× Popup image

#કાવ્યોત્સવ૨ status in Hindi, Gujarati, Marathi

 • #Kavyotsav2 #કાવ્યોત્સવ૨
  Subjects : Love, God, emotions, inspiration

  ખુશી

  આજે હું
  એ જૂનાં રસ્તાઓ ભૂલી ગઈ હતી
  બસ આછો આછો આભાસ હતો
  કદાચ એણે રોકી ન હોત તો હું ચાલી જ ગઈ હોત
  પણ મારું મન જાણે છે કે,
  એનો એક અવાજ જ કાફી છે મને રોકવા માટે.
  એને મળવામાં એટલી અધીરી થઈ ગઈ હતી કે,
  રસ્તાઓ વચ્ચે જ હું ભૂલી પડી હતી
  હું મારામાં ખોવાઈ હતી
  એનાં પ્રેમની હું જ દિવાની હતી.
  એનો હાથ મારા હાથમાં હતો
  મારી સામે રહી એક પળને પણ તે ગુમાવવા નહોતો માંગતો
  પણ સમય કોઈનું માને ?
  હું એની પાસે હતી
  બહુ જ નજદીક
  એની ખુશી માટે
  અને આજે જ હું એનાથી દૂર જવાની હતી
  એની જ ખુશી માટે.
  કેટલીયે વાતો વચ્ચે પણ અમે મૌન હતાં
  અમને ખબર હતી કે,
  આજ પછીનો સંબંધ અમારો કેવો હશે
  તો પણ મૌન હતાં.
  જતાં જતાં મેં એને કહ્યું,
  ‘હું જાઉં છું … મને યાદ ન કરીશ.’
  એણે કહ્યું,
  ‘હા, જાણું છું, હું તારી સાથે જ તો છું.’
  મારી ખુશી જોવા માટે
  આજે તે હસી રહ્યો હતો
  હું હસી પણ ન શકી અને રડી પણ ન શકી
  કેટલાંય ઘોઘાટો વચ્ચે હું એકલી હતી
  એની યાદો, એના અહેસાસ અને એના પ્રેમ સાથે
  એના શબ્દો મારા કાને ગુંજી રહ્યાં હતાં,
  ‘હું તારી સાથે જ છું હંમેશાં માટે હો.’
  મેં આંખો બંધ કરી
  મારા અને એના ભવિષ્ય માટે
  હું મારામાં ખોવાઈ ગઈ.

  - ‘નવ્યાદર્શ’
  Email : navyadarsh67@gmail.com

 • #kavyotsav2 #काव्योत्सव2 #matrubharti #કાવ્યોત્સવ૨  पता नहीं?  नदिया के पास कभी गया ही नहीं,

  'किनारा' क्या होगा, पता नहीं?  दुनिया की भीड़ मे गहरा उतरता गया,

  'खोजना' क्या है, पता नहीं?  भगवान का नाम लेती रहती है दुनिया,

  वो भी 'थक गया होगा क्या' , पता नहीं?  पानी तो आंखो मे बहोत है दुनिया के,

  वो 'खुशी' है या 'गम', पता नहीं?  मंज़िल कहाँ मिली है मुझको,

  दूसरों को 'राह' दिखाऊ, पता नहीं?  दुनिया मशगूल है उपकार जताने मे,

  'हिसाब' कैसे किया, पता नहीं?  किस्मत से आज़ाद है सब,

  'सपने' कहाँ से लाए, पता नहीं?  रास्ता मंज़िल सब एक से है यहाँ,

  'शुरुआत' कहाँ से करू, पता नहीं?  पहचान तो बहोत है मेरी,

  कहाँ हु मैं, पता नहीं?  Chirag Koshti

 • રોજ રોજ દિવસો વિતતા જાય છે તેમ તેમ તારી યાદો નું વાવાઝોડું મને વેરાન બનાવતું જાય છે,

  નથી જાણતી વાવાઝોડું શાંત થશે ત્યારે મારામાં બાકી શું હશે!!!!!!

  આજે આપણા પ્રેમ ની જે ચારે બાજુ ચર્ચા થાય છે ,

  તારી આંખો ના કાજળ થી પણ વધુ ,
  તારી કમરનાં લટકા થી પણ વધુ,
  તારી ઓઢણી માં મઢેલા તારલાઓ થી પણ ચમકદાર ,
  અને તારા શોળે શણગાર સજેલા તન થી પણ સુંદર ,
  બીજું કઈ નથી ..........

  .
  .
  .

  દુર જતી રહીશ તારાથી કાયમ ,
  પણ કોઈ ની નહિ થઉં એ નક્કી છે ,
  યાદ તો તારી હમેશા એટલી જ આવશે જેમ આજે તને યાદ કરું છુ,
  દુર જાઉં છુ .....
  અર્થ એ નથી કે
  આજે આપણા પ્રેમ ની જે ચારે બાજુ ચર્ચા થાય
  બીજું કઈ નથી ...........
  .
  .
  .
  .
  .
  .
  બસ બીજું કઈ નથી ...........

  #ARChana
  #કાવ્યોત્સવ2

  રોજ રોજ દિવસો વિતતા જાય છે તેમ તેમ તારી યાદો નું વાવાઝોડું મને વેરાન બનાવતું જાય છે,

  નથી જાણતી વાવાઝોડું શાંત થશે ત્યારે મારામાં બાકી શું હશે!!!!!!

  આજે આપણા પ્રેમ ની જે ચારે બાજુ ચર્ચા થાય છે ,

  તારી આંખો ના કાજળ થી પણ વધુ ,
  તારી કમરનાં લટકા થી પણ વધુ,
  તારી ઓઢણી માં મઢેલા તારલાઓ થી પણ ચમકદાર ,
  અને તારા શોળે શણગાર સજેલા તન થી પણ સુંદર ,
  બીજું કઈ નથી ..........

  .
  .
  .

  દુર જતી રહીશ તારાથી કાયમ ,
  પણ કોઈ ની નહિ થઉં એ નક્કી છે ,
  યાદ તો તારી હમેશા એટલી જ આવશે જેમ આજે તને યાદ કરું છુ,
  દુર જાઉં છુ .....
  અર્થ એ નથી કે
  આજે આપણા પ્રેમ ની જે ચારે બાજુ ચર્ચા થાય
  બીજું કઈ નથી ...........
  .
  .
  .
  .
  .
  .
  બસ બીજું કઈ નથી ...........

  #ARChana
  #કાવ્યોત્સવ2

 • સર્જનહાર #કાવ્યોત્સવ૨ #kavyotasav2 .0

  સિંદુરી સમ આ સૂરજ સાથે ઉષા કિરણથી આપે સવાર
  કુંકુ વર્ણી સંધ્યા લઈને આપે તું અનેરી કોઈ મીઠી સાંજ
  હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

  વર્ષાની પહેલી બૂંદે કૂંપળ ફૂટતી ને વસંતે ખીલે પ્રકૃતિ અપાર
  હૈયે માનવનાં ય કૂંપળ લાગણીની ફોડી તું ખીલવે તારો પ્યાર
  હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

  આપ્યાં તે નીર સાગર વન ઉપવન ને ઉપર આ ઓઢણ આકાશ
  ક્ષિતિજની ક્યાં કોઈ રેખા મળતી ક્યાં મળતો પ્રકૃતિનો રે વ્યાપ
  હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

  હૈયું માનવનું જાણે સુંદરવન ને વળી કસ્તુરી સમ તેં આપ્યું મન
  માયા ય તારી એટલી જ વિશાળ ન જાણતો માનવ એને લગાર
  હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

  આપ્યું અઢળક તે થઈ દાતાર માંગ્યું કદી ન એનું વળતર લગાર
  અમુલક આપ્યો માનવ દેહ મૃગજળમાં “આસક્ત” થયો લાચાર
  હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

 • #Kavyotsav2 #કાવ્યોત્સવ૨
  Subjects : Humour, Love, God, emotions, inspiration
  અસ્તિત્વ

  1.
  તારા શબ્દો
  અને મારી સંવેદના
  ત્યારે બને છે એક કવિતા.
  પણ જ્યારે હું મૌન
  ત્યારે તારી કલમ પણ મૌન
  તો તારી સંવેદનાનું શું?

  2.
  મેં કહ્યું
  ને તું સાંભળતો જ રહ્યો
  અપનાવ્યો તે રસ્તો મારો
  અને બનતો ગયો તું મારો
  હું જરા તારા રસ્તા પરથી દૂર થઈ
  અને થઈ ગઈ મૌન
  ત્યારે
  તારી ન કહેવાયેલી વાતોનું શું?

  3.
  બહુ જીદ્દી છું
  અને નાદાન પણ
  ક્યારેક ગુસ્સો કરી લઉં છું
  તો ક્યારેક હદથી વધારે પ્રેમ
  જ્યારે આવી છું તારી પાસે
  તું મને ત્યાં જ મળ્યો છે
  ક્ષિતિજની પેલે પાર સંધ્યાના રંગો વચ્ચે
  હંમેશાં હસતો, આવકારતો
  ત્યારે
  તારી જિદ્દ તારી સમજદારીનું શું?

  4.
  હું ઉદયમાન ઉષા
  તું ઢળતી સંધ્યા
  ભૂલો કરતી,
  અનુભવ લેતી
  અને શીખતી
  ક્યારેક કોમળ
  તો ક્યારેક તપતી
  તું અંધકારની જેમ હૂંફ આપતો જ રહ્યો
  ત્યારે
  ચંદ્રની શીતળતામાં દાઝતી તારી વેદનાનું શું?

  5.
  મારું તારા જીવનમાંથી જવું
  સાવ સાધારણ ઘટના
  તો પણ
  તારા સ્વપ્નાઓનું ડૂબી જવું
  વિચારોનું તૂટી જવું
  કલમનું રોકાઈ જવું
  રસ્તાઓનું ભૂલાય જવું
  જીવનનું દિશાવિહીન, ઉદ્દેશ્યવિહીન બની જવું
  ત્યારે
  તારા અસ્તિત્વનું છું?

  - ‘નવ્યાદર્શ’
  Email : nayvadarsh67@gmail.com
  Subjects : #Love #God #emotions #inspiration

 • #કાવ્યોત્સવ2 #રોમાંસ #પ્રેમ

  "બોલ તારે શું કહેવું છે?"


  તારા ઉપર માઁની જેમ પ્રેમથી ખિજાવું છે,
  વાત ન માને મારી ત્યારે ખાલી ખાલી રીસાવું છે,
  બચ્ચા બની તારી સાથે ઘર ઘર રમવું છે,
  મીઠુ-મીઠુ એંઠુ અધૂરું શબરી જેમ જમવું છે.

  બોલ તારે શું કહેવું છે?

  તારા અધરો પર મારે ગીત બનીને ગુંજવું છે,
  તારી આંખોમાં મારે સપનું બનીને ઉગવું છે,
  કોમળતાથી લચી પડેલી ફુલ ડાળી જેમ નમવું છે,
  સ્નેહના વરસાદમા તારા અનરાધાર ભીંજાવું છે.

  બોલ તારે શું કહેવું છે ?

  સવારે પડતી ઓસની જેમ તારા ગાલે ઝમવું છે,
  તેં ઓઢેલી ચાદરની જેમ તારી સાથે ચોળાવું છે,
  સ્નાન પછી તારા બરડે પાણી જેમ રેલાવું છે,
  તારા ઉરપ્રદેશે મારી આંગળીયૉ એ ભમવું છે,

  બોલ તારે શું કહેવું છે?

  સાંજે ઢળતા સૂરજની જેમ તારા પાલવમાં છૂપાવું છે,
  મોર બનીને મેઘલી રાતે તારી સંગે નાચવું છે,
  લાગે આગ જ્યારે તારા અંગ અંગને નઁદવું છે,
  રોમ રોમ સળગે ત્યારે અંનગ બની રોપાવું છે.

  બોલ તારે શું કહેવું છે?

  મહેંદી ભર્યા હાથે તારા નામ મારૂ રંગાવું છે,
  પાનખર સમ જીવનમાં વસંત બનીને ખિલવું છે,
  થોર પર ઉગતા ફૂલની જેમ ક્યારેક તને ગમવું છે,
  હદની અંદર અનહદની હદ સુધી તને ચાહવું છે.

  બોલ તારે શું કહેવું છે?

  બોલને..........

  -જીગર બુંદેલા
  SWA MEMBERSHIP No: 032928