Hey, I am reading on Matrubharti!

તેરી હર બાત

કંઇ ઈંતેઝાર થાય હવે શક્યતા નથી,
એને ફરી મળાય છે શક્યતા નથી…

એના બની જવાની સજા એકલા સહો,
સૌના બની જવાય હવે શક્યતા નથી…

કાંટા સિવાય કાંઇ નથી મારા માર્ગમાં,
તમને ફૂલો ધરાય હવે શક્યતા નથી…

રસ્તો જ એવો છે કે જ્યાં મંઝિલ નથી કોઇ,
ભૂલા પડી જવાય હવે શક્યતા નથી…

બેફામ લ્યો મરણનો હવે ભય જતો રહ્યો,
મરજી મુજબ જીવાય હવે શક્યતા નથી…

– બરકત વીરાણી ‘બેફામ’

Read More

એટલે તો ચાલવામાં સાવ ધીરા થઈ ગયા,
જ્યારે જોયું કે ચરણમાં કંઈક ચીરા થઈ ગયા.

જે મને વાગ્યા ચરણમાં, રહી ગયા એ પથ્થરો,
જેમને મેં હાથમાં લીધા એ હીરા થઈ ગયા.

ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે ?
કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા.

ના જુઓ દીવાનગીમાં બહારનાં વસ્ત્રો ફક્ત,
દિલની અંદર લાગણીઓનાંય લીરા થઈ ગયા.

એમ તો સૌએ રડ્યા બેફામના મૃત્યુ ઉપર,
દાટવા માટે પરંતુ સૌ અધીરા થઈ ગયા.

એ મર્યા તો એમ ઊંચકવા પડ્યા બેફામને,
કોઈ મોટા ઘરના જાણે કે નબીરા થઈ ગયા.

– બરકત વીરાણી ‘બેફામ’

Read More