The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે. તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી... દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ? શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો. શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો. શું હરણી આગળ જઈ શકે તેમ હતી ?ના,ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી. શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો. જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે. તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે. એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે. તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે. એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે. આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે. પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે. ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે. Be Positive God is great.......
તમે પાપણ ને પલકારે વાત કહી, મર્મ એનો ઉકેલવામાં રાત વહી.....🌺🌺🌺
*આજ થી શરૂ થતું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખુબ જ લાભ દાયી નીવડે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે*🙏🏻🙏🏻 *Happy New Year*🎇
ડગલે ને પગલે સાચા સહારા નથી મળતા ,ક્યાંક નાવ તો ક્યાંક કિનારા નથી મળતા .તમે થાકી ગયા છો અહીંયા તમારા શોધીને ,અમને ભીડમાં અમારા નથી મળતા...!!
એક દિવસ નું ચોમાસું ને ઓગણત્રીસ દિવસ નો બાફ , તોય તું વરસ્યો એ વાતે જા ,તારા બધા ગુના માફ!
આ લાગણીઓ નો કારોબાર જોખમી છે, એમાં હારનાર કરતા જીતનાર વધુ જખ્મી હોય છે,
જે કાગળ પર અભણ નો અંગૂઠો લેવાયો...!!! એમાં છેલ્લો મુદ્દો હતો કે ઉપરની બધી શરતો વાંચી છે..!!!! બસ તકલીફ અહીંયા જ ક્યાંક છે....
"ના હું ગીરવે મૂકયો હતો , કે ના હપ્તે થી વેચાયો હતો" "બસ એમણે ચૂપ રેહવા કહ્યું, ને હું મૌન થી બંધાયો હતો"
ધીરે કહેવાની વાત માં "રાડ" પાડી ત્યાંથી જ સબંધ માં "તિરાડ" પડી....
વાંક જરા પણ ગુલાલનો ન હતો.... સાવ કોરો કટ એમનો ગાલ હતો.... રોકવા મથ્યો પણ રોકી ના શક્યો.... ફાગણ ની આબરૂનો સવાલ હતો. હેપી હોળી@ ધુળેટી
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser