Bhavna Chauhan

Bhavna Chauhan Matrubharti Verified

@bhavnac415gmail.com074043

(181)

30

48k

98.9k

About You

ખુશીઓને વીણી વીણી ખોળામાં ભરીએ અને, અચાનક ખોળો છૂટી જાય એવુંય થાય છે. સપનાની માળા ઘણાં પ્રેમથી ગૂંથીએ અને, અચાનક જ એ તૂટી પડે એવુંય થાય છે. એવું લાગે કે બસ હવે કોઇ જ કમી નથી અને અચાનક જ એ ભ્રમ તૂટી જાય એવુંય થાય છે. એક એક ધબકારે મન ઝૂમતું હોય અને, અચાનક જીવવાનું કાઠું લાગવાં માંડે એવુંય થાય છે. દરિયો ખૂંદીને તમે કિનારા સમીપ પહોંચો અને, અચાનક કિનારે જ ડૂબવાં માંડો એવુંય થાય છે. ચૌહાણ ભાવના "મીરાં"

ખરેખર જેને સમજવું ન હોય એને સમજાવવું અઘરું છે.
સૂકાં રણનાં બગીચામાં પુષ્પોને ખીલવવાં ઘણું વસમું છે.

ઉજાગરાથી થયેલી આંખોની રતાશ છુપાવવી અઘરું છે.
હસતાં મોઢે મનની પીડા છુપાવીને રાખવી ઘણું કપરું છે.

કડવાં શબ્દોથી મળેલાં ઘાને સહન કરવું ઘણું જ કાઠુ છે.
જીવનમાં આવતી તકલીફોનાં દરિયાની પાર જવું માઠુ છે.

મળે એને સ્વીકારીને જીવો ને માણો એ જ સુખ સાચું છે.
સમજી જાવો સ્મિત અને રુદન બંનેનું આંસુ ખારું જ છે.

સુખ શાંતિથી ભરેલું જીવન એ જ હર કોઈનું શમણું છે.
"મીરાં" આખરે તો પુરું થાય એ જ શમણું આપણું છે.

મીરાં

-Bhavna Chauhan

Read More

પાંખો નથી પણ સતત ઊડતું રહે છે મન.
પગ નથી પણ અવિરત ચાલતું રહે છે મન.
ક્યારેક,કોઈક સ્થળે આવીને અચાનક
થંભી જાય આ મન.
સમયનો કાંટો ચાલતો રહે છે.
જીવનની ઘટમાળ પણ એની મોજમાં
ચાલતી રહે છે.
માણસ ક્યાંયથી ક્યાંય પહોંચી જાય છે.
પણ અચરજ તો ત્યારે થાય છે
કે આગળ દોડતું મન કયારેક વીતેલી ક્ષણોમાં
પહોંચી જાય છે.
એ ક્ષણોમાં ખોવાઈને અંતરમાં કોઈ
ખૂણે સમેટી રાખેલાં યાદોનાં પોટલાને
વેરવિખેર કરી નાંખે છે.
કેટલીક મધુર યાદો બેશક હોંઠો
પર સ્મિત ખીલવી દે છે
પણ કેટલીક કડવી યાદો જાણે
ઘા પર આવેલી રુઝને પછીથી
વખોડી દે છે.
ઉંમર ભલે ગમે તેટલી હોય પણ
યાદોની એ ક્ષણો માણસને ક્યારેક બાળક તો
ક્યારેક યુવાન બનાવી દે છે.
આ બધી કરામત તો "મીરાં"
આ માસુમ અને ભોળાં મનની છે.

મીરાં...

Read More

અણધાર્યો અનરાધાર તારો સ્નેહ
વરસશે જ એવી આશ છે મને.

તારી એ પ્રીતની વર્ષામાં ભીંજાઈશ
અને હરખાઈશ એવી આશ છે મને.

કોરું કોરું મારું મન ત્યારે તરબોળ
તું કરી જ દઈશ એવી આશ છે મને.

દિલમાં બળતી અગનને ઠંડીગાર
કરી દઈશ એવી આશ છે મને.

શ્યામ એકદિવસ તો આવીશ ને
આ"મીરાં"નું શમણું સાચું કરીશ
એવી જાગી છે આજ આશ મને.

મીરાં

-Bhavna Chauhan

Read More

બાળપણ બસ એક વાર મળે છે.
અને જયારે બાળપણ હાથમાં
હોય છે ત્યારે એને માણવાની
સમજ ક્યાં હોય છે?

જ્યારે એ સમજ આવે છે
ત્યારે બાળપણ હાથમાં
ક્યાં હોય છે?

લાખ ખર્ચો કે અનંત કરો
પ્રયત્નો પણ બાળપણ ગયાં
પછી પાછું ક્યાં આવે છે?

બાળપણ તો પાછું નથી
મળતું પણ વૃધ્ધ થતાં
માણસ બાળક જરૂર
બની જાય છે.

છતાંય "મીરાં"કયારેક આ
ભોળું મન સવાલ કરી જ
બેસે છે કે ફરી મળશે બાળપણ?

મીરાં

-Bhavna Chauhan

Read More

જવાબદારી....

શબ્દમાં જ કેટલો ભાર લાગે છે નહીં?
અને જયારે આ શબ્દ જિંદગીમાં સામેલ
થાય ને ત્યારે ખરેખર જિંદગીની
અસલ શરૂઆત થાય છે.
આ પહેલાં જિંદગી તો બધાં
જીવતાં જ હોય છે પણ
એ જિંદગી કોઈ પણ
ચિંતા વગરની હોય છે.
મજાની અને સરળ હોય છે.
પણ જ્યારે આ જવાબદારી ખભે
આવીને બેસે છે ને ત્યારે આપણને
સમજાવે છે કે,
જો તને હવે સમજાવું કે એક
બાપની જવાબદારી શું હોય?
મા ની જવાબદારી શું હોય છે?
એક પુત્ર,પુત્રી,ભાઈ,બહેન,વડીલ
પતિ અને પત્નીની જવાબદારી શું હોય છે?
ખરું ને?
અને નવાઈની વાત તો એ છે ને કે
પહેલાં પાણીની જેમ પૈસા વાપરનાર
હવે રૂપિયો ખર્ચ કરતાં પહેલાં
સો વાર વિચાર કરે છે.
કેટલાંક જવાબદારી બખૂબી
નિભાવી જાણે છે પણ
અફસોસ
કેટલાક જવાબદારી સામે હાર
માની લે છે અને જીવ પણ
ગુમાવી દે છે.
જવાબદારી માણસને ખરાં અર્થમાં
જીવવાનાં પાઠ ભણાવી જાય છે.
જવાબદારી સામે કયારેક સપનાની
બલી પણ ચઢાવવી પડતી હોય છે.
તો શોખને પણ ભૂલવો પડતો હોય છે.
જવાબદારીને આવકારીને એની સાથે
જિંદગી જીવાય "મીરાં"હાર માનીને
આ માનવ અવતારને એળે ના જવા દેવાય.


ચૌહાણ ભાવના "મીરાં"

-Bhavna Chauhan

Read More

જિંદગી માનો તો એક સફર જ છે.
કયારેક સરળ અને કઠિન ડગર છે.

નિત નવાં ચહેરા ભટકાય જાય છે.
ભટકાઈને અનુભવ દેતાં જાય છે.

ક્યારેક સુખની સરવાણી વહે છે.
કયારેક દુઃખનાં કંટક ભોંકાય છે.

સંબંધોનાં તાંતણા બંધાતા જાય છે.
અચાનક ગૂંચથી તૂટી પણ જાય છે.

સ્વપ્ન નગરીની રોજ સહેલ થાય છે.
આંખો ઉઘડતાં હકીકત પરખાય છે.


મીરાં

-Bhavna Chauhan

Read More

દુનિયા એક તરફ અને મારો ભાઈ એક તરફ.
ચહેરાથી મજબૂત પણ દિલથી તો સાવ નરમ.

બહેન માટે ઢાલ સરીખો સદા હાજર મારો ભાઈ.
નાનો છે પણ ઘણો સમજદાર મારો વ્હાલો ભાઈ.

કયારેય પોતાની વાત કોઈને જ ના કહેતો પણ
અમારી વાતો ચહેરા જોઈ વાંચતો મારો ભાઈ.

સદા સંબંધોને માન આપતો ને નિભાવતો ભાઈ.
અમારો લાડલો,પપ્પાનો પડછાયો મારો ભાઈ.

ખમ્મા ખમ્મા મારાં લાખેણાં માડી જાયા વીરને.
ઘણું જીવો વીરા,સદા ખુશ રહો, હસતાં રહો.

"ભાવના,છાયા"

Read More

તને ખબર છે હું તને ક્યાં ક્યાં જોવાં માંગું છું?
પરોઢ થતાં જ સૂરજમાં તને જોવાં માંગું છું.

ઝરણાનાં વહેતાં જતાં જળમાં જોવાં માંગું છું.
પવનના આવતાં સૂસવાટા સંગ જોવાં માંગું છું.

તરુનાં લીલાછમ પાન પાનમાં તને જોવાં માંગું છું.
ધૂળની રજ રજમાં બસ તને જ જોવાં માંગું છું.

વર્ષાની બૂંદ બૂંદમાં પણ બસ તને જોવાં માંગું છું.
ચાંદામાં આબેહૂબ ફકત તને જ નિરખવા માંગુ છું.

મારાં નયનમાં ચારે પહોર બસ તને જોવાં માંગું છું.
જ્યાં સુધી પ્રાણ છે તનમાં તને સાથે જોવાં માંગું છું.

મીરાં

-Bhavna Chauhan

Read More

તને જોતાં જ સઘળું વીસરાઈ જાય છે.
તારી આંખોમાં એમ જ ડૂબી જવાય છે.

એમ જ તારી આટલી દીવાની નથી બની
કંઈક તો છે તારામાં કે નજર હટતી મારી.

તારી ચાહતનો નશો થયો મારી આરપાર
કાન્હા છોડીશ ના કયારેય તને હું ક્ષણવાર.

બેઠી છું હઠ લઈને તને મેળવવાની આજન્મ.
તારી ભક્તિ ને તારી પ્રીત પામીશ હર જનમ.

કયારેક તું પણ મન ભરીને મને નિહાળી લેજે.
મીરાંના આ પ્રેમને તું એકવાર આવકારી લેજે.

મીરાં

-Bhavna Chauhan

Read More

https://youtu.be/L_QScQDNwDM...pls like and share with comments 😊🙏