Gujarati Motivational status by Mamta Pandya on 21-Jul-2019 11:07pm Home Bites Gujarati Motivational Bites Mamta Pandya Mamta Pandya posted an update Gujarati Motivational 5 months ago પીઝઝા ના એ આઠ ટુકડા.......... જરુર થી એકવાર તો વાંચજો પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે... પતિ: કેમ??? પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ?? પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે? પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે. પતિ: વાહ...અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં??? ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું પતિ:કેમ રહી રજા? કામવાળી: બહુ સારી રહી સાહેબ...દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને... તહેવાર નું બોનસ પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયા નું??? કામવાળી: દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો, બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી, દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના, 50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો, 60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું, 25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી, 50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!! પતિ: 500 રૂપિયા માં આટલું બધું???? મન માં જ વિચાર આવવા લાગ્યા.... તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો... પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો. પહેલો ટુકડો છોકરા ની શર્ટ નો, બીજો ટુકડો દીકરી ની મીઠાઈ નો, ત્રીજો મંદિર માં પ્રસાદ નો, ચોથો ભાડા નો, પાંચમો ઢીંગલી નો, છઠ્ઠો બંગડી નો, સાતમો જમાઈ ના બેલ્ટ નો અને આઠમો બુક-પેન્સિલ નો. આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો. પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી... પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા. “જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું. વાંચવા જેવું???????? Read More 54 Views Like 0 Comments Shared Facebook Twitter Google WhatsApp 5 others like this post. View More Gujarati Motivational Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj