શું રાખું યાદ, ને શું ભૂલું; ભીતર ને ભીતર, તારી યાદ ને સ્વપ્ન "સ્વયમભુ" સેહવાય છે.!

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Read More

મોહતાજ નથી હું કોઈ નો, નથી મોહતાજ કોઈ મારા માં, જીવી લવું છું;છતા, હું મારા નામ ના સહારે.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Read More

જીવનની યાદ ને તસ્વીર માં ઉતારી લો, બને કે કાલે જીવન જ યાદ બની જાય સંભારણુ..!

હશે જો હાથમાં તસ્વીર તો યાદ મીઠી લાગશે આપણા જીવનની..!

બને સહયોગ એક મેક નો તો યાદ કાયમ રહી જાય આપણી, યાદ કરશે વ્યક્તિઓ યાદી ભરી તસ્વીર આપણી..!

કહે "સ્વયમભુ" તસ્વીર ને સંભારણું બનાવું યાદો નું, યાદ કરશે કોઈ આપણને યે યાદ સાથે જીવન જીવીએ આપણું..!

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Read More