The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@bindumaiyad191557
42
26.9k
85.4k
હુ એક સાધારણ વ્યકિત છુ...મને વાચન,સંગીત....અને હવે જે વિચારુ છુ એ લખવાનો પણ શોખ ધરાવુ છુ....આપ સહુ અને માતૃભારતી નો ખુબ ખુબ આભાર...
વાતોડીયુ વર્તન તારું... મુખ પર તારા ખંજન... સદાય હસતો તારો ચહેરો જોઈને આંખોની મળતી રાહત તુજ આસપાસ રહેવા હું તત્પર રહેતી... બિંદુ અનુરાગ હંમેશા આતુર રહેતી તને જોવા મારી આંખો... તારી મીઠી મીઠી વાતો મને કરતી પાગલ... તારું રિસાઈ જવું અને ફરીથી હું તને મનાવીને જે હસવું તને આવતું એ જોઈએ દિલને મળતી મારે ઠંડક... વાતોડીયુ વર્તન તારું... મુખ પર ર તારા ખંજન.. મારા વ્હાલા આત્મન.... -Bindu _Maiyad
शिक्षा वह नींव है जिससे हम अपने भविष्य का निर्माण कर सकते हैं ,और जीवन में उजाला ला सकते हैं । -Bindu _Maiyad
"કેટલાય કષ્ટો વેઠીને મુખ પર હાસ્ય રેલાવું છું કોઈક જો પૂછી લે પ્રેમથી કે વ્હાલ વરસાવે હેતથી તો આંખો અમસ્તા જ છલકાઈ જાય છે."જય દ્વારકાધીશ 🙏🏻 બિંદુ -Bindu _Maiyad
ફરીથી ગુંજી ઉઠશે કિલકારીઓ... Bindu Maiyad શાળાનો ઘંટ ફરીથી રણકસે ... દિવસની શુભ શરૂઆત થશે સુંદર મજાની સમુહ પ્રાર્થનાથી અને નવી ઊર્જા મળશે ... સ્ટેશનરીઓ ના ધક્કા ,યુનિફોર્મ ની ઉપાધિ, નવા ટિફિન બોક્સ અને વોટરબેગની ખરીદી થી ધમધમસે બજાર તો નવા જૂતા તો વળી કમ્પલસરી ... તો વળી છત્રી રેઈનકોટને માળિયામાંથી ઉતારાશે એ સવાર સવારમાં ગરમાગરમ નાસ્તા કે ટિફિન ની તૈયારીઓમાં મમ્મી લાગી જાશે... શાળાનું મેદાન ફરીથી ગુંજી ઉઠશે બાળકો ની કીલકારીઓથી અને રસ્તા પર સ્કૂલ બસના હોર્ન સંભળાશે .. અને નાના નાના ભૂલકાઓના હસતા રડતા ચહેરાઓ જોવા મળશે ફરીથી ગુંજશે કિલકારીઓ.... વેકેશન પૂર્ણ થતાં... મારી શાળા અને તમામ વિદ્યાર્થીઓને સમર્પિત.. જય દ્વારકાધીશ 🙏🏻 -Bindu _Maiyad
ભરાશે જો અદાલત હૃદયના દ્વારે પાપણના પલકારનો હિસાબ માગશે આંખોના ઉજાગરા નો હિસાબ માગશે હ્રદય કેટલી વાર ઘવાયું છે તેની થશે ત્યાં ગણતરી બે હિસાબ હશે તને યાદ કરવાની એ ક્ષણો પણ દંડ લાગશે તો કોને? હંમેશા પ્રેમ કરનારને જ સજા મળે છે ... ગણિત હૃદયનું ધબકાર ચૂક્યું હશે .... બિંદુ પણ અગણિત વાર તને યાદ કરવાની ક્ષણ ક્યારેય નહીં છૂટી હોય છતાં પણ જો તું આમ જ રહે તો બોલ શું સજા તને કરું.. કે છે અપરંપાર લાગણી તને પણ તુ વ્યક્ત જ નહીં કરે તો કોને ફરિયાદ કરું ભરાશે જો અદાલત હૃદયના દ્વારે પાપણના પલકારા નો હિસાબ માગશે આંખોના ઉજાગરાનો એ હિસાબ માંગશે કેટલી વાર હૃદય રડ્યું હશે તેની અગણિત ગણતરી કરવામાં આવશે પણ દંડ લાગશે તો કોને હંમેશા પ્રેમ કરનાર ને તો સજા મળે છે ને ભૂલ્યું હશે ઈશ્વરનુ સ્મરણ કરવું કદાચ પણ તારું સ્મરણ નિત્ય રહેશે... -Bindu _Maiyad
અનામિકા આજે આદિલને લઈને ચોપાટી બાજુ જઈ રહી હતી અચાનક જ ચોપાટી થી એક અલગ રસ્તો જઈ રહ્યો હતો તે બાજુ તે આદિલને લઈ જાય છે ને બતાવે છે કે જો બેટા અહીંયા મોટી મોટી શીપ બને છે જે દરિયામાં જશે એ જોઈને આદિલ કહે છે કે ઓફહો મમ્મા શું આટલા બધા લાકડાનો ઉપયોગ થયો છે શીપ બનાવવા માટે તો તું વિચાર મમ્મા કે કેટલા બધા ઝાડ કપાયા હશે આ સાંભળીને અનામિકા દંગ રહી જાય છે કે બોટ કરતાં પણ તેને વૃક્ષોના છેદન માટે કેટલા ઊંડા વિચારો ધરાવે છે.... આભાર દ્વારકાધીશ 🙏🏻 -Bindu _Maiyad
મારી વ્હાલી દીકરીઓ ... તમે હંમેશા યાદ રહેશો આજીવન ... જ્યાં સુધી મારામાં આ પ્રાણ વાયુ રહેલો છે.. કહો જોઈએ કેમ ભૂલી શકું તમને ? કે મારા શાળામાં પ્રવેશતા ,, તમે હાથમાં ગુલાબ લાઈ મારું સ્વાગત કરતા કે ગુલદસ્તો આપતા વર્ગખંડમાં ઉધરસ મને આવે ત્યાં તો.. પાણીની બોટલ તમારી તમે મને ધરી દેતા આજ હું ઉદાસ છું એ પારખી જતા .. તો મને હસાવવા માટે થઈને પ્રયત્નશીલ રહેતા કહેતા કે બેન કેમ આજે ઝાંખા લાગો છો ... તો વળી કહેતા કે આજ તો બહુ સરસ લાગો છો અને મારું મન પ્રફુલિત કરતા રહેતા કહો જોઈએ કેમ ભૂલું હું તમને મને ભાવતા બોર(ચણીયા બોર) ને ખાટી આંબલી લાવતા તો મમ્મીના હાથના બનાવેલા પેંડા આપી જતા. બોલો જોઈએ હું તમને કેમ ભૂલું? ગાયને વાછરડો આવ્યો છે કહી ડેરી મિલ્ક ખવડાવતા તો ભાભીને ભત્રીજો અવતર્યો છે કહી મોઢું મીઠું કરાવતા બોલો જોઈએ કેમ ભૂલી જવું તમને કે રમતના તાસમાં પણ મારી સાથે પકડા પકડી રમતા કે કબડીના દાવ પેચ શીખતા કે આંખે પાટા બાંધી આપણે કેવી સરસ મજાની રમતો નવી નવી રમતા બેન બેન કહી ક્યારે દીદીમાં કહી બોલાવતા તો ઘરની નાની મોટી વાતો મારી સાથે શેર કરતા અને તમારું હૈયું હળવું કરતાં બોલો જોઈએ કેમ ભૂલી જાવ તમને કહો તો ખરા કેમ ભૂલી જાવ તમને કે ... મારા હોવાનું મને મારા અસ્તિત્વથી રૂબરૂ કરાવતા કહો જોઈએ કેમ ભૂલી જાવ તમને મારી વહાલી દીકરીઓ તમે હંમેશા યાદ રહેશો... આજીવન કેમ ભૂલી શકું હું તમને.... મારા દ્વારકાધીશ ની કૃપા છે અને હંમેશા તમારા પર પણ એ આશીર્વાદ વરસાવતો રહે આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ દિકરીઓ (એક નિખાલસ પ્રશ્ન એક દિવસ એક દીકરીએ મને પૂછ્યું કે બેન છેલ્લા ચાર વર્ષ થયા આપણી સાથેના જે લાગણીના સંબંધો છે તો આવનાર વર્ષોમાં તમે અમને ભૂલી નહિ જાવ ને અને અનાયાસે જ મારાથી આ એક કવિતા જેવા શબ્દોમાં તેમના માટે લખાઈ ગયું છે ઘણું બધું છે જે હું વર્ણવી નથી શકતી પણ આ મારી બધી જ વ્હાલી દીકરીઓને જે મારી પાસે ભણીને જતી રહી છે જે ભણે છે અને ભણવા આવવાની છે એ બધી દીકરીઓને સમર્પિત છે મારી આ રચના..) ૧૧:૩૪ AM ૧૫/૦૨/૨૨
અઘરું છે કે અંદરથી તૂટી ગયા છો પણ બહાર મજબૂત દેખાવાનું છે બહુ જ અઘરું છે કે રડવાની ઈચ્છા છે પણ કોઈ એવો સહારો જ નથી મળતો માટે આંસુઓને રોકી રાખવાના છે... બહુ જ અઘરું છે કે અંદરથી સંઘર્ષ અનુભવીએ છીએ અને બહાર ખુશ ખુશાલ દેખાડવાનું છે.... ખરેખર ખૂબ જ અઘરું છે કોઈને કંઈક કહેવું છે પણ કશું જ કહી શકાતું નથી.. કેટલું અઘરું છે અંદરથી દરિયો હિલોડા લે છે અને બહાર તળાવની જેમ થર (સ્થિર) રહેવાનું છે.... ઓફફ...કેટલું અઘરું છે ,,અઘરું છે કે તમે જેવા છો ને એવા જ રહેવા ઈચ્છો છો પણ આ સમાજ આ સમાજના લોકો તમને પજવીને તમને પરેશાન કરે છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આંખ આડા કાન રાખીને બધું જોયા કરવાનું છે પણ કોઈને કશું જ કહેવાનું નથી ખરેખર એટલું અઘરું છે નહીં?? હે દ્વારકાધીશ ! બસ તું સંભાળીને રાખજે મારા જીવનની ડોર.. ખરું કહો ને તો જીવન તો સરળ છે ,, પણ જીવંત રહેવું જ કેટલું અઘરું છે... અઘરું છે.... અઘરું છે... ૧૨:૧૨ AM ૨૭/૦૧/૨૩ -Bindu _Anurag
જેમ પારસમણિ નો સ્પર્શ થતાં આસપાસ રોશની ફેલાય છે તે જ રીતે દુષ્ટ વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેમની દુષ્ટતા તમારા વિચારોમાં આવે છે. માટે સ્વજનોની સાથ આપવો અને દુર્જનોથી દૂર રહેવું જય દ્વારકાધીશ 🙏🏻 -Bindu _Anurag
બીજા પાસે વફાદારીની આશા રાખવા વાળાઓ પોતે જ ગદ્દાર હોય છે વફાદારી શું છે તે કદાચ તેઓ સમજી જ નથી શકતા જે વફાદાર હોય છે તેના લોહીમાં જ એવા સદગુણો હોય છે જ્યારે ગદ્દાર લોકો છે તે એક વિકૃત માનસ ધરાવે છે બીજા પાસે વફાદારીની આશા રાખતા પહેલા પોતે જ વફાદાર બનવું પડે છે... જય દ્વારકાધીશ 🙏🏻 -Bindu _Anurag
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser