આ કોરોનાએ તો જોને ભારે કરી,
કેમ કરી રાસ રમવાને આવું ગોરી!


ઢોલ ઢબુકે ને શરણાઈઓ શોર કરે,
હું તો શું રે કરું? મોઢે માસ્કની દોરી.

હૈયું તો મારું પણ હિલોળા કરે,
પણ ઊંડે ઊંડે પોલીસની ચોરી.😂

કોરી રહી નવરાત્રી, કોરાં આ નોરતાં,
કદાચ જશે પ્યારી આ રાત પણ કોરી.

કેમ કરી તારી હારે રાસ રમવા આવું ગોરી,
હાથમાં સેનેટાઈઝર ને મોઢે માસ્કની દોરી.

- © ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)

Read More

https://www.matrubharti.com/book/19894148/maari-preyasine

read my new book (થોડી પદ્ય રચનાઓ)

हो गया है तुमसे थोडा प्यार,तो इसमें गलत क्या है?
मैं करूं तुम्हारा इंतजार,तो इसमें गलत क्या है?
बारिश में भीगे थोड़ी देर, तो इसमें गलत क्या है?
बरसा दे थोड़ा प्यार तुम पर, तो इसमें गलत क्या है?
- भरत रबारी
( मांगरोल, जी. जूनागढ़)
#गलत

Read More

પહેલા વખતની મુલાકાત કર,
નવી પ્રેમમાં તું શરૂઆત કર.
તું મારા ઉપર કર ભરોસો જરા,
ને તારા હૃદયની રજૂઆત કર.
છે તકલાદી સંબંધ બંને તરફ,
અદાલતમાં તું એ કબૂલાત કર.
.
તા.12/04/2020. -© ભરત રબારી
વાર :- રવિવાર (માંગરોળ,જી.જુનાગઢ)

#મુલાકાત

Read More

જીવનના અંતિમ પડાવમાં તારો સાથ ઇચ્છું છું,
આખરી શ્વાસ છોડતા પહેલા મળવા ઇચ્છું છું.
.
મારા મોતને પણ વહાલું કરી લઈશ તારા માટે,
દમ તોડતા પહેલા તારા ખોડામા સુવા ઇચ્છું છું.
.
મન ભરીને માણવા માંગું છું તારી ખુબસુરતી નો નજારો,
બસ આખરી પળોમાં તારી ઝુલ્ફોનો છાયડો ઇચ્છું છું.
.
તા.10/04/2020. -© ભરત રબારી
વાર :- શુક્રવાર (માંગરોળ, જી. જુનાગઢ)

#અંતિમ

Read More

હું જાણું છું, કેટલીય લાગણિઓ અકથિત હશે તારા મારા વચ્ચે,
કહી ન શકાયેલી ઘણી વાતો અકથિત હશે તારા મારા વચ્ચે.
.
મળી નથી શક્યા આપણે એકમેકને કદી આમને-સામને,
પણ હું જાણું છું અંતરમાં ઉમંગ ઘણો હશે તારા મારા વચ્ચે.
.
શક્ય નથી હવે આ ભવે આપણા બંનેનું એકબીજાને મળવાનું,
પણ ભવોભવના સાથી બનવાનો ઉમળકો હજુ હશે તારા મારા વચ્ચે.
.
કેટલીયે લાગણીઓના ઘોડાપુર ઉછળતા હશે આપણા મનમાં,
પણ એક પ્રેમભરી અકથિત લાગણીતો હશે તારા મારા વચ્ચે.
.
તા.09/04/2020. -© ભરત રબારી
વાર:- ગુરુવાર (માંગરોળ,જી. જુનાગઢ)
#અકથિત

Read More

એ લાગણીશીલ તો એટલા હતા જ કે એણે,
એમને ભુલાવી ને પણ અમને યાદ રાખ્યા હતા.
- ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)
#લાગણીશીલ

Read More

વાતનું વતેસર

આખા ઘરને એ કોપભવન બનાવી બેઠાં છે,
એક નાનકડી વાતનું વતેસર બનાવી બેઠાં છે.
.
સવારથી એક ખૂણામાં ભરાઇને બેઠાં છે,
હાલત એ પોતાની દુર્ગા બનાવી બેઠાં છે.
.
અડકતાંજ કરંટ લાગે જાણે કોઈ ઇસ્ત્રીને,
ગરમી એટલી પોતાનામાં સમાવી બેઠાં છે.
.
ત્રીજા વિશ્વયુદ્ધનો બોમ્બમારો થયો હોય જાણે,
ઘરની હાલત કંઈ એવી અત્યારે બનાવી બેઠાં છે.
.
ચોકલેટ, આઈસ્ક્રીમ થી શરૂ કરીને સાડી સુધીની ઓફર કરી,
લાગે છે આજે ના બોલવાનું મક્કમ મન બનાવીને બેઠાં છે.
.
વાત જો વધશેે હજુ આગળ તો થશે બૂરું,
રસોડામાં અે મોટું તાળું લગાવીને બેઠાં છે.
.
સમય રહેતાં મનાવી લઈશું અમે પણ રુદિયાના રાણીને,
આ સમયની સાથે હોડ અમે પણ લગાવી બેઠા છે.
.
તા.03/04/2020 -© ભરત રબારી
વાર :- શુક્રવાર (માંગરોળ, જી. જુનાગઢ)
#રાણી

Read More