મિત્રો તમે મને તમારા પ્રતિભાવ whatsapp તથા મેઈલ પર આપી શકો છો My Whatapp Number-8238869544 Email- avichal.abrs.1996@gmail.com

તું આદિ, તું અનંત
હે શિવ મારું સર્વસ્વ તું

અમ જીવના જન્મદાતા શિવ
અમ જીવના ઉદ્ધારક શિવ

સૃષ્ટિના સર્જેનહાર શિવ
સૃષ્ટિના પ્રલયકર્તા શિવ

Read More

ત્રણ પૂર્ણ અવતાર શ્રીવિષ્ણુના
રામ ક્રિષ્ના કલ્કિ
નર પૂર્ણપુરષોતમ પરમેશ્વર

ત્રણ યુગના અંત વિષ્ણુહસ્તે
રામ હસ્તે રાવણવધ
ક્રિષ્ના દ્વારા મહાભારતનું નિર્માણ
કલ્કિ કરશે કલિ અંત

શ્રી સદાય રહી વિષ્ણુસંગે
સીતા રૂપે કર્યું યુગપરિવર્તન
મહાલક્ષ્મી રૂપે નિભાવ્યો કૃષ્ણનો સાથ
પદ્મા સ્વરૂપે કરશે નવનિર્માણ

Read More

રુદ્રની રાહ પર ચાલુ અડગ મનથી
પ્રાપ્ત કરી રુદ્ર ની ઉદારતા
બનું અજેય રુદ્રભક્ત


ક્રિષ્નાપદેશ નું સ્મરણ કરું એકાગ્રહતાથી
મેળવું આત્મદર્શન નું જ્ઞાન
બનું ઉત્તમ અર્જુન


શક્તિનું પૂજન કરું મક્કમતાથી
અર્પણ કરું દ્રઢ ભક્તિ
બનું શક્તિ રક્ષક

Read More

એ ખુદા ઇનાયત કર મુજ માનવ પર
દે મને સદબુદ્ધિ ને જ્ઞાન

એ ખુદા ઇનાયત કર અમ જીવ પર
દે અમને જ્ઞાનપ્રકાશ

એ ખુદા ઇનાયત કર તારા બાળકો પર
બતાવ રાહ સાચું જીવન જીવવાનો

એ ખુદા ઇનાયત કર અમ ફૂલ સમાં જીવનપુષ્પ ઓર
માર્ગદર્શન કરો અમારું સૃષ્ટિસમાં મહાસાગરમાં

એ ખુદા ઇનાયત કર
બતાવ માર્ગ આપ સમીપ આવવાનો

Read More

એ ખુદા ઇનાયત કર અમ માનવ પર
અપર્ણ કરું તને મઘમધતુ જીવનપુષ્પ મુજ સમું

એ ખુદા ઇનાયત કર એ તારી ધરતી પર
કરું તને બંદગી રોજ અજવાળે આથમણે

એ ખુદા ઇનાયત કર એ તારા સંતાનો પર
કરું તને અરજ રહેમ ની

એ ખુદા ઇનાયત કર એ સમસ્ત સંસાર પર
દે માફી અમારી ગલતી ની

એ ખુદા ઇનાયત કર
રક્ષા કર અમ જીવો ની

Read More

ઈશ ની ઇનાયતથી થયું મિલન
આદમ - ઇવ નું

ઈશ ની ઇનાયત થકી
પ્રાપ્ત થઈ ધરતીને હરિયાળી

ઈશ વિના નથી તેની ઇનાયત
છે સર્વસ્વ ઇનાયત થકી

માર્ગ મળે મુસાફર ને
મંઝિલની ઇનાયત થકી

Read More

હે શિવાય ,હે રુદ્રરચિયતા
હે જતીન, હે શિવભક્ત

હે પંક્તિપ્રેમી, હે શ્રીપ્રેમી
હે કલમધારક, હે સ્થપતિ

હે ગુરુદેવ, હે જ્ઞાનભક્ત
હે સાહિત્યસર્જક, હે શિવાય

મિત્રદિવસે મારા તરફથી આપને અભિનંદન 🙏🙏🙏🙏

Read More

છે મારી પ્રાણશક્તિ તે
છે મારા પ્રેરણારુપ તે

છે મારી કળાનું કારણ તે
છે હિમતના સ્ત્રોત તે

છે મારી શક્તિ અને સાહસ તે
છે મારી મંજિલની રાહ અને સાથી તે

છે મારી પ્રત્યેક રચના સમર્પિત તેમને
છે મારું મિલન મારા ધ્યેય સાથે કરાવનાર તે

છે મારું સર્વસ્વ તે
મારા મિત્ર મારુ સર્વસ્વ છે.

મારા તમામ મિત્રોને Friendship Day ના ખૂબ ખૂબ અભિનંદન

Read More

લીલા નાજુક ઘાસનો સ્પર્શ,
અપાવે છે યાદ તારી સોનેરી ઝુલ્ફોની

ઝરમર વરસતો વરસાદનો અવાજ
અપાવે છે યાદ તારા મધુર કંઠની

આકાશમાં રહેલા વાદળ
અપાવે છે યાદ તારા ગાલ પર પડતાં ખંજનની

આકાશમાં થતાં વીજળીના ચમકારા
અપાવે છે યાદ તારી વેધક નજરની

વરસાદથી ભીની માટીની સુગંધ
અપાવે છે યાદ તારા બદનની મનમોહક સુગંધની

Read More