×

from last 4 years i am trying for gujarati short poetry and recent i am writting navlika inspired by hon.Raees maniyar

આંખ સામેથી પસાર થયેલી ઘટનાઓ, મનની સ્મૃતિઓ, મનમાં ઉઠતી કલ્પનાઓ અને એમાં મિશ્રીત થતા ભાવોને શબ્દોમાં રૂપાંતરીત કરવા સહેલા નથી.કોઇ યોગ્ય માધ્યમ વિના આ ભગીરથ કાર્ય શકય નથી.આ મજબુત માધ્યમ એટલે માતૃભારતી.....

"મનની સપાટી પર પરપોટા જેવા વિચારો તો રોજ
ભમ્યાં કરે છે,

માધ્યમ મળે જો માતૃભારતી તણું તો શબ્દો બની સૌને
ગમ્યાં કરે છે..."
--ભ્રમિત ભરત

Read More

ઉંચે જોવા આભ મળ્યું છે
લહેરાવા મને આભ મળ્યું છે
ઉપર ઉઠવા આભ મળ્યું છે
દુ:ખ ખંખેરવા આભ મળ્યું છે
ઉગતા સુરજનું આભ મળ્યું છે

ગરજતા વાદળનું આભ મળ્યું છે
વરસતા જળનું આભ મળ્યું છે

રંગ બદલતું આભ મળ્યું છે
ધરાયા નથી ધરાથી તોયે
કેવું છલકતું આભ મળ્યું છે!

માનો તો સહિયારું
ન માનો તો અલાયદું
કેવું અનોખુ આભ મળ્યું છે!
ભાગે પડતું સૌને અહિં
પોતપોતાનું આભ મળ્યું છે

આમ જુઓ તો અર્વાચીન
પણ પાર ન પમાય એટલું પ્રાચીન
એવું મહાન આભ મળ્યું છે

ન મળે છેડો એનો અને
વળી કયાં કદી નાભ(મધ્યબિંદુ) મળ્યું છે?
રહસ્યોથી ભરપુર એવું આભ
મળ્યું છે

ભલે નથી નકકર પુરાવા એના હોવાના,
એવું આભાસી ખ્વાબ મળ્યું છે
આધાર વિનાનો આધાર અમારે
એવું અદ્રશ્ય આભ મળ્યું છે...

--ભ્રમિત ભરત
(ફોટો-ભરત)

Read More

ચલા હું તુમ તક
ચલુંગા તુમ તક
બના હું તુમ તક
મીટુંગા તુમ તક
તુમ તક તુમ તક
ઓ પાવન પુસ્તક
મનભાવન પુસ્તક....


(રાંઝણા ફીલ્મનાં રહેમાન સાહેબનાં એક ગીત પરથી નકલ)

સાર:-
વાંચન, કરો અને કરાવો.

Read More

દિવાલે દિવાલે ભેદ હોય,
કોઇની રંગીન, કોઇની મેલી
અને વળી કોઇની સફેદ હોય,

કયાંક કુરાન,કયાંક બાઇબલ
તો કયાંક વેદ હોય,
દિવાલે દિવાલે ભેદ હોય,

કયાંક ચોરેલા કાચના ટુકડા
કયાંક ચમકતો
પોતાનો જ પ્રશ્વેદ હોય,
દિવાલે દિવાલે ભેદ હોય,

કોઇને આંધણું અનુકરણ
કોઇને પોતાનો જ સંવેદ હોય,
દિવાલે દિવાલે ભેદ હોય,

દિવાલ તો છે અરીસા સમાન
પોતપોતાના પ્રતિબીંબ
એમાં કેદ હોય,

દિવાલે દિવાલે ભેદ હોય,
કોઇની રંગીન, કોઇની મેલી
અને વળી કોઇની સફેદ હોય,

---ભ્રમિત ભરત

Read More

closing year 2018

જો આ અઢાર પક્ષી જાય છે...
અઢાર જાય છે....
2018 જાય છે😀....
હવે હાથમાં નહિં આવે....
ઉડતા પક્ષી કે વહેતો સમય...
બસ જાય છે...
કરેલા કર્મોની સ્થુળતા આકાશે ઓગળી જાય છે....
એની અસરો સુક્ષ્મ થઇ સાથે રહી
જાય છે.....
ન કરેલા કર્મો સ્થુળ થતાં જાય છે....
આમ જુઓ તો આજની ઘડી
આજનો દિવસ જ જીવાય છે...
ગઇકાલ ને આવતીકાલ ફકત શબ્દોમાં રહી જાય છે....
આપણે તો ભ્રમિત જ રહ્યાં આજે પણ 'ભ્રમિત',
આ તો ફકત તારીખયું બદલાય છે....😀
(ફોટો-ભરત)

Read More

આભમાં સવાર આવી,
વધુ એકવાર આવી,

હતા અંધારામાં અંધ
હવે ફરી આંખો આવી,

ઉડયાં શમણાં આકાશે
એને પણ પાંખો આવી,

સુરજ પણ ફરી ચમકયોં
આભમાં નવી રંગોળી બનાવી,

સુતા રહેવું કે જાગી જવું
છે નિર્ભર આપણી ઇચ્છા પર
એટલે જ ઇશ્વરે ઇચ્છા જગાવી,

આભમાં સવાર આવી,
વધુ એકવાર આવી.....


(photo-bharat)

Read More

sunday

શહેરની એક વ્યસ્ત શાળામાં સાતમાં ધોરણના વર્ગશિક્ષકે વિદ્ધાર્થીઓને કહયું 'તો સ્ટુડન્ટસ, આવતીકાલે રવિવાર છે.તો આજે ઓછામાં ઓછા બે પેજીસ ભરાય એટલો એક નિબંધ લખો.એનું શિર્ષક છે 'how to enjoy your sunday'.તમારી પાસે એક કલાક છે.બધાએ લખ્યું.ખુબ લખ્યું.
રીસેસમાં ટીચર બધાના નિબંધ એક પછી એક તપાસતા હતા.એક નિબંધ અલગ લાગ્યોં કારણકે એ નિબંધ માત્ર ચાર-પાંચ લીટીનો જ હતો.અને એમાં પણ અમુક લીટી પાછળ પ્રશ્નાર્થ ચીન્હ હતા.એમાં લખેલુ હતું 'what is enjoy? i don't know anything about enjoy due to my study,tutions and extra activities.and which day is sunday? i have work and homework everyday.so teacher,can you give some defination about 'enjoy' and 'sunday' to me??? so i can write somthing about it.😊😊

--ભ્રમિત ભરત.

Read More

ભલે છુપાયો પેલે પાર,
પરદો ખસતા કેટલી વાર?

--ભ્રમિત ભરત
(ફોટો-ભરત)