Gujarati Poem status by Navyadarsh on 06-May-2019 11:47pm Home Bites Gujarati Poem Bites Navyadarsh Navyadarsh posted an update Gujarati Poem 7 months ago #કાવ્યોત્સવ૨ #Kavyotsav2 #Love #Emotions #Inspiration ચશ્મા એક દિવસ મારાથી એના ચશ્મા તૂટી ગયાં જ્યારે મારી સાળીના પલાવનો હળવો જોક લાગ્યો ત્યારે એના બે દિવસ પછી ફરી એના ચહેરા પર નવા ચશ્મા હતા એ દિવસે એને મન ભરીને જોયો કારણ કે, બે દિવસ તો એમની ચશ્મા વગરની આંખોથી બચતી રહી રખેને જોવાઈ જાય તો ગુસ્સો જ ફૂટી નીકળે એનો પણ એના નવા ચશ્મા એ એનો ગુસ્સો પીગળાવી દીધો હતો ના ના નવા ચશ્મા સાથેના મારા વહાલે એનો ગુસ્સો ઉતારી દીધો હતો એ દિવસે એ પણ દર્પણનો દીવાનો બન્યો હતો જ્યારે ઘરે જતો તો મસ્તીખોર બાળકોના હાથોથી એમના ચશ્મા તૂટતાં ત્યારે બાળકો સામે હસતો તે ક્યારેક પોતાના જ હાથ અડવાથી જમીન પર પડી જતાં ત્યારે ચશ્મા ના કાચ તૂટી જતા તેમનું હૃદય પણ તૂટતું આખરે એમણે અનબ્રેકેબલ કાચ નંખાવ્યા તો પણ ક્યારેક પોતાના હાથથી મારોડાય જતાં અને બટકી જતાં આજે જ્યારે એ ચશ્મા પહેરી સામે આવે છે હું સંભાળીને મુકી રાખું છું આજે જ્યારે હું અરીસામાં મારા ચહેરાને જોઉં છું અને તેમાં મારી આંખોને ત્યારે ચશ્મા અંદરની તેની ભોળી અને ભાવભીની આંખો તરી આવે છે મારી યાદોમાં વારંવાર તૂટતાં હૃદયની એને આદત પડી ગઈ હતી કદાચ એ હૃદય પણ એના ચશ્મા માફક અનબ્રેકેબલ બની ગયું હશેને? કે પછી કોઈએ એને પણ મારોડી નાખ્યું હશે? મારું હૃદય એના અનબ્રેકેબલ ચશ્મા માફક હવે તૂટતું નથી જીવનની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી એક કદમ, બસ એક કદમ આગળ ચાલી ગઈ હતી અનબ્રેકેબલ હૃદય સાથે હવે જયારે ક્યારેક અતીતની વાટે જાઉં છું ત્યારે તે મને ત્યાં જ મળે છે જ્યાં મેં એને છોડ્યો હતો હવે તે પોતાના ચશ્માંને નથી સાચવતો બસ એની બે ભોળી આંખો શોધ્યે રાખે છે ખાલી અને સુનસાન રસ્તાઓમાં, કે પછી ક્યારેક ભીડમાં કે ક્યારેક કોઈ મળી જાય એને ઘણીવાર વાસ્તવિકતા આગળ સપનાઓ હારી જતાં હોય છે પણ ઉમ્મીદ એની આંખોમાં આજે પણ એવી જ હતી. -- ‘નવ્યાદર્શ’ Read More 41 Views Like 1 Comments Shared Facebook Twitter Google WhatsApp 2 others like this post. Navyadarsh 7 months ago Thanks View More Gujarati Poem Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj