The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
4
3.9k
13.9k
Hey, I am reading on Matrubharti!
#kavyotsav #કાવ્યોત્સવ ગીત - સંબંધ ઉછીના .. આંખોના ખચકામાં વાવ્યુતું આંસુ , ઉગ્યા છે ફૂલ તેમાં ભીના , આશાની ડાળી પર બેસીને લાગણીઓ , માંગે સંબંધ ઉછીનાં .... એકાદ ક્ષણની વાત કહું કેમ કરી , જેને કહું છું , હું જિંદગી , આવી અનેક ક્ષણ મૂકી મંદિરમાં રોજ કરૂં તેની હું બંદગી , હવન સરીખો એક ભડકો છે ભીતરે , નાખો તેમાં તમે હવે ઘી ના , આશાની ડાળી પર બેસીને લાગણીઓ , માંગે સંબંધ ઉછીનાં .... ભીતરમાં ભટકીને યાદોને આપ્યું , થોડું ખાતર , થોડું પાણી , પછી પાનખરે જામી જો કેવી લીલોતરી , જાણે ભીતરે હો કોઈ ઉજાણી , આમ દૂર દૂર બેસીને , મારી વસંત ને , છાનીમાની તું હવે પી ના , આશાની ડાળી પર બેસીને લાગણીઓ , માંગે સંબંધ ઉછીનાં .... -------અનિર્ણિત
કવિતા - પ્રેમ એક ડોસો ,ડોસીને પ્રેમ કરે , શરમાઈ જુવાનિયા એમ કરે , જતી ઉંમરે વળી વહેમ કરે , ડોસી પૂછે , તું કેમ એમ કરે ?... ચશ્માં માંથી આંખો મારે , ગાલે હળવો લાફો મારે , દીદાર ડોસી નો સતત ઝંખતો , જો રસોડામાં આંટો મારે .... ચોકઠું પહેરી ચીંગમ ચાવે , ગળે રેશમી રૂમાલ લટકાવે , પૂછતો રહેતો , જોઈ ડોસી ને , ચાલ , ફરી તું ખંડાલા આવે ?... એકલતામાં હાથ પકડતો , વારે વારે અડતો રહેતો , તસ્વીર જોઈ તે ડોસીની , હવે ક્યારે મળશું એમ કહે .. એક ડોસો ,ડોસીને પ્રેમ કરે , શરમાઈ જુવાનિયા એમ કરે .. -------અનિર્ણિત #કાવ્યોત્સવ #kavyotsav
એક બીલીપત્રનું ઝાડ , ઉગી નીકળ્યું મસ્જિદમાં , બધુજ હેમખેમ કરવાની , એક આકરી જીદમાં .... -----અનિર્ણિત
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser