મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે.

* આત્મા ને સવાલ * 21-8-2019

આત્માને સવાલ બે વાતોનો,
કોઇ પણ રીતે જલસો કરીએ.
સારા કર્મો કરીને મરીએ કે નરશા,
આત્મા સિવાય કોણ જાણે છે.
સ્વર્ગ નર્કની ચિંતા છોડો,
મહાલવુ જ છે તો રસ્તો કરીએ.
આત્મા ના સવાલો ને દબાવીને,
બહારથી તો શરીફ બની ફરીએ.
ભૂલ કોણે નથી કરી આ દુનિયામાં,
આત્માને મારી ને જીવ્યો આ દુનિયામાં.
ભાવનાઓમાં ગફલત થઇ ને લપસ્યો એ તો,
આત્મબળ થી આવો એને બેઠો કરીએ.
આત્મા ને પથ્થર કરીને વહોરી છે પીડા,
આત્માના સવાલો ના જવાબ મેળવી ચાલો ભુક્કો કરીએ.
આત્માને સવાલ ખૂબ મજાનો વિચાર આવ્યો,
સાંભળી અાત્માનો અવાજ જવાબ વહેતો કરીએ...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Read More

*આંધળો નામ નો મોહ* *લેખ*. 20-8-2019

આ ટેકનોલોજી અને ઝડપી યુગમાં પણ હજુ નામનો મોહ હોય છે. જ્યાં જીવનનો કોઈ ભરોસો નથી. સમજવાની જરૂર છે કે આ શરીરને નામ છે આત્માને કોઈ નામ નથી. મૃત્યુ લોકની માટીમાંથી માનવ થઈને આવ્યા છીએ અને એક દિવસ એ જ માટીમાં મળી જવાનું છે. ભાવના નામ આ શરીર ને છે આત્મા તો અજર અમર છે એને કોઈ નામ કે નિશાની ની જરૂર જ નથી છતાંય મોટાભાગના લોકોને નામનો મોહ બહુ હોય છે. તમારૂ નામ સારા કર્મો અને સારા કાર્યોથી ઓળખાશે બાકી તો મા બાપે ગમે એવું સરસ અને સુંદર નામ રાખ્યું હશે પણ એ તમારા પૂરતુ જ સિમીત રહે છે. તમારુ નામ કેટલું સરસ છે એમ નહીં પણ તમારા કાર્યોની કિર્તી તમારુ નામ અજર અમર કરે છે બાકી તો ફોટા પર લખાઈને લટકી જઇશું અને આ ઝડપી યુગમાં દુનિયા ભુલી જશે કે કોઈ ભાવના ભટ્ટ હતા. બાકી કોને તમારા નામમાં રસ હોય??? કંઈક એવું કરી જઈએ તો કોઈ આપણું નામ ઈજજતથી લે અને નામથી યાદ કરે જેમ કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર જવાન ભગતસિંહ, જેમને લોકો આજે પણ માન અને ઈજ્જતથી યાદ કરે છે બાકી નામને શું કરવાનું??? એ તો એક ઓળખ માટે આપેલું આ શરીરને એક નામ માત્ર છે. છતાંય કોઈને આ નામનો મોહ છૂટવાનો નથી....
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Read More

* રસમ * 19-8-2019

મને બોલાવી કે ના બોલાવી, તોય આવી તમારે ગામ રે,
મારો ધર્મ ગણુ કે ફર્જ ગણુ આવી રસમ નિભાવા રે.

મને સત્કારો કે, ધુત્કારો, મારે સરખું છે તમામ રે,
મારી ભાવનાઓ સમજો કે ના, આવી રસમ નાભાવા રે.

હું તો મારો ધર્મ ગણીને, નીકળી હરિરસ પાવા રે,
પાન કરે પ્રારબ્ધિ પ્રેમે, હોંશે હરિ ગુણ ગાવા રે.

ચાહે દુઃખ પડે, ચાહે સુખ પડે આવી તમ દ્રાર રે,
હવે હાસ ના હૈયે હામ, રસમ નિભાવી જાવુ રે.

વાણી, વિવેક, વર્તન નમ્ર રાખી આવી તમ દ્રાર રે,
કુરિવાજોની બદી છોડી, રસમ નિભાવી જાવુ રે...

ભાવના ભટ્ટ અમદાવાદ.....

Read More

અંતરની ભાવનાઓ સાથે તમારા બધાનો ખુબ ખુબ ખુબ જ આભાર માનું છું મારા જન્મ દિવસ ને સ્પેશિયલ બનાવા બદલ... મારા પરિવાર ના મારા સગા સંબંધી , મારા સ્નેહીજનો, મારા વાંચક મિત્રો બધાનો હું ફરી દિલથી આભાર માનું છું. બસ આમ જ તમારા બધાનો આવો સાથ સહકાર મળતો રહે .... તમારા બધાના સાથ સહકાર થી જ હું આગળ વધી છું......
ભાવના ભટ્ટ અમદાવાદ....

Read More