Lerner

અધૂરી ડાયરી ખોલી છે એકાંતમાં,
આપણી યાદો બોલી છે એકાંતમાં,
શું કહું શબ્દની આ મહેફિલ વિશે,
પ્રેમ ધૂનમાં જાત ડોલી છે એકાંતમાં.

Read More

કંઈ રીતે મળું હું તને ?
ખાલી-ખમ કલાસરૂમમાં બેન્ચ નીચે પડેલી પેન્સિલ ની જેમ હું પડ્યો હોઉં અને તું ચૂપચાપ ઉપાડીને તારા દફતરમાં મૂકી દયે !

કે પછી કંઈક એ રીતે મળું,
જેમ અધવચ્ચે રસ્તામાં તૂટી ગયેલી તારી ચપ્પલ માટે ખૂબ જ જરૂરી પિન હોઉં !!

Read More

ન મળે સાથ જિંદગી ભરનો તો શું થયું,
ચાલ એક દિવસ ગુજારીએ જૂની રીતનો.

યાદ....

એકાંત પણ એકાંતથી ક્યારેક સવાયું હોય છે.
કોઈ એકલું તો, કોઈ એકલવાયું હોય છે.

લખું છું દરેક રચના તને જ ધ્યાન માં રાખીને.
કઈ ના લખું ને ભાવ તું સમઝી જાય તો કેવું સારું

મારું  ય  માનપાન   હતું,  કોણ  માનશે ?
એથી ય વધુ  ગુમાન  હતું, કોણ  માનશે ?
હાઈકુ,ગીત,છંદ, ગઝલ, કાવ્ય  ને  ભુલી,
એની જ પર તો ધ્યાન હતું, કોણ માનશે ?

Read More

ખાલી દેખાતી આ આંખોમાં,હજુયે વસે છે કોઇ....
નિરવ લાગતી આ દુનિયામાં,હજુયે હસે છે કોઇ....
વર્ષો થયાં એ વાત ને ; છતાય લાગે છે,
હજુયે શ્વાસમાં સરકે છે કોઇ.

Read More

કહે કેવી રીતે આજ રંગુ તને? ગુલાલથી?
આછેરા સ્પર્શથી કે ધસમસતા વ્હાલથી?

જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની કમી હોય,
ત્યારે જીવન જીવો કે ના જીવો ફીલિંગ સરખી જ આવે !!

એ મને બધી જ જગ્યા એ મળી
હા
એ મને બધી જ જગ્યાએ મળી
સિવાય કે મારા નસીબ....