ગુજરાતી સાહિત્ય વાંચવાનો ખૂબ જ શોખ છે. મનમાં ઉઠતાં લાગણીનાં પ્રવાહને શબ્દોનું રૂપ આપી જાણું છું. લેખન કાર્યનું આવું સરસ પ્લેટફોર્મ આપવા બદલ " માતૃભારતી " નો હૃદયપૂર્વક આભાર વ્યકત કરું છું. આપ આપનાં અંગત અભિપ્રાય મારા Whatsapp No. 9106850269 પર મોકલી શકો છો... ખૂબ ખૂબ આભાર...

उन नामर्दो की कायरता से शर्मसार है पूरी मानवजात,
तुम्हारी एक-एक चीख की कल्पना से नम है ये अखियां।
                                   हम सब शर्मिंदा है बिटियां...!!

तुम्हारे लहु का कतरा-कतरा बारबार हमसे ये पूछ रहा है,
मैं लाचार थी, लेकिन क्या आपने भी पहेन रखी है बेड़िया ?
                                   हम सब शर्मिंदा है बिटियां...!!

न जाने तुम कितनी तड़पी होगी, कितनी गिड़गिड़ाई होगी,
तुम्हारी इस बर्बर बेबसी को याद रखेगी आनेवाली पीढ़िया।
                                   हम सब शर्मिंदा है बिटियां...!!

वो बेगुनाह हजार बार प्रश्न करेगी सत्ता के साहूकारो से,
मिटाने को मेरा अस्तित्व क्या कम पड़ गयी लकड़िया ?
                                   हम सब शर्मिंदा है बिटियां...!!


             तु ना आना इस देश मेरी लाड़ो...!!

लेखक :- बादल सोलंकी

Read More

નાનકડી ઢીંગલી જેવી રૂડી-રૂપાળી ને રહે હંમેશા સતેજ,
જો નામ પૂછો તો નેન ડોલાવતી કહે ત્વીષા મૌલિક પટેલ.

જૂહી-પ્રિયંકા કે પછી હોય માધુરી સૌ છે તેનાં જ દીવાના,
આ ચૂલબૂલી નૌટંકી ક્વીને તો મન મોહી લીધા છે બધાનાં.

તેનાં એક્સપ્રેસન નિહાળી સૌની આંખો રહી જાય છે દંગ,
આ બિંદાસ અમદાવાદી છોકરીએ મચાવી દીધો છે હડકંપ.

તેની અલગ ડાન્સિંગ સ્ટાઈલ જોઈ સૌ કોઈ છે હૈરાન,
તેનાં જેવો જ છે તેનો બેસ્ટ ફ્રેન્ડ એવો ટચૂકડો વિહાન.

ચારેકોર બસ ત્વીષાની તારીફોનાં જ તોરણ બંધાયા છે,
તેને વ્હાલ કરવાં ખુદ ભગવાન પણ ધરતી પર આવ્યાં છે.
                          
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

Read More

તા. 14/02/2019 નાં રોજ પુલવામા (કાશ્મીર) માં થયેલા આતંકી હુમલામાં આપણાં દેશે 42 અમૂલ્ય રત્નો ગુમાવ્યાં છે. આ હુમલાથી સમગ્ર દેશ અત્યંત દુઃખી છે. હું શહીદ થયેલા આપણાં જવાનોને મારી આ કવિતા દ્વારા શબ્દોરૂપી શ્રદ્ધાંજલિ અર્પુ છું...

?????

જવાન છું


મારી  માતાનાં  ઘડપણનો જો કે એક  માત્ર આધાર છું,
પણ આ પવિત્ર ધરતી કાજે હજાર વાર મરવા તૈયાર છું.

                                       કેમ કે હું જવાન છું...

જઈને કહી દો દુશ્મનોને  કે હવે તેમની ઔકાતમાં રહે,
જેને  આસમાન પણ ના ઝુકાવી શક્યું એવો પહાડ છું.

                                        કેમ કે હું જવાન છું...

સરહદ પારની કડવી હવા મારુ કંઈ નહીં બગાડી શકે,
લાખ આંધીઓની વચ્ચે પણ જલતો એક ચિરાગ છું.

                                        કેમ કે હું જવાન છું...

બંદુકમાંથી ગોળી  છોડતાં  પહેલા સો વાર વિચારી લેજો,
મારા દેશ પર ચલાવાતી દરેક ગોળીનો આખરી જવાબ છું.

                                        કેમ કે હું જવાન છું...

ભૂલી જજો હવે શાંતિ અને સૌહાર્દની એ જૂની વાતો,
અનેક  દગા ખાઈને ઊભું થયેલું હું નવું હિન્દુસ્તાન છું.

                                        કેમ કે હું જવાન છું...


- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

Read More

આંખોની અદાકારી :-

તમારી પ્રતિક્ષામાં રાતમાં ગમગીની છવાઈ ગઈ,
આપનાં પગરવનાં અવાજથી ચાંદની પણ હરખાઈ ગઈ.

દિલમાં ડેરો જમાવીને બેઠી હતી તમારી યાદો,
આપનો એક મીઠો ટહુકો સાંભળી એ ફેંદાઈ ગઈ.

તમારી એક વાતમાં જ ખબર નહીં ક્યારે આખી રાત વીતી ગઈ,
તમારા માટે તો રાત પણ મારા માટે તો આખી કાયનાત નીકળી ગઈ.

તમારું મહેકતું મુખડું જોઈ ફૂલોને પણ ઈર્ષા થાય છે,
કે આ પાપી ધરતી પર આવી સુંદરતા ક્યાંથી ખીલી ગઈ.

તમારી આંખોની અદાકારીને જરા સાચવીને વાપરો,
એવું જાણવાં ન મળે કે, તમારી કાજળને પણ આંખ નીકળી ગઈ.

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

【 આપ મારી લખેલી Stories પણ MatruBharti App પર વાંચી શકો છો. 】

Read More

પ્રેમનો વાયરો...

જે વાત મનમાં છે તે શબ્દોથી તોલાય નહીં,
તમને કહ્યાં વગર પણ રહી શકાય નહીં;
કોણ ખખડાવે છે મારા સ્વપ્નનું બારણું,
હું રોજ ખોલીને જોઉં પણ કોઈ દેખાય નહીં.

શોધી રહ્યો છું હું મારી જાતને તમારામાં,
જેમ કોઈ શોધે પોતાના સ્વજનને તારામાં;
દુનિયાને શું ખબર કેવો છે પ્રેમનો વાયરો ?
કેમ કે સ્વાર્થી લોકો વચ્ચે તો તે ફૂંકાય નહીં.

સમજી ગયા છે બધાં એકબીજાનાં સ્વભાવને,
માની રહ્યાં છે શ્રેષ્ઠ બસ પોતાના જ પ્રભાવને;
દુનિયાનાં લોકોની આ વાત  મને સમજાય નહીં,
કે સામેથી આવતાંને કેમ છો ? પણ પૂછાય નહીં.


- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

【 આપ મારી લખેલી Stories પણ MatruBharti App પર વાંચી શકો છો... 】

Read More

નજર...

આમ નજરથી નજર ન મિલાવશો તમે,
જો નજર મળી ગઈ તો ગમી જઈશું અમે.

નજરમાં તમારી વસી ગયાં તો ભૂલાવી નહીં શકો,
મનમાં ઉછાળા મારતાં આવેગોને સમાવી નહીં શકો.

તમે ચલાવેલા નજરોનાં તિરથી અમે એવાં વીંધાયા,
પારધીનાં એક વારથી જાણે હજારો પંછી ચીંધાયા.

તમારી નજરોની નજરકેદમાં એવા તે ફસાઈ ગયાં,
જાણે મારા પોતાના નયનો જ મારાથી રિસાઈ ગયા.

નજર - નજરમાં જ થઈ જશે બે દિલોનાં ફેરા,
પછી કહેતાં નહીં અમને જણાવ્યું નહોતું તે વેળા.

ક્યારેક થાય સૂરજ ને તમારી વચ્ચે હરીફાઈ અગર,
તો તેને પણ આથમવા મજબૂર કરી દે તમારી નજર.

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો. 】

Read More

ઓ ખુદા...

ઓ ખુદા જો છે તારું અસ્તિત્વ
                       તો મને બસ એક પુરાવો દે ,
એક રૂપિયા માટે તરસતા નાના હાથમાં
                       કોઈવાર તો ખુશીઓનો ખજાનો દે.

ભડભડ થઈને બળી રહ્યું છે
                      મારું હૈયું દાવાનળની જેમ ,
હવે તો તારો અભિમાન છોડીને
                      તેને ઠારવા બાદલને તો ઈશારો દે.

કંટાળી ગયો છું આ ધરતીનાં હવા
                       માટે તડપતા શહેરો જોઈને ,
મને તારી જન્નતની હવા લેવાનો
                        એકવાર તો વારો દે.

ડૂબી ગઈ છે ન જાણે કેટલીય નૌકાઓ
                        લહેરોનાં દાવપેચથી હારીને ,
બીજુ કાંઈ નહીં તો દયા રાખીને
                        મરદાને તો કિનારો દે.

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો. 】

Read More

લવની મેટર...

તને તો ફક્ત એક આશિકની આવારગી જ દેખાય છે,
હજારો દિલોમાં સુલગતી જ્વાળાઓ ક્યાં કળાય છે ?


તારી આંખો જ કાફી છે બધાને કરવા હિપનોટાઈસ,
હે રૂપની રાણી હું તને જ બનાવીશ મારી ભાવિ વાઈફ.


તારા ગુલાબી અધરોમાં છે મધથી પણ વધારે મીઠાશ,
તારા એક સ્મિતથી તો ધરતી પર થવા લાગે છે ઉલ્કાપાત.


પવનની લહેરખીને પાગલ કરી મૂકે છે તારી ઝુલ્ફોની મોહજાળ,
ઘણીવાર ઈચ્છા થાય છે કે હું પણ તેમાં ફસાઈ જાઉં એકવાર.


તારા સ્નેહનાં સરનામા પર લખીને મોકલ્યો છે મેં એક લેટર,
આશા છે કે એટલા જ સ્નેહથી તું વાંચીશ મારી લવની મેટર.

તારા હાથનાં સુંવાળા સ્પર્શથી મારી ધડકનો થઈ જાય છે તેજ,
માનવીઓ તો શું તારી એક ઝલક માટે સ્વર્ગથી ઉતરી આવે છે દેવ.

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો...】

Read More

પ્રીતનો રંગ...

ચંદ્રમાની ચાંદનીનો પણ બસ એક જ સવાલ છે,
ધરતી પર વિહરતી આ રૂપયૌવનાનો શું રૂઆબ છે.

જેઓ કહે છે કે ગાય ને છોકરી વાળો ત્યાં જાય,
એ લોકો માટે તો તે એક હળહળતો જવાબ છે.

એ ફરે છે જ્યારે વેરાન રસ્તા પર નકાબ પહેરીને,
સૂરજ પણ બોલી ઊઠે છે વાહ !!! શું કમાલ છે.

મજનુઓ તો ઠીક કુદરત પણ તેની અદા પર કુરબાન છે,
પણ તમને સામે ચાલીને કહે તેવી ક્યાં કોઈની મજાલ છે.

તમારી સથવારે વહેલાં ઘર માંડવું હવે એક માત્ર ખ્યાલ છે,
જો હોય ખુદાનાં દરબારમાં પેશી તો પણ મારુ આ જ બયાન છે.

તમારી કાતિલ નજાકત પર સંઘરી રાખેલ મેં ઘણાં ઉદગાર છે,
તમને કેવી રીતે જણાવું કે તમારી પ્રીતનો રંગ મારી ઉપર સવાર છે.

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો 】

Read More

નિરજ

શાંત સ્વભાવ, મક્કમ મનોબળ અને હૈયે છે ધીરજ,
સાદગીની છે મૂરત એ નખરાળી છોરીનું નામ છે નિરજ.

સોહામણો ચહેરો, ગુલાબી હોઠ અને દિલમાં છે એક સ્વપ્ન,
તેને પાર પાડવા ખુદ કુદરત પણ કરી રહી છે તેની સાથે પ્રયત્ન.

તેની મસ્ત ચાલથી પાગલ બની બેસે છે તેનાં પગની પાયલ,
તેનાં નિર્દોષ સ્મિતથી ન જાણે કેટલાયને કરી દીધાં છે ઘાયલ.

એનાં હાથનાં એક મૃદુ સ્પર્શથી મરદાઓને પણ શ્વાસ મળે છે,
પણ તે ઝુકાવે છે જ્યારે તેની પલકો તો જાણે કત્લેઆમ કરે છે.

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો. 】

Read More