Hey, I am on Matrubharti!

*સ્ત્રી છું હું શકિત છું..*

હું નામ કેવળ છું નહીં
આરાધના ને ભકિત છું
સુંદર હા હુ છું કે નહીં
હ્રદય થી હા પવિત્ર છું
સ્પર્શો તો હું દાહક નહીં
છેડો તો હા હું અગ્નિ છું
મજબુર હા માનો નહીં
મજબુત હું કાંડાથી છું
કોમળ છું હા નબળી નહીં
હું વાઘ પર હા સવાર છું
લક્ષ્મી શારદા ફક્ત નહીં
જો વીફરુ તો મહાકાળી છું
અબળા છું હું કહેતા નહીં
તલવાર હું ને ચક્ર છું
ધારો તો હું કશું છું નહીં
માનો તો આધ્ય શકિત છું
હું પ્રેમ છું નફરત નહીં
પણ કાળ નો સંહાર છું
નવ દિન કે નવ રાત્રી નહીં
હું સતત છુ સર્વત્ર છું
મને મૂર્તિ માં શોધો નહીં
સ્ત્રી સ્વરુપે ઘરમાં છું

હા સ્ત્રી છું હું શકિત છું

બંસી મોઢા

Read More