હું છું પરેશ મકવાણા.. એમ નથી કહેતો કે હું બહું સારું લખું છું પણ એમ કહું છું કે મને લખવું બહુ જ ગમે છે.. હા કેવું લખ્યું.. એ નિર્ણય હું તમારા પર છોડું છું.. મારી વાર્તાઓ વાંચી એ તમને કેવી લાગી.. પ્રતિભાવ જરૂરથી આપજો.. જો તમને અહીંયા પ્રતિભાવ આપવામાં સંકોચ થતો હોય તો તમે મને વ્હોટ્સએપ પર મેસેજ અથવા બીજી સોસીયલ મીડિયામાં જણાવી શકો છો.. આપનો પ્રતિભાવ આવકાર્ય રહશે.. વોટ્સએપ, ૭૩૮૩૧૫૫૯૩૬ ઈમેઈલ, pnmakwana321@gmail.com ઇન્સ્ટાગ્રામ, @author.paresh ફેસબુક, એક અજાણ્યો લેખક ટ્વીટર, @author_paresh

મારા મૌનને આજકાલ ક્યાં શબ્દોની જરૂર છે..

સાંભળ, હું એકલો નથી..
આ હવા.., વરસાદી પાણી, મહેકતી મૌસમ..
અને તારી યાદો..
આટલું કાફી છે મારા માટે..

નથી રહેવું ને તારે.. મારામાં..,
જા તને આઝાદ કરી..
આમ પણ આજે સ્વતંત્રતા દિવસ છે..

લાગણી ની માંગણી ના હોય..
હું એને ચાહું તો એ પણ મને ચાહે..
એવું જરૂરી તો નથી ને..

વાંચો મારી નોવેલ અધૂરું પ્રેમપ્રકરણ..
હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૧' વાંચો
https://www.matrubharti.com/book/19870330/adhuru-premprkaran-1
હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૨' વાંચો
https://www.matrubharti.com/book/19870463/adhuru-premprkaran-2
હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૩' વાંચો
https://www.matrubharti.com/book/19870588/adhuru-premprkaran-3
હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૪' વાંચો
https://www.matrubharti.com/book/19870747/adhuru-premprkaran-4
હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૫' વાંચો
https://www.matrubharti.com/book/19870850/adhuru-premprkaran-5
હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૬' વાંચો
https://www.matrubharti.com/book/19871001/adhuru-premprkaran-6
હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૭' વાંચો
https://www.matrubharti.com/book/19871140/adhuru-premprkaran-7
હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૮ - છેલ્લો ભાગ' વાંચો
https://www.matrubharti.com/book/19871301/adhuru-premprkaran-8

Read More

'તું પણ ખરી છે યાર..
અહિયાં હું જિંદગી થી કંટાળ્યો છું ને તારે મારી જોડે આખી જિંદગી જીવવી છે..
તું એમ માનતી હોય કે તારા આવવાથી મારી જિંદગી બદલાય જશે.. હું બદલાય જઈશ..
તો સાંભળ, એ ભૂલ છે..
હું ક્યારેય નહીં બદલાવ..
તે જ તો કહ્યું હતું એકવાર કે આ જિંદગી બહુ જ કિંમતી હોય છે.. એને આમ વેડફી ના દેવાય..
હું જ કહું છું શુ કામ તું તારી જિંદગી ને મારા જેવા મતલબી માણસ પાછળ વેડફી રહી છે..'
-સંવાદ

Read More

આજનો લેખ કહો કે લાગણી.. માતૃભારતી પર ચર્ચાઓમાં આટલું ઓટોમેટીકલી લખાઈ ગયું..
સવાલ કઈક આવો હતો કે બાળકના સાચા ઉછેર માટે મમ્મી પપ્પા એ કઈ બાબતોનું ધ્યાન રાખવું..?
વેલ મારા જવાબો ક્યારેય વિષયને અનુલક્ષીને નથી હોતા કારણ કે હું કોઈ જવાબ નથી લખતો.. મારી લાગણીઓ શેર કરું છું..
પેરેન્ટ્સ ના બની રહેતા એના મિત્રની જેમ એને સમજો.. એ નાનો છોડ છે જો એને પ્રેમ લાગણી અને હૂંફ મળશે તો જ એ વૃક્ષ બની શકશે.. ઘણીવાર બાળકોને સમજવા માટે બાળક બની જવું.. કારણ કે ત્યારે એમની અને આપણી વચ્ચે આત્મીયતા વધશે.. એને લાગશે કે મારા મમ્મી પપ્પા એકદમ મારા જેવા છે મને સમજે છે.. એટલે એ પણ તમને સમજશે..
શરૂઆતથી જ બાળકોને એકલા ના છોડો.. તમને લાગતું હશે તમે તમારું બાળક આયા અથવા તો પાડોશીઓ ને ત્યાં છોડીને જાવ છો એટલે એ ત્યાં રમશે..
ખરેખર એવું નથી હોતું.. બાળક પળ બે પળ તો બધું ભૂલીને રમી લે છે.. પણ જ્યારે એને માં સાંભળને.. અને એની માં સામે ના હોય એટલે એ પોતાની જાતને એકલી અને અસુરક્ષિત મહેસૂસ કરવા લાગે છે.. આવું મારી સાથે પણ નાનપણમાં બની ગયું છે.. એવું નથી કે નાનપણમાં મને મારા પેરેન્ટ્સ નો પ્રેમ નથી મળ્યો.. મળ્યો છે પણ જેટલો જોઈએ એટલો નહીં.. આ જ કારણોથી બાળપણમાં મને ઘણીવાર એવું પણ લાગતું કે મારું કોઈ જ નથી હું સાવ અનાથ છું..
પોતાના સંતાનોને સમજો એને શુ કરવું છે એ એકવાર જાણવાનો પ્રયત્ન કરો.. એને જે દિશામાં જવું હોય એને એ જ દિશા માટે તૈયાર કરો.. બાકી શર્માજી નો દીકરો 99% લાવ્યો તું કેમ ના લાવ્યો એમાં તો બાળક ગૂંગળઈ મરી જશે.. એ પોતાની જાતને જ દોષી માન્યા કરશે..
થોડુંક સમજાવવાની, અને થોડુંક સમજવાની જરૂર છે.. બાળક એ આપણું આવતીકાલ છે શા માટે આપણે આપણી આવતીકાલને અંધારામાં નાખીએ..

Read More

તમને દિલ અને દિમાગ.. બેમાંથી કોઈ એકનું સાંભળવાનું કહેવામાં આવે તો તમે કોનું સાંભળો..
મોટાભાગે લોકો એવું જ કહેશે કે દિલનું સંભળાય.. કારણ કે દિલ હમેશા સાચું જ કહે..
અત્યાર સુધી મારુ પણ એવું જ માનવું હતું કે.. દિલકી સુનો.. દિલ ચાહે કરો..
પણ આ દિલનું સાંભળી સાંભળીને આજે હું એકદમ લાગણીશીલ થઈ ગયો.. મતલબ સાવ ઘાટામાં ગયો..
હૈયે ભાવ જન્મે.. અને ભાવથી જન્મે હેત.. અને હેત વધે ત્યાં તમે હારી ગયા..
હવે થાય છે કે કાશ પહેલેથી જ મેં દિલને એક તરફ મૂકીને મારા મગજની સાંભળી લીધી હોત.. તો આજે આટલો ઘાટો થયો જ ના હોત..
આ છળની દુનિયા છે અહીંયા નિર્દોષલાગણીની કોઈ જ કિંમત નથી..

Read More

''પરેશ.. એક નંબરનો મતલબી છે એની પાસે કોઈના માટે સમય જ નથી.. એને ક્યાં કોઈની પડી છે.. સાવ સ્વાર્થી છે એ તો.. એની સાથે દોસ્તી..! અરે એકદમ બોરિંગ માણસ છે એ..''
આ જ તો હું સાંભળતો આવ્યો છું અત્યાર સુધી.. હું કેવો છું તો સાવ બોરિંગ.. મને કપડાં પહેરવાની સેન્સ નથી.. મને કોઈની સાથે વાત કરવાની ભાન નથી.. બધાને લાગે છે કે હું એટલે.. હું સાવ પાગલ જ છું..
મને એ જ નથી સમજાતું કે બધા મને શું કામ જજ કરે છે.. શુ હું નોર્મલ માણસ નથી..? શુ હું ખરેખર પાગલ છું..?
સાચું કહું તો હું પોતે જ પોતાનો દુષમન છું.. શુ જરૂર છે મારે આવા ફાલતુ લોકોની બકવાસ સાંભળવાની શા માટે હું બીજાઓની જેમ આવી ફાલતુ વાતોને ઇગ્નોર નથી કરી શકતો..
નાની નાની પ્રોબ્લેમ્સમાં હું હાર્યો છું.. કે પછી જાતે જ મેં મારી હાર સ્વીકારી લીધી.. કારણ કે હું સાવ લુઝર છું.. મને લડતા જ ક્યાં આવડે છે.. પરિસ્થિતિઓ થી ભાગવામાં તો હું માહિર છું..
આજે જાતે જ મેં મારું સંપૂર્ણ કરિયર ખતમ કરી નાખ્યું..
પરેશ મકવાણા શુ કરે છે તો કઈ નહીં.. ઝીરો..
દિવસે ને દિવસે હું જાતે જ બનાવેલા અંધકારના કિલ્લામાં અંદર ને અંદર ધકેલાતો જાવ છું ક્યાંક એમાં જ સાવ અદ્રશ્ય થઈ જાવ એ પહેલાં જ મારે આંખ ખોલવી પડશે..
ડૂબતો માણસ પણ પોતાની જાતને બચાવવાના પ્રયાસો તો કરે જ છે.. મારે પણ કરવા જ જોઈએ..
એક સમય એવો પણ હતો કે ખુશી મારા ચહેરા પરથી હટવાનું નામ જ નોહતી લેતી.. અને આજે તો મને એ પણ યાદ નથી કે હું છેલ્લે હસ્યો ક્યારે હતો..
આજથી જ.. હું મારી જિંદગી ને નવી દિશા નવી રાહ આપવા જઇ રહ્યો છું..
કાલથી નવો દિવસ, નવી શરૂઆત.. અને નવી જ વાર્તાઓ.. તમને શું લાગે છે કે હું ફરી એ નકારાત્મકતાની ખાણમાં ધકેલાઈ જઈશ કે પછી.. જિંદગીની નવીજ દિશાઓમાં નવા શ્વાસે ઉડાનો ભરીશ..

Read More

અત્યાર સુધી ઘણી હતી ફરિયાદો એ જિંદગી..
પણ થાય છે હવે.. તે ક્યાં ઓછું આપ્યું છે મને..
પહેલા લાગતું શુ છે મારી પાસે..
પણ હવે થાય છે તે વણમાંગ્યું ઘણું આપ્યું મને..

Read More