સદગુરૂની જુગોજુગ જય હો.

🌹🔅🌹🔅🌹🔅🌹🔅🌹

જેને સતગુરૂ મળ્યા સાચા રે....
સ્વરૂપ એને ઓળખાયા રે....
ગુણ ગુરૂના એણે ગાયા રે

સ્વાસ-ઉસ્વાસે સાધના કરો તો
ત્રિવેણીમાં તમારા ધામા રે...
. જેને સતગુરૂ મળ્યા....

અષ્ટસિદ્ધિ અને નવનિધિ તો
. સંત ચરણની દાસી રે....
. જેને સતગુરૂ મળ્યા....

અડસઠ તીર્થ સતગુરૂ ચરણે
. તેત્રિસ ભલે કરે તે આશા રે....
જેને સતગુરૂ મળ્યા...

મૈસુરબાપુ નો દાસ બીજલ કહે
. ગુરૂદેવ હું બાળક છુ તમરો રે..
જેને સતગુરૂ મળ્યા...
.
🌸બ્રીજ 🌸

Read More

મળિયા એ નર મળશે જેની પૂર્વ જન્મની પ્રીત
નવા ખાતે નહિ ચડે, આતો યુગો યુગની રીત.....🙏🌹🙏

પાંચ પચ્ચીસ ગાઉ પર બહુ બઘા બેઠા,
લાબા વધારી વડવાઇ સમા જોને વાળ.
દાસ ખીમો કે અંતરમા હોય વિષયોની વરાળ,
એમા ક્યાથી છુટે ભવોભવની જંજાળ.
.... .....સતનામ તુહિનામ...... ....

Read More

ખરી વરતીમા જે ખંતથી ખેલે,
અને સ્નેહે સેવે સગુણા સંત.
દાસ ખીમો કે છુટે એના કુડા તંત,
પછી એને દર્શાય સધળે સહેજે ભગવંત.
.... .....સતનામ તુહિનામ..... ....

Read More

ગુરુ જ્ઞાનની ગોળી ખાઇ જો વિવેકે વાટી,
એની સહેજે ખુલે અંતર પટની આટી.
દાસ ખીમો કે દર્યાય વસ્તુ રદયમા દાટી,
એને ટળી જાય ભવોભવની હડીયાપાટી.
.... .....સતનામ તુહિનામ..... ....

Read More

સદગુરુ ચરણમાં શીશ નમાવી,
દોઉ કર જોડી કરુ એક આશ.
દાસ ખીમો કે પ્રિતે પ્રભુના ગુણલા ગાઉ,
અને રહુ નિત સંત ફકીરના ચરણનો દાસ.
.... .....સતનામ તુહિનામ..... ....

Read More

🙏🏻સત્સંગ સાર સમજ્યો નહિ
સંતના શબ્દોનો અર્થ લઈ
જ્ઞાન કથી ગાડા ભરે જ્ઞાનીઓ
સારમા સાર સમજે એ કોઈ🙏🏻

Read More

પ્રેમ રૂપી પ્યાલો
ભકિત કેરું ભોજન
અને શબ્દ રૂપી સ્વાદ
જો ગ્રહણ કરે સો ઉતરે ભવ પારા......

🙏તિરથ ગયે ફલ એક હે
સંત મીલે ફલ ચાર
સતસંગ મીલે ફલ અનેક હે,
કહે કબિર વિચાર.

🙏સાહેબ બંદગી🙏

હરિજનો કેરા હેતાળા સંગથી,
જેને ચડે સોહામણો અનેરો રંગ.
દાસ ખીમો કે છુટે એના નઠારા વ્યંગ,
ઇ તો ખેલે સત સંગ્રામે જબરો જંગ.
.... .....સતનામ તુહિનામ..... ....

Read More