કોઈના જીવનમાં આવવાથી જિંદગી કેટલી બધી બદલાઈ જાય... નહિ ??? મારી સાથે પણ કંઈક આવું જ થયું. એના આગમનથી હું સાવ જડમૂળથી બદલાઈ ગયો. મારા શબ્દો, મારી વાર્તાઓ, મારા આર્ટિકલમાં જાણે એક નવો જ નશો ચઢી ગયો. પહેલા માત્ર લખવા માટે લખતો. આજે ચોક્કસ લક્ષ સાથે લખી રહ્યો છું. જીવનના ઘણાં ઉતાર ચઢાવ જોયા. ઘણી વ્યક્તિઓનો ભેટો થયો. પણ દિલને સ્પર્શી જાય એવી એક જ વ્યક્તિ આ જીવનમાં મળી. ઓછા શબ્દોમાં એના વખાણ કેમ કરું ? એ આજે મારા જીવનમાં નથી પણ મારુ જીવન બની ગઈ.. એ છે મારી"કેપ્ટન".

હા. ઘણું બધું ખાનગી છે મારા જીવનમાં,

તું ખાનગી... નથી બતાવી શકતો દુનિયાને કે તું મારી છે..!!

તારી વાતો ખાનગી.... કરી નથી શકતો તારી વાતો કોઈને..!!

પ્રેમ ખાનગી...દુનિયા સામે પણ ક્યાં જાહેર કરી શકું છું મારા પ્રેમને..!!

મુલાકાતો પણ ખાનગી... ના જતાવી શકું છું તારી સાથેની મુલાકતોને..!!

ભલે રહ્યું ખાનગી બધું, તોય તારા દિલમાં મારો પ્રેમ જાહેર છે, ફરક નથી પડતો મને દુનિયાને કઈ બતાવવાનો, બસ તું મળે તો ખાનગી પણ મારા દિલને મંજુર છે !!!

#કેપ્ટન @શ્યામ

#ખાનગી

Read More

એક તું ના હોય ત્યારે નિષ્ક્રિય લાગે આ સઘળું વિશ્વ
સુનકાર વ્યાપી જાય છે, દરેક દિશામાં, ઘરના દરેક ખૂણામાં,
ઘડીભરનો સમય કાઢી કરી લે ને બે મીઠી વાતો સનમ,
એકલતાનું આ દર્દ હવે મારા હૈયાને કોરી ખાય છે !!!

#કેપ્ટન @શ્યામ

#નિષ્ક્રિય

Read More

Nirav Patel SHYAM લિખિત વાર્તા "લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૩" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19881704/lockdown-21-day-39-s-3

મારા હૈયામાં તારા નામનો પાસવર્ડ એન્ટર કર્યો,
ત્યાં ખુલી તારા નામની સઘળી આ યાદો...!!!
તારા સિવાય કંઈ બચ્યું છે ક્યાં હવે દિલમાં,
જોઈ લે આમ તેમ ફંફોસી મારી જાતને,
મળશે આપણી ઘણી મૌન મુલાકાતો...!!!
આપ્યું છે એ કેમ ભૂલાય હવે મારાથી ?
સંગ્રહી રાખ્યું છે લોકડાઉન કરી આ હૃદયામાં,
તારા જ સ્મરણો, તારી જ ખાટી મીઠી વાતો...!!!


#કેપ્ટન @શ્યામ
#પાસવર્ડ

Read More

Nirav Patel SHYAM લિખિત વાર્તા "લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૨" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19881701/lockdown-21-day-39-s-2

ચિત્ર તારું જ આ હૃદયે કોતરાયેલું છે,
જો સમય મળે તો દિલમાં ડોકિયું કરી જોઈ લેજે !!!


કેપ્ટન @શ્યામ
#ચિત્ર

Nirav Patel SHYAM લિખિત વાર્તા "લોકડાઉન-૨૧ દિવસ - ભાગ -૧" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19881686/lockdown-21-day-39-s-1

એક નવી નવલકથા.. લોકડાઉનના-૨૧ દિવસોના ૨૧ અનુભવને વર્ણવતી એક હૃદયસ્પર્શી કથા, જરૂર વાંચજો, અને વાંચીને કોમેન્ટમાં તમારા અનુભવ પણ જરૂર જણાવજો...

Read More

जो तुम भटकोगे अभी भी बाजारों में,
फिर लटकोगे घर की दीवारों पे,
यह कोरोना है, कोरोना, समझना बाबू,
भटकना छोड़ घर मे घरवालो के साथ जिंदगी के मज़े ले !!!

#भटकना

Read More

ભટકવું છે મારા તારા પ્રેમની ગલીઓમાં,
પાગલ બનીને, ઘાયલ બનીને, શાયર બનીને..
ના હોય મને હોશ તારા પ્રેમના નશામાં ચકચૂર થઈને,.
મધહોશ બનીને, બાહોશ બનીને, ગાફિર બનીને...
થામી લે જે હાથ, જો બહેકી જાઉં તો...
હમદમ બનીને, મંઝિલ બનીને, સાથી બનીને....!!!

#કેપ્ટન @શ્યામ

#ભટકવું

Read More