અનુભવીને ક્યારેક લાગણી ઉતારુ છું કાગળ ઉપર....

સાચો સંબંધ તો
લાગણી અને સાથ માંગે છે,
ફક્ત પૈસો ક્યાં
સંબંઘ નિભાવી રાખે છે...

-Bharat Parmar_bk

તું તો આવે મળે ને જતી રહે ,
બસ રોજ એકલતા સાથે રહે...

-Bharat Parmar_bk

વરસાદ ધરતીને ભીંજવે ને પછી ઠંડી નું આવવું ,
જાણે મળ્યા પછી પ્રેમના આભાસ જેવું છે ...

-Bharat Parmar_bk

તારું સ્મિત જોઈને તકલીફ ભૂલી જવાય છે,

બસ તું આમ જ હસતી રહે...

-Bharat Parmar_bk

પ્રેમ નામના રોગની,
ક્યાંય દવા મળતી નથી...
તારુ હોવુ મારી સાથે,
હવે એજ એક ઉપાય છે...

-Bharat Parmar_bk

કોઈપણ તબક્કે જો જીવન સમજવું મુશ્કેલ લાગે,
તો શાંત રહો અને ફક્ત જીવન જીવો.
જીવન પોતે તમને સમજવાનો પ્રયત્ન કરશે.

-Bharat Parmar_bk

Read More

સવાર ક્યારે થઈ જાણે ખબર ના રહી,
તારી યાદો તાજી થઈ ને રાત એમ જ વીતી ગઈ!

-Bharat Parmar_bk

હવે તો તને ચાહવું જ કામ છે મારું,
આ કોરોનાકાળમાં બીજું કામ જ ક્યાં રહ્યું છે? 🙄

#કોરોનાઇફેક્ટ

-Bharat Parmar_bk

ઘણું ચાલી ને ઘણી દોડી ગઈ,
એ ખુશી તું તો સાથે હતી,
અચાનક જાણે ક્યાંક સંતાઈ ગઈ...
#ખુશી
-Bharat Parmar_bk

વસ્તુ થઈ રહી છે મોંધી,
એ જિંદગી શું થયું તને!!
તું કેમ સસ્તી થવા લાગી ?
#life
-Bharat Parmar_bk