પાગલ

લાગણી તડપી ગઈ
તારા પ્રેમમાં પાગલ
દિલ ઝંખી રહ્યું તને
તારા પ્રેમમાં પાગલ...

મળવા બેતાબ છું
તુજને ઓ સનમ
જીસ્મ તડપી રહ્યું
તારા પ્રેમમાં પાગલ...

સમાઈ જાઉં તુજમાં
હવે ઓગળીને હું
ટીપે ટીપે વહી લઉં
તારા પ્રેમમાં પાગલ...

પ્રેમરસ નિતરી રહ્યો
મારી ભીતર થી હવે
પીવા આવ તું જલ્દી
તારા પ્રેમમાં પાગલ...

અમુલ મોતીડું તારું
આવ વીંધી દઉં હવે
તડપીને ખોવાઈ જાઉં
તારા પ્રેમમાં પાગલ...


ભીનાશ આ પ્રેમની
આવ માણી લઉં હવે
પ્રેમરસ વહી રહ્યો
તારા પ્રેમમાં પાગલ...


તારી યાદમાં "બકુલ"
"કલ્પના" ધબકી રહી
વરસી નહિ "ચાંદની"
તારા પ્રેમમાં પાગલ...

- બકુલની કલમે.. ✍️
ગઝલ
19 Sept 2021
01.39

Read More

ખબર નહોતી..

અચાનક થશે અહીં
મુલાકાત ખબર નહોતી
દિલમાં વહી લાગણી
એની ખબર નહોતી...

સાથીની તલાશમાં
હૃદય તડપી રહ્યું ઘણું
દીદાર થશે અહીં
એવી ખબર નહોતી..

પ્રીત ઝંખી રહ્યો ચકોર
હજી એના ચાંદ  ની
વરસું કે નહિ? એવી
ચાંદનીને ખબર નહોતી..

ઝખ્મ તારા હૃદયના
આવ ચૂમી લઉં "બકુલ"
"કલ્પના"માં વહી રહી
ગઝલ ખબર નહોતી...

- બકુલની કલમે..✍️
ગઝલ
15 Sept 2021
05.30

Read More

એહસાસ

ચાહતની શું વાત કરું
એતો થઇ જાય..
લાગણીની શું વાત કરું
એતો વહી જાય
પ્રીતમાં નથી હોતી કોઈ
રીત "બકુલ"
મધુર એહસાસ છે
એતો થઇ જાય...

- બકુલની કલમે.... ✍️
લાગણીનાં ટપકા
14 Sept 2021
01.30

Read More

આજ દિલની વાત તને, હવે કહી લેવા દે
વહી છે લાગણી એને, મુક્ત વહી લેવા દે

ખામોશ મહોબ્બત, ક્યાં સુધી કરું હવે?
પ્રેમ નો એકરાર હવે, મને તું કહી લેવા દે

એકલતા ભોંકાઈ રહી, જો કાળજે મારા
દિલ ના દર્દ બધા હવે, મને સહી લેવા દે

ચાંદ તારી ચાંદની, ક્યાં ખોવાઈ રહી?
ઢોળી દે મુજ પર , મને નાહી લેવા દે

શીદને બંધ રાખ્યા છે,તે કમાડ દિલ ના
મારું ટકોરા ઉઘાડને,દિલમાં રહી લેવા દે

કલ્પના વહી ગઈ "બકુલ"ના હૃદયમાં જો
તારી યાદમાં આ ગઝલ, મને કહી લેવા દે

-બકુલની કલમે..✍️
ગઝલ
2nd Sept 2021
01.07

Read More

જોયા નથી તમને  પડદો પાડી ના રાખો
વહે લાગણી હૃદયની બારી ઉઘાડી તો રાખો

વીતે છે સવાર સાંજ ગમગીન અમારી જુવો
આશક પર એક નજર આડી તો રાખો

દેખાયા નથી તમે કેટલાય દિવસોથી   નજર અટકી છે એ બારી ઉઘાડી તો રાખો

વિતાવી છે હર સાંજ યાદોમાં તમારી
ઝુલ્ફ આડેથી નજર તીરછી તો રાખો

"કલ્પના" વહી ગઈ "બકુલ" ના હૃદય મહીં
લાલ ઇશ્કની મુલાકાત એક પ્યારી તો રાખો

-બકુલની કલમે...✍️
ગઝલ
28-08-2021
08-56

Read More

ઓલ્યા નટખટ ગોવાળિયાને કહી દો
કે વાંહળી વગાડતો નઈ..
મારું હૈડુ હવે હાથ નથી રે'તુ..
કે વાંહળી વગાડતો નઈ..

વે'લી ઉઠીને હું તો કામે વળગતી
ઘમ્મર વલોણે મહિડાં વલોવતી...
ઓલ્યા માખણચોરને કહી દો
કે મટુકી ફોડતો નઈ...

જળ જમુનાએ હું તો બેડા રે ભરતી
ઝાકમઝોળ હું તો પાછી રે વળતી....
ઓલ્યા તોફાની કાનુડાને કહી દો
કે કાંકરી મારતો નઈ...

મુખડુ જોઈને હું તો લાજી રે મરતી
ભાન ભૂલીને હું તો ભૂલી રે પડતી...
ઓલ્યા કામણગારાને કહી દો
કે મોરપંખ લગાડતો નઈ...

જમુનાજીમાં હું તો ના'વા રે જાતી
સખીઓ સંગાથે હું તો કિલ્લોલ કરતી
ઓલ્યા "બકુલ" સખાને કહી દો
કે ચિર મારા ચોરતો નઈ...

-બકુલની કલમે..✍️
ભાવગીત
30-08-2021
જન્માષ્ટમી
09.30

Read More

ચાંદ

ખબર નથી ક્યાં ખોવાયો એની
આ ચાંદ પણ બહુ શાતીર છે
ઘાયલ કરે છે પૂનમ ની ચાંદની
દિલ ધડકે બકુલ એની ખાતીર છે..

-બકુલ

Read More

આહ જીંદગી..

મળી છે  તો જીવી લો
ફરી જીંદગી મળે ના મળે
ગમ કે ખુશી..એ તો જશે
ફરી જીંદગી મળે ના મળે..

સમાજ ના રીતિ રિવાજો
કેટલા પાળવાના હજી?
આ દિલ નું શું? ધડકવા દો
ફરી જીંદગી મળે ના મળે..

નિયમો બધા અહીં શું
સ્ત્રી ને જ લાગુ પડે છે?
જીવી લો મુક્ત બની હવે
ફરી જીંદગી મળે ના મળે...

દર્દભર્યા આ જગત ના
દુઃખ ક્યાં જઈ અટકશે?
લૂછી લઉં કોઈ ના આંસુ
ફરી જીંદગી મળે ના મળે..

જગત ની જંજાળ આ
ખત્મ નથી થવાની કદી
જીવી લો મન ભરી ને "બકુલ"
ફરી જીંદગી મળે ના મળે...

-બકુલ ની કલમે...✍️
ગઝલ
07-06-2021
O7.30

Read More

ચાહુ છું...

તમને ચાહુ છું
હૃદયથી
તમે ભલે માનો
કે ના માનો,
મળો કે
ના મળો
પણ
હું...
તમને ચાહુ છું
હૃદય ના ઊંડાણથી
તમારા
રોમે રોમ ને
સમગ્ર
અસ્તિત્વ ને
તમારા  ગમા,
અણગમાને
તમારી જીદ,
રીસ, ગુસ્સાને
ચાહુ છું.
છે  ચાંદ વગર તો
ચાંદની સુની.
થશે ઉજાગર
સાથ
ચાંદ નો પામીને
એ અનુપમ
એવી
ચાંદનીને
ચાહુ છું.
નથી કોઈ જ અપેક્ષા
મને
તમે ચાહો કે
ઠોકર મારી શકો છો
આ દિલને,પણ
હવે લાગણી વહી છે
આ પાગલ દિલમાં થી
તમને ચાહુ છું.
હરપળ તમે
યાદ બનીને
ધબકી રહો છો
આ હૃદયમાં હવે
ધડકન
કહી રહી છે
તમને ચાહુ છું.
સમજુ છું હું
છે  અહીં
રીતિરિવાજો, સમાજોની
નીતિનિયમો ભરેલી
મર્યાદામાં ડૂબેલી
આ દુનિયા..
પણ
ક્યાં સમજે?
મહોબ્બત ફરહાદ-એ-મજનુ
શીરી-લયલા માટે
એ તો
કાયમ ધબકવાની.
હા
છું "મહોબ્બત નો આશક"
એને જ
ખુદા માનનારો "કલ્પના" માં ડૂબી
"બકુલ"
તમને કહુ છું
વારંવાર
તમને ચાહુ છું.

-બકુલ ની કલમે...✍️
08-06-2021
06.05

Read More

રંગ નો રસિયો..

પામી શકું તમને એવા
સપના ના જોઈ શકું
સપનામાં  તમને પામું
એવી લાયકાત નથી...

સૌંદર્ય તમારુ ઘણું
ખુબસુરત છે  "આશક"
ફિદા છે  કુરબાન થવા
દિલમાં કરાર નથી...

મહેકી રહ્યું છે ચમન
તમારી ખૂશબો વડે
સુગંધ શું પ્રસરાવે હવે
ફૂલની ઔકાત નથી...

સંભળાય તમને જો
ધડકન સાંભળો સનમ
મહોબ્બતની વાત છે
બસ બીજું કાંઈ નથી...

જીંદગી ગુજારી છે
અમે તો ઇન્તજારમાં
નજર ભરી પી લઉં
તમને બીજી આશ નથી...

રંગ તો ઘણો ભર્યો છે
આ રસિયા માં સનમ
કેમ રમું ? આ જીવનમાં
સાથે કોઈ રમનાર નથી

દીવાનગી માં હવે
ઘાયલ બની ગયો ગાફિલ
લાગણી સ્વીકારશો ?
હવે પ્રેમ ની તલાશ નથી...

"કલ્પના" ની સ્યાહી ભરી
ગઝલ લખુ છું "બકુલ"
વાંચી લેજો તમે પ્રેમથી
ઇશ્ક સિવાય કાંઈ નથી...

-બકુલ ની કલમે...✍️
ગઝલ
30-05-2021
04.00

Read More