The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@bharatchaklashiya7252
208
305.2k
762.2k
હું ગુજરાતી સાહિત્યનો રસિકજન છું.સારી વાર્તાઓ ,નવલકથાઓ વાંચવી ખૂબ ગમે. થોડું લખું પણ છું.સાહિત્યપ્રેમીઓ મારા મિત્રો છે.
કોરોના નો કહેર માનવ પાંજરે પુરાયો છે... સામાન મોતનો વેરાયો છે.. છે બધું આજે સુમસામ.. મહામારીનો છે કહેર... શાંત છે રસ્તા, શાંત છે શહેર. દૂર રહો સૌ એકમેકથી, લડો આ લડાઈ ટેકથી.. મોત ફરે છે ખપ્પર લઈ વરસાવી રહ્યું છે ઝહેર શાંત છે રસ્તા, શાંત છે શહેર...! ભરખી રહ્યોં છે માનવને, કમર કસો હણવા એ દાનવને.... રોકો,આ છે મોતની લહેર.. શાંત છે રસ્તા, શાંત છે શહેર...! અદ્રશ્ય છે એ ઓથાર, શસ્ત્ર શોધતા લાગશે વાર.. કંટાળી છે કુદરત, કરશે નહીં હવે મહેર.. શાંત છે રસ્તા, શાંત છે શહેર.. દુનિયા રહી છે હવે ડૂબી... ખરાબ થઈ છે બધી ખૂબી.. દૂષિત છે બધું અહીં શું નદી કે શું નહેર.. શાંત છે રસ્તા, શાંત છે શહેર..! ભરત ચકલાસિયા. 22/03/20 I SuPpOrT JaNtA CuRfuE.... IT IS NOT CURFUE IT IS CARE FOR U..!
મિલન પછી જુદાઈ જ હોય છે, સથવારો કાયમ કોઈનો રહેતો નથી ઘડી બે ઘડી હોય છે સુખ, પ્રેમનો પ્રવાહ કાયમ વહેતો નથી. બધાને જ કહી દે છે એ વાત ખાનગી, એમ કહીને કે હું તો કોઈને કહેતો નથી. તારી જુદાઈ હવે કોઠે પડી ગઈ છે , વેદના બહુ વિરહની હું સહેતો નથી. આમંત્રણ તો ઘણા આ દિલને મળ્યા છે, પણ પ્યારના નોતરા હવે હું લેતો નથી વેદના ઘણીવાર મીઠી હોય છે વિરહની, ભરત, એટલે મલમ લગાડવા દેતો નથી.
જીવનનું ઝરણું દિવસોના જળ વડે નાચતું કુદતું વહયે જતું હોય છે.એનો પથ ઘરાના ઢાળ મુજબનો જ હોય છે, મનચાહયા માર્ગે વાળવાની કોશિશમાં ક્યારેક રસ્તામાં જ સુકાઈ જાય છે. એ હંમેશા ઉપરથી નીચે તરફ જ વહે છે, નીચેથી ઉપર ક્યારેય જતું નથી.એટલે ભૂતકાળ ભલે ગમે તેટલો રંગીન હોય પણ એ વીતી ચુકેલો સમય છે જે કયારેય પાછો ફરતો નથી. જીવનની વર્તમાન ઘટમાળ ક્યારેક સાવ નીરસ અને કંટાળાજનક હોય તો એ આવનારા સમયની આગોતરી ઝલક હોય છે. સુનહરો સમય આવતા પહેલા કેટલોક સમય એવો પણ આવી શકે છે કે જે સહેવો ખૂબ મુશ્કેલ હોય છે અને જે માનવી પોતાની ઉપર વરસી રહેલા આ કઠણ કાળ ને સહી શક્તો નથી અને ઉતાવળીયો થઈને અવળું પગલું ભરી બેસે છે તે પોતાના સુંદર ભવિષ્યથી હાથ ધોઈ બેસે છે. એટલે દુઃખ આવે ત્યારે એ દુઃખને ઓળખવું જોઈએ.કેમ કે હકીકતમાં એ કદાચ દુઃખ હોતું જ નથી.પણ મનનું કારણ હોઈ શકે.કારણ કે તમે જેને દુઃખ માનતા હોવ છો એના કરતાં પણ અનેકગણી મુશ્કેલીઓમાં અનેક લોકો મુશ્કેરાઈને જીવનને માણતાં હોય છે. માનસિક અને શારીરિક કષ્ટ વેઠવાથી જ સાચા સુખનો આહલાદક અનુભવ પામી શકાય છે, જો તમે કદી અંધારું જોયું જ ન હોય તો પ્રકાશની તમને કોઈ જ કિંમત રહેતી નથી.એટલે સાચા સુખનો આનંદ લેવા માટે તમારે દુઃખનો પણ આસ્વાદ કરવો જરૂરી છે. જીવન શુ પૈસા અને ભૌતિક સુખ સગવડોનું મોહતાજ છે ? ના, હરગિજ નહિ ! લોકો શા માટે જીવનભર પૈસા પાછળ દોડ્યા કરે છે એ સમજાતું નથી અને સમજાય છે ત્યારે સમય વીતી ચુક્યો હોય છે. થોડાકમાં પણ આનંદ અને ઉલ્હાસભરી જિંદગી જીવી જાણે એ જ જીવનનો મર્મ પામી શકે.
ખુશાલનો ઢોલ પણ તમે લખ્યું છે એટલું સરળ નથી એ બધું. ઉજળિયાત કોમની બાર સાયન્સમાં ભણતી આવી છોકરીઓની તો માત્ર કલ્પના જ કરવી રહી. https://www.matrubharti.com/book/19857419/
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser