Hey, I am on Matrubharti!

આ વાંચ્યું અને શેર કર્યા વગર ના રહેવાયું...

Hello...
મારા દીકરાના મરેજ થાય પછી દીકરી નો
વારો..(૨ વર્ષ પછી પણ કરવા જ પડશે ને
સમાજ નો નિયમ છે) તો હું વિચારતી હતી
કે કરિયાવર માં શું આપવાનું?

તો મેં આવું લીસ્ટ બનાવ્યું છે કઈ રહી જાતું હોય તો કહેજો please..
કરિયાવર નું લીસ્ટ..

કરિયાવરમાં એક ફેવિકોલ આપવું છે જે પપ્પાના નામને દીકરીના નામ સાથે કાયમને
માટે જોડી રાખી શકે.

એક એમ-સીલ વોટરપ્રૂફિંગ એક્સપર્ટ પણ આપવું છે જે દીકરીની આંખોમાંથી ટપકતા પાણીનું કાયમી સોલ્યુશન લાવી શકે.

કરિયાવરમાં આપવું છે એક સ્ક્રેચ ગાર્ડ
અને ગોરિલા ગ્લાસ જે દીકરીના શરીર
અને જમાઈની સંવેદનાઓ પર પડતા
ઉઝરડાઓ અટકાવી શકે.

એક ૬૪ GBની પેન ડ્રાઈવ આપવી છે
જેમાં દીકરીએ પોતાના ઘરે વિતાવેલો
ભૂતકાળ સ્ટોર કરીને રાખેલો છે.

કરિયાવરમાં આપવો છે એક સ્પેશીયલ દરવાજો જે બહારની તરફ પણ ખૂલી શકે. જમાઈના ઘરને બારીઓ ન હોય તો ચાલશે, જમાઈના મનમાં બારીઓ હોવી જોઈએ.

બોલી શકે એવો અરીસો કરિયાવરમાં
આપવો છે જે રોજ સવારે દીકરીને યાદ
કરાવી શકે કે તું બહુ જ સુંદર છે...😘

કરિયાવરમાં આપવી છે એક સાવ નવરી ઘડિયાળ. બીજું કોઈ આપે કે નહિ, દીકરીને ઘડિયાળ તો પૂરતો સમય આપશે જ.

એક સીસીટીવી કરિયાવરમાં આપવું છે. દીકરીઓ બહુ સારી એક્ટિંગ કરે છે. એ એક્ટિંગ ટીવી પર જોવી છે...😍

કરિયાવરમાં આપવો છે સોય-દોરો જે
દીકરીના રોજ તૂટી રહેલા સપનાઓને
સાંધી શકે...

કરિયાવરમાં આપવો છે જીવનમાં દીકરી
હોવાનો અર્થ, જે સાવ વેરાન મકાનમાં
પણ ઘર બાંધી શકે....🙏...

Dr Nimit Oza

Read More

ટહુકો ભર્યો કોયલે ને
સમાયું લાગણી વસંત
જાણે શ્વાસ માં
Asi

પવન ની પાંખે બેસી ઉડી
એ ઝાંકળ ને
સૂરજ ને મળવા ના કોડ
Asi

આજે મેં એક માણસ જોયો
દોડતો, ભાગતો, થાકતો, બેસતો,
વળી પાછો એ જ ઘરેડ માં
બંધાતો જોયો
આજે મેં એક માણસ જોયો...
કોઈ નો દીકરો અને કોઈ નો પતિ
પાછો એ છે પ્રેમાળ પિતા,
ને કોઈ નો પ્રિય મિત્ર
સંસાર માં ખોવાતો જતો જોયો
આજે મે એક માણસ જોયો...
ના કશું બોલતો, ના કશું જતાવતો
બસ કુટુંબ માં રચ્યો પચ્યો
કર્મ ના ચક્રવ્યૂહ માં ભરાયેલો જોયો
આજે મેં એક માણસ જોયો...

Read More

ઝાંકળ નું જોર વધી ગયું છે
પાંપણ પર પોતાનો હક બતાવે છે
Asi

દિલની વાતો ઝાંકળ સમ
સવારે લખાય ને પાછી
એના તડકે ભૂસાય છે
હું ક્યાં કશું લખું છું Asi
આ તો દિલ ના તરંગે
આપમેળે સર્જાય છે

Read More

* પ્રેરણાદાયક વાર્તા*

એક નાનકડો છોકરો શાળાએથી ઘેર
આવ્યો તેણે પોતાના પિતાને કહ્યું,
"મારા શિક્ષકે અમને ઘરકામ આપ્યું છે - કે
દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું
'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો
અને હું તમને ચાહું છું'. "

પિતાએ કહ્યું, "કંઈ વાંધો નહીં.
હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં
તું આ કામ કરી શકીશ."

છોકરો બીજે દિવસે સવારે અતિ
ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને
તેણે પિતાને કહ્યું,
"ચાલો પપ્પા મોલ જઈએ!".

બહાર ખૂબ વરસાદ પડી રહ્યો હતો
એટલે પિતાએ કહ્યું, "બેટા, થોડી વાર
પછી જઈશું? આટલાં વરસાદમાં મોલમાં
કોઈ નહીં હોય."

પણ છોકરાએ તો જીદ જ પકડી.
આથી પિતા બાળહઠ સામે ઝૂકી ગયા,
તે ભારે વરસાદ માં પણ કાર હંકારી
મોલમાં લઈ ગયા.

તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો
છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો.
હવે પિતાએ કહ્યું, "બેટા વરસાદ ઘણો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ઘેર
પહોંચી જઈએ."

દસ જણને ભેટવાનો લક્ષ્યાંક છોકરાનો
પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે
તેણે પિતાની વાત માની ઘેર પાછા ફરવા
કારમાં બેઠાં.થોડાં જ આગળ વધ્યાં હશે
ત્યાં એક ઘર માર્ગમાં દેખાયું. છોકરાએ
પપ્પાને કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું
"પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો.
મારે એક જ જણને ભેટવાનું બાકી છે.
અને ચોક્કસ એ ઘરમાં હું મારું ઘરકામ
પૂરું કરી શકીશ."

પિતાએ સસ્મિત કાર એ બાજુએ લઈ
અને થોભાવી.

છોકરાએ જઈ દરવાજાની ઘંટડી દબાવી.
થોડી વાર પછી એક મહિલાએ બારણું
ખોલ્યું, જે ઉદાસ હતી. છોકરાને જોઈ
તેને નવાઈ લાગી અને પ્રેમથી પૂછયું,
"બેટા, કોનું કામ છે?"
મોટા સ્મિત સાથે એ છોકરાએ કહ્યું,
" મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા
કહ્યું છે અને એમ જણાવવા કહ્યું છે,
ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો
હું તમને ચાહું છું.
હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક
જણ ને ભેટવાનું બાકી છે. શું તમને
ભેટી શકું છું? અને શિક્ષકનો સંદેશો
પાઠવી શકું છું?"

તે મહિલા નાનકડાં છોકરાને ભેટી
ચોધાર આંસુએ રડવા માંડી. આ જોઇ છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં
અને તેમણે મહિલાને પૂછયું કે શું
તેમને કોઈ સમસ્યા છે?

મહિલાએ પોતાને સંભાળી લીધી.
પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું,
"મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું
છે અને એ પછી હું સાવ એકલી પડી
ગઈ છું. આજે તો હદ થઈ ગઈ.
સવારથી મને થતું હતું કે બસ મારે મારા જીવનનો અંત આણી દેવો જોઈએ.
થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના
પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા
ની તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી
વાગી. મને આશ્ચર્ય થયું કે
મને મળવા તો કોઈ આવતું નથી તો
પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે?
મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને
ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે
'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા
રાખો અને હું તમને ચાહું છું.'
મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે
આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે.
મારી મરવાની ઈચ્છા અને ઉદાસી
ગાયબ થઈ ગયાં છે અને હવે મને
જીવવા એક નવું બળ મળ્યું છે. "

યાદ રાખો :
હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે
વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ
બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું
એક માધ્યમ બની શકશો...

"Unknown"

Read More