જન્મ તારીખ - 16 july મારો અભ્યાસ bba mba. લખવાની ઘણા ટાઇમ થી ઇચ્છા હતી પણ ક્યારેય કોશિશ ન કરી. વાંચવાનો પણ એટલો જ શોખ. કેટલીય વાર્તા અને નોવેલ વાંચી જેમાથી સમજ પડી કે સ્ટોરી કેવી રીતે લખવી . પછી લખવાનુ શરૂ કર્યું અને લોકો નો ધણો આવકાર મળ્યો . એટલે નિયમિત લખવાનુ શરૂ કર્યુ. વાંચો મારી રચનાંઓ જે તમને બધાં જ પ્રકાર નાં અનુભવ કરાવશે. અને રચનાંઓ ગમે તો રીવ્યુ પણ આવકાર્ય છે.

# kavyotsav
તુ અને હું - એક અધૂરી દાસ્તાન

તને મળી ગયો તારો રસ્તો,  મને મળી ગયો મારો રસ્તો .


તને મળી ગયું તારુ આકાશ,  મને મળી ગઇ મારી જમીન.


તને મળી તારી સફળતા, મને મળ્યા મારા અનુભવ નાં ખજાના


ભ્રમ હતો મારો કે ભૂલ હતી,  મેં સમજ્યો તને મારી નસીબી


હતો એ કિસ્મત નો છલાવો. તને ગમે ઉડવુ મને ગમે દોડવુ


તુ બિંદાસપણા નો સાગર, હું કાળજી નો કાંઠો .


તને વહાલા તારા નિયમો, મને વહાલા મારા સિધ્ધાંતો.           

તુ તોફાની વહેતો સમુદ્ર, હું  શાંત વહેતી સરિતા.


તને વહાલી તારી નફરત,   મને વહાલો મારો પ્રેમ.


તને વહાલી જીંદગી તારી, મને વહાલી ગરીમા સંબંધો ની


તુ છે ધગધગતો અગ્નિ, હું  છુ શાંત વહેતુ નીર.


તુ છે તપતો ઉનાળો, હું  છુ ભર ચોમાસુ.


તુ છે લાગણીઓ નો દુકાળ, હું છુ ભાવનાંઓ ની અતિવૃષ્ટિ


 તુ છે ઉગતો સૂરજ, હું  છુ સમી સાંજ

નથી આ સૂરજ સાંજ નો કોઇ ક્ષિતિજ 


તુ તારા આકાશ તરફ અને  હું મારી જમીન તરફ.


              ' તુ અને હું ' જે હંમેશા રહીશુ
                   ' એક અધૂરી દાસ્તાન '
                             Read More

#  kavyotsav 
' સ્વાભિમાન '

હા છે આ મારુ અભિમાન
એક સ્ત્રી તરીકે મારુ સ્વમાન
આશા મને પણ છે જીવવાની
ઈચ્છા મને પણ છે ઊડવાની


જીગ્નાસા મને પણ છે નવુ જાણવાની
લાલસા મને પણ છે કાંઈક બનવાની
હક છે મને પણ કરવાની પસંદગી
મારી પણ છે પોતાની મનમરજી


ક્યાં સુધી રહીશ પિંજરામાં કેદ?
ક્યારે મળશે મને મારી આઝાદી
વહાલુ મને બહુ મારુ માન
સ્વીકારશે ક્યારે સમાજ મારુ 'સ્વાભિમાન?'Read More

#mere krishna

  શું કહું કોણ છે કૃષ્ણ. હું   જીવ  છું  તો મારો આત્મા છે કૃષ્ણ. હું  ભક્ત  છુ તો મારા પરમાત્મા  છે કૃષ્ણ. હું બહેન છુ તો મારા  ભ્રાતા  છે  કૃષ્ણ. હું બાળક છુ તો મારા મિત્ર  છે કૃષ્ણ. હું ધનવાન છુ તો મારુ ધન છે કૃષ્ણ. હું આંખ છુ તો મારુ તેજ છે કૃષ્ણ. હું નાક છુ તો મારો શ્વાસ  છે કૃષ્ણ. મારા હોઠ પર મલકતુ સ્મિત છે કૃષ્ણ. હું  હ્યદય છુ તો ધડકન છે કૃષ્ણ. હું હાથ  છુ તો  મારા હાથે થયેલા  સતકર્મ  છે કૃષ્ણ. હું તરસ છુ તો પાણી છે કૃષ્ણ. હું  અર્જુન છુ તો મારા સ‍ારથી છે કૃષ્ણ. મારો દિવસ ઉગે  ત્યાર થી  સાંજ  ઢળે  ત્યાં  સુધીનું  રટણ  છે  કૃષ્ણ. મારા દુખોનાં સહભાગી છે મારા સુખોનાં શમણાં છે કૃષ્ણ. મારા તારણહાર છે કૃષ્ણ. મારુ સર્વસ્વ  છે કૃષ્ણ. મારામાં જ છે કૃષ્ણ  અને   હું જ છુ કૃષ્ણમય. શું કહુ કોણ છે કૃષ્ણ. હું જ છુ કૃષ્ણ ની બંસરી.અને એ  જ  છે  મારા  કૃષ્ણ.

Read More