× Popup image

#પ્રેરણા status in Hindi, Gujarati, Marathi

 • #લેખન #લેખન_સ્ફૂરણા #પ્રેરણા #કવિતા #poem #writtinggyaan

  'લેખન_સ્ફૂરણા '

  બાળપણ માં કરે સહુ કોઈ ધીંગામસ્તી
  પણ હું તો ભેગી કરતી કાગળ ની કસતી

  રસ્તા ની ગલીઓમાં ગીલીદંડા નો ભારે શોર
  પણ હું તો વાર્તાઓની ચોપડીઓ માં બોળ

  કાર્ટૂન કે પરીઓ ની ટીવીઓ માં ચાલતી ધૂમ
  પણ હું તો 'કવિતા' ની રચના ચર્ચા માં ગૂમ

  વેકેશન માં મોજમસ્તી માટે થાય બધા રાજી
  પણ હું તો શોધતી લેખન સ્ફૂરણા ની માટી

  શૈશવ ની લાઈબ્રેરી માં લખવાની થઈ શરૂઆત
  જોતજોતામાં મારી કલમ સાથે થઈ મુલાકાત

 • #kavyotsav2 .0 #કાવ્યોત્સવ૨ .૦ #ભાવનાપ્રધાન #પ્રેમ #લાગણી #પ્રેરણા
  “અલવિદા, એ જિંદગી!”

  હવે એનું નામ
  મારી જિંદગીની કિતાબના પાનાઓમાં નથી
  હું જીવું છું
  મારી જિંદગી, સતત વ્યસ્તતામાં
  જ્યાં મને મારા માટે જ કોઈ સમય નથી
  આઝાદી?
  એ કઈ બલાનું નામ છે?
  મનને ગમતા કપડાં પહેરવાનું?
  કોઈએ કહ્યું આ દુનિયાની નજર બહુ બુરી છે
  જીન્સ, શર્ટ, શોર્ટ, ટોપ
  અને પેલું મારું વહાલું બ્લેક ટીશર્ટ પણ
  પહેર્યા વગરનું પડ્યું છે સાવ ઉદાસ
  પણ મારી નજર હવે એ તરફ નથી જતી
  હું ભૂલી ગઈ છું એ ખુશીને
  જે એ કપડાં પહેરતા મારી આંખોમાં આવી જતી હતી
  અને અરીસો હસી ઉઠતો હતો
  આજે એ જ અરીસો જોતાં ઢળી પડે છે મારી આંખો
  આમ તો હું કોઈનું સાંભળતી નહોતી
  આજે હું મારી પ્યારી દીદાનું પણ સાંભળતી નથી
  અને એના પત્રો એમ જ પડ્યા રહ્યાં છે
  જાણે એના શબ્દો વર્ષોથી રાહ જુએ છે મારી
  મને મારો જ સમય આજે નથી મળતો મારા માટે
  મારી આંખોમાં ઘણીવાર આંસુ આવીને ચાલ્યાં જાય છે
  કંઇક તૂટી ગયું છે અંદરથી
  અને દુનિયા મને બહારથી સજાવે છે પોતાની રીતે
  હું જેમ બદલું છું એમના કહેવાથી
  ત્યારે એમની લાડલી બનતી જાઉ છું
  પણ હકીકતમાં હું એક ઢીંગલી બનતી જાઉ છું
  એક ખૂબસૂરત અને કહ્યાગરી ઢીંગલી
  હવે આ ઢીંગલીને જોઇને દુનિયા ખુશ થાય છે
  ઢીંગલી તો સદાય હસતી જ હોય છે ને?
  એને ક્યાં ખબર હોય કે ખુશી શું અને દુઃખ શું
  આઝાદી શું અને જિંદગી એ વળી શું?
  આજે મારા કોઈ વિચાર નથી
  ન જિંદગી છે
  ન મારી પોતાની કહી શકાય એવી કોઈ ખુશી
  થોડો સમય છે મારી આઝાદીનો
  એ પણ આ દુનિયાને મેં આપી દીધો છે
  એટલે આજે કોઈ વિચારો પણ મારા નથી
  એનું નામ, એની યાદો
  ક્યારેક આંખોમાં તરી આવે
  અને હૃદયના ધબકારા થોડીવાર જાગી જાય
  મને અહેસાસ કરાવે કે હું પણ શ્વસું છું
  તમારી જેમ અને જીવું છું
  પણ દુનિયાની નજર પડતાં જ હું ફરી હસી ઉઠું છું
  તારું નામ
  જો હવે મારી કોઈ કિતાબમાં નથી
  કારણ કે,
  આ જિંદગી પણ હવે મારી નથી
  મારા મુખ પર સ્મિત છે,
  આંખોમાં ખુશી
  ઓગળી રહી છે મીણબત્તી માફક
  એમની યાદોની સાથે આઝાદી
  મારો હાથ હવામાં લહેરાય છે
  તને, મને અને તારી યાદોને
  “અલવિદા, એ જિંદગી!”
  - ‘નવ્યાદર્શ’

 • #કાવ્યોત્સવ૨ #પ્રેરણા

  પગલું ભર

  પરીણામ તારા હક્ક મા હશે!
  એક વાર મનમાં પગલું ભર.

  સમય ને હરાવી સમય જીતી જશે!
  એક વાર મનમાં પગલું ભર.

  નકાર નો નામું નિસાન નીકળી જશે!
  એક વાર મનમાં પગલું ભર.

  નદી નો નિર પણ થમી જશે!
  એક વાર મનમાં પગલું ભર.

  હવામાં હેત ભરાઇ જશે!
  એક વાર મનમાં પગલું ભર.

  જીવનના તાપ પર વાદળ છવાઇ જશે!
  એક વાર મનમાં પગલું ભર.

  કાંટાળો રસ્તો પણ માન ભરી જશે!
  એક વાર મનમાં પગલું ભર.

  આગ તારી હારને હરાવી જશે!
  એક વાર મનમાં પગલું ભર.

  પડછાયો તારો જગ ને અંધારી જશે!
  એક વાર મનમાં પગલું ભર.

  સારથિ તારી આ દુનિયા બની જશે!
  એક વાર મનમાં પગલું ભર.

  - મીત ખોડીયાર

 • #kavyostav
  #પ્રેરણા

  જીંવન ન। સફર મં। હારી ને થ।ક્ય। ન। કરીશ કેમ કે કોઈક તો હશે જે ત।રી જીત ની ર।હ જોતું હશે.

  તૂટી ગયેલી લ।ગણી અોને રખઙતી ન। મુકી દેજે કેમ કે કોઈક તો હશે જે એ લ।ગણી ને જોડવ। તત્પર હશે.

  ક્યં।ય ન। અંક।ય કિંમત ત।રી તો ખુદ ને નીંચુ ન। સમજી લેજે કેમ કે કોઈક તો હશે ખરો જોહરી જે ત।રું મૂલ્ય સમજાણું હશે.

  અોછી ન થવ। દેજે ત।ર। હાસ્ય ની રોનક કેમ કે કોઈક તો હશે જેનો ચહરો આ રોનક થી ચમકતો હશે.

  - કવિત। પટેલ