Your Story Is History And My Story Is Mystery. AGRICULTURE IS OUR CULTURE

ગુર્જર દેશ

મીઠાં બોલા માનવી કોઈનું દલડું ન દુભવે લેશ,
જયાં માનવતા મહેકી ઊઠે એવો મીઠડો ગુજૅર દેશ.

જયાં છંદ,  દુહા કરતા ને રાસડા લોકગીતો ની સરવાણી,
જયાં શૌર્ય, અહિંસા સંસ્કૃતિ ની સરિતા ના વહેતા પાણી.

જયાં આભ ઉઠેલા આભ ને આંચળ મધ મીઠી એ રેવાણી,
જયાં ગૌરવ સમ ગુજરાત તણાં નર્મદ, અવિનાશ ને મેઘાણી.

અતિથિ -તિથિ આવે જોને આંગણે તેની સરબના થાય વિશેષ,
એ એને ખાનપાન ને  સન્માન મળે એવો મીઠડો ગુર્જર દેશ.

જયાં પાકયા સંતો, શૂરા સંહિતો, દેશભકતો ને ઉધોગપતિ,
જયાં જન્મયા વલ્લભ, ગાંધી જેવા આઝાદીના સેનાપતિ.

જયાં શાંતિ, સંપ, સુલેહ, પ્રેમની છોર હદયમાં છલકાતી,
ગુજરાત છે જગ નાં ખૂણે-ખૂણે જયાં વસતાં એ ગુજરાતી.

GUJARAT_FOUNDATION_DAY

Read More