વાંચનતો મારી નસનસ માં હતું M.com મેનેજમેન્ટ સાથે ભણી હતી. સ્કૂલ ની લાયબ્રેરી માં સારા મેગેઝીન, લવ સ્ટોરી, કુકિંગ બુક ચોક્કસ વાંચતી એટલે સારો એવો વાંચવાનો શોખ હતો એમ કહી શકાય. પણ લેખનનો શોખ છેક બી.એડ માં લાગ્યો લગભગ રોજ સવારે પ્રાર્થના સમયે Roll no વાઇઝ એક એક નો વારો આવતો ને એમને સ્ટેજ પર જઈને કોઈ શાયરી કવિતા વગેરે દ્વારા સર્જનાત્મકતા ને બહાર લાવવાનો અમારા પ્રોફેસર નો પ્રયાસ હતો એમાજ એક આખી ડાયરી પણ બનાવેલી જેમાં પ્રાર્થના શાયરી કવિતા વગેરે પછી જોબ ની જવાબદારી માં ફૂરસદના મળી ને છેક હવે જાગૃત થયો

#મંદબુદ્ધિ સમો પ્રેમ મારો.
ક્યાંથી સમજાય તને..
જવાદે યાર ..
તુતો સમજદાર ખરો..

એક કટાક્ષ.. વ્યંગ ..આજ છે દેશની વાસ્તવિકતા..

જ્યાં વિદેશીઓ ને ઇન્ડિયા બોલાવીને કોરોનાને આમત્રણ આપે ને દેશના મજબુર ગરીબને રઝળતા કરે કાઈ કેટલાય લોકડાઉન નાખીને.. જીવન પણ હણી લે..

લાગે છે સરકાર અમિર અને ઉદ્યોગકારોને જ સદી છે..

ગરીબો ને તો આત્મનિર્ભરતા ના આડંબર માં છુપાવીને બણગા ફૂંકાય છે.

એક બીજી વાત લોકો કહે છે કે.. ગરીબ ને મદદ કરો પણ મધ્યમવર્ગના લોકોને પણ જરૂર છે..

હું કહું છું કે.. મધ્યમવર્ગીય પરિવાર બે ટક તો જમી શકે એટલી અમિર છે જ..

પ્રોબ્લેમ એમને ક્યાં નડે છે ખબર છે.. દેખાદેખી અને સુવિધાઓ ખાતર જ્યારે લૉન લઈને મહલો, ને ગાડી, રાચલચીલું લીધું છે ને એના માટે એમને રાહત જોઈએ છે.. વિજબીલ તો માફ પણ થાય પણ લૉન તો તમે તમારી સાહ્યબી ખાતર લીધેલું છે.. એ કેમ સરકાર માફ કરે.. દેવું કરીને દિવાળી કરો પછી બધી સરકાર માથે નાખો એ પણ કેટલું વ્યાજબી છે..

અત્યારે ખરેખર ગરીબ ને જ મદદની જરૂર છે..જેની પાસે બે ટાઈમ જમવાનાય સાંસા હોય.. ખરેખર એમના ઘેર એમની હાલત જઈને જોવો.. તમને તમારી જિંદગી પર ગર્વ થશે કે તમારી હાલત આટલી ખસતા તો નથી ને..

ખરેખર મદદની જરૂર એમને જ છે.. જે માંડ એક દિવસે સરખું ખાતા હોય.. એમના બાળકો ભૂખ.આ પિલખતા હોય.. એમને નહીં જે રોજ બે ટાઈમ જમીને 2 ટાઈમ નાસ્તો કરીને ફ્રૂટ્સ ને બધું ખાઈને પછી સ્ટેટ્સ મુકે કે અમે પણ ભીંસમાં છીએ. લૉન અમારી માફ કરો ..

શુ કરવા લેવી જોઈએ લૉન ને દેખાડો કરવા..? સ્ટેટ્સ બતાવવા.. જેટલી ચાદર હોય એટલે પગ પહોળા કરાય. ..
બાકી પછી ગરીબ હોવાના દેખાવ ન કરાય

મદદની જરૂર લૉન લઈને બનેલા ગરીબને નહીં.. પણ ખરા ગરીબ ને છે..
ભાવુ જાદવ

Read More

#જરૂરત તો તેરી મુજે હે ..

તુજે તો સિર્ફ હમદર્દી હે
ભાવુ જાદવ

પકડ્યો પ્રેમથી તે હાથો માં મારો હાથ
શું યાદ છે તને?

💓
દિલ ચુકી ગયુ હતું એક ક્ષણ ધબકાર! 
શું યાદ છે તને?
💓

એ વિરહ નો અંત ને મળ્યાનો આનંદ
શું યાદ છે મને
💓

સોહામણી સાંજ નો 'આછેરો પ્રકાશ'
શું યાદ છે તને?
💓

મોહિત કરતો મીઠો કાનને તારો 'સાદ'
શું યાદ છે તને?
💓

મનમાં ઘૂઘવતો 'રવ' પ્રેમભરતી નો 'નાદ'
શું યાદ છે તને?
💓

એ મિલનની પળ એ આરતી નો ઘંટનાદ
શું યાદ છે તને?
💓

એક પળ માં માણ્યો જીવનનો સંગાથ
શું યાદ છે તને?
💓

બહેકતા બે દિલો વચ્ચે આંખોમાં રાજ
શું યાદ છે તને?
💓

એ સુગંધિત અત્તરરૂપી  શ્વાસમાં મુજ શ્વાસ
શું યાદ છે તને?
💓

એ પ્રથમ સ્પર્શનો કેવો આહલાદક અહેસાસ.!
શું યાદ છે તને?
💓

ઉફ્ફ..મનની વાતો નો મીઠો આંખોમાં પ્રેમાલાપ
શું યાદ છે તને?
💓

મનમંદિરે થયો એકમેકનો એ પ્રેમાળ વાસ
શું યાદ છે તને?
💓

મારી મહેકતી ઝુલ્ફો ની લટો માં ફરતો તારો હાથ
શું યાદ છે તને?
💓

અફસોસ😢 એ હતો મુલાકાત નો આખરી જામ
શું યાદ છે તને?
💓

કેમ મૌન છે આજે કંઈક તો ખોલ રાજ કે..
શું યાદ છે તને?
💓
ભાવના જાદવ (ભાવુ)
********

Read More

🌻બાળપણનું ભોળપણ🌻

ક્યાંથી લાવું
બાળપણનું ભોળું
હાસ્ય મીઠું

🌹🌹🌹

હૃદયમાં કૈક
વેદનાના સાગર
ગૂંગળાય છે

🌹🌹🌹

નિખાલસતા
વહેતી નદી સમી
હું તરસતી

🌹🌹🌹

વ્યથિત મન
મ્હારું બાવરુ જોને
જગ ભટકયું

🌹🌹🌹

આશ્રય નવ
રહ્યો નિઃસ્વાર્થ મન
અકળાવતું

🌹🌹🌹

ભાવુ દરદ
પ્રેમમાં શ્વાસ પણ
હંફાવવતું.

🌹🌹🌹

ભોળપણની
બાલિશ હાસ્યને
એ રડાવતું
****************
ભાવના જાદવ (ભાવુ)

Read More

ખુલી જુલ્ફે  જો તેરી તો " ઉજાલે આફતાબ"  મેં જેસે શામ ઢલને લગી.

ઉઠી યુ ઝુકીસી "જાનશીન પલકે" ઉફ્ફ.. વૉ રૂખ મોસમ ભી "કરવટ" બદલને લગી..

જો મિલી નજરે તુજસે ફિઝાઓ મેં જેસે "કયામતે આફત" આ ગયી..

ટકરાયી ઉનસે "નિગાહે ઉલફત" અલ્લા કાતિલ ઉસ અદા પે "શામત" આયી..

આજ પહેલી બારીસમે તેરી "યાદે કાતીલાના" કુછ ઇસ કદર આઇ.

તું ના સહી જાના તેરી "વજૂદે મુલાકાત" કી એસી અસર લાઇ..

આજ ભી વૉ "દિદારે શામ" તેરી આંખો કી શર્મ સે તાર તાર હુવી..

જાને કેસે ગુલાબી હોઠ પે "તબ્સસુમ" સે ગુજરી સૂરજ કી કિરને ચમક લાઇ.

તેરી જુલ્ફ કે ઝટકને સે બુંદો કી જેસે હસીન બરસાત જેસી નમી સી આયી..

"ભાવુ" નજાને કયું તબ મેરી "જાને હયા"  તેરી " યાદ બેશુમાર " આયી..💓
ભાવના જાદવ(ભાવુ)✍️😇💓

Read More

ભારતમાં ના બન્નેઉ સંતાન
તો પછી ભેદભાવ એટલો કેમ વ્યવહાર મા

એક વતન માં આવે પ્લેનમાં મફતમાં
ને બીજો જય પગપાળા આત્મનિર્ભરતા ની આડમાં

એક સાવજ રસ્તે કરે ચોકી ખાખી વરદીમાં
ને બીજો એસીમાં રમત રમી રાજકારણની ગરમીમાં

એક ભગવાન સમો ડોકટર વ્યસ્ત ઈલાજમાં
ને બીજો વ્યસ્ત પક્ષના બચાવ ને ખોટી હાંકવામાં

એક રોજી માટે ટળવાળતો લોકડાઉન માં
ને બીજો નેતા પેંશન ખાતો સરકારના ખજાનામાં

એક પૂજારીના વેશે લૂંટતો ભક્તના દરબારમાં
ને બીજો સ્વચ્છતાનો પૂજારી રખડતો લાય ગરમીમાં
(સફાઈકર્મી)

શુ આજ ભેદભાવની મનોદશા માં આજીવન રહેશે ભારતદેશ?
શું નહીં થાય કોઈ ઉદ્ધારક નવો હવે સમાજમાં?

Read More

जिंदगी है तब तक, दर्द भी रहेगा जनाब।
मोत के बाद तो, दर्द की क्या औकात है।।

जीवन का नियम है, कभी आंसू कभी हँसना है।
मन से मानी तो शांति है, वरना रोज धमासान है।।

Bhavu jadav✍️😇🌹

Read More

#માળો
તું આવેને જો ફરી આ જીવનમાં
તો.. બનાવીએ માળો સહિયારો
બાકી એકલાને જરૂર શી માળાની
જીવનમાં પછી ક્યાં કોઈ આશ રહે છે

ભાવુ જાદવ

Read More

#માળો

ગૂંથાય છે માળો વર્ષો એમાં નીકળી જાયછે
એક પળમાં કોઈ આવીને વિખેરી કેમ જાયછે.

કોશિશ પછી ફરી કરવાની હિંમત ક્યાં થાય છે
પછી એ ખાલી ડાળી માળાની કિંમત ક્યાં થાય છે
ભાવુ જાદવ

Read More