મારા વિશે શું કહું..કોઇ બિજી વ્યક્તિ માટે બોલવું કે લખવું અમુક અંશે સરળ હોયછે. પણ જયારે પોતાના જ વિશે લખવાની વાત આવે ત્યારે ખબર ન પડે કે શું લખવું ... પણ મારી ર્વાતાઓ વાચકો સુધી પહોચાડી શકું અને મારી એક અલગ જ છાપ વાચકો ના મન પર રહે.એવી ઇચ્છા ....બિંદિયા..

"માય ડિયર કોમરેડ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

રોજ રોજ ઘટનાઓ બને છે
ને ઘટમાળમાંથી છૂટી એ રોજ મને મળે છે
શોધ્યું ન'તું આજ લગણ સત્ય
મારાં જ પાળેલાં વહેમ નડે છે
હું અંધારે અંધારે શોધ્યા કરું
એ અજવાળે મને માપે છે
મને મારું જેહન થોડું કળે છે
ઉભી છે ઝુંડમા જીજીવિષાઓ
બંધ બારણે અહમ નડે છે
મન અટવાયું માયાજાળમાં છે
મૂકી નેવે બધું ઉઘાડયું જો દ્વાર
જોયું 'તો છૂટ્ટા હાથે મોક્ષ મળે છે.

-Bindiya

Read More

બંધ છે બધું, હવે ખોલવાનો ઉત્સવ કરો,
ઘર,દુકાન,મંદિર ને મન ,
ખોલવાનો ઉત્સવ કરો.

નકાર ,નકાર ઉભરાય ચારે તરફ,
તાળું વાસેલું જમીર, હવે ખોલવાનો ઉત્સવ કરો.

જોવું નથી સઘળું સઘન, માણવું નથી વિશ્ર્વ હવે,
માણસ,પક્ષી,પ્રેમ,પ્રકૃતિ,પોતીકાને પામવાનો ઉત્સવ કરો.

અંધારપટમાં આંખો ઉઘડે,વળતું નથી કંઈ હવે,
ભલે બંધ આંખે અંતરકમાળ ઉઘડે, તો જાગવાનો ઉત્સવ કરો.

-Bindiya

Read More