× Popup image

#સમજણ_સેતુ status in Hindi, Gujarati, Marathi

  • #સમજણ_સેતુ .

    એક સ્ત્રી બાળક ને જન્મ આપતા જ માઁ, કહેવાય છે,
    #પણ
    એ બાળક દીકરો કહેવાય છે કે નહીં,એતો એના જીવન માં કોઈ સ્ત્રી આવ્યા પછી જ ખબર પડે.

    સંબધ તો અઢળક હોય છે,જીવન માં દરેક ને,
    #પણ
    સંબંધ કોઈ એકજ નિભાવે છે જેના માં સંબધ શબ્દ ની સમજણ હોય.

    પ્રેમ લફડું,છોકરી છોકરો બન્ને કરે છે,મન મરજી થી બેફામ,
    #પણ
    જયારે લગ્ન ની વાત આવે ત્યારે માઁ બાપ ની આબરૂ યાદ આવી જાય છે,ખાસ કરી છોકરી ને.

    બાળપણ માં બે ભાઈ હળી મળી રહેતા હોય માઁ બાપ ની સાથે,
    #પણ
    જેવા માઁ બાપ વૃદ્ધ થાય ને મિલકતથી પ્રેમ થઇ જાય છે.

    જીવન માં ખાટા મીઠા અનુભવ કરેલ વૃદ્ધ દામ્પત્ય.
    પુત્તર પારણા માં,અને વહુ બારણાં માં આવતા જ ઘર નું ભવિષ્ય જોઈલે છે.

    Dp,"પ્રતીક"