× Popup image
 • #હુ આજે પણ તારી સાથે સમય પસાર કરૂ છું
  #તારા વગર એજ સ્થળે બેસી ને રાત ની સવાર કરૂ છું...

 • અળવીતરા...#હું પોતે #ધુની ..

  સૌ કોઈ ચાલે સીધા રસ્તા,
  મને ગમે વાંકાચૂકા રસ્તા..
  સૌ કરે અલગ અલગ જોબ
  મને ના ગમે હોય મારો કોઈ બોસ.
  સૌ કોઈ કરે વ્રત ને ઉપવાસ,
  મારે માં તો ના ખાઉં એટલે ઉપવાસ.
  આખી લીટી માં એક શબ્દ તો હોય ખોટો
  જોડણી એ ખોટી ને સ્પેલિંગ પણ ખોટા
  એવા તો મારા અળવીતરા.
  સાબુ તો ધોઈને જ વાપરું , ને વળી
  કોઈ વાર તો ફેસવોસ થી હાથ પણ ધોવું.
  માથું તો હંમેશા તેલ લગાવી ને j ધોવું
  ચશ્માં વિના દેખાય નહિ તોય,
  અરીસા માં તો ચશ્માં વિના જ જોવું.
  કોઈ પૂછે કે કેટલા થયા તો,
  ઉંમર કરતા એક વર્ષ વધુ કહું.
  એવા તો મારા અળવીતરા..
  ચા તો હું જ મૂકું પણ,
  ચા ગળી ને તો પતિ દેવ જ લાવે.
  હોટલ માં જઈ ને પેલા તો,
  મુખવાસ જ ખાઉં ,
  વેઇટર ને તો ગુજરાતી માં જ બોલવું.
  ભાઈ.થોડા પાની દો..ઠંડા લેકે આના.
  જો કોઈ સામે જોવે તો ,.
  પોતાના પર જ હસુ..આવા તો અડવિતરા મારા..


  સૌ

 • #હું છું તારામહીં...?

  હું તને ગોતું તો ગોતું ક્યાં??
  તું કે મને કે...
  હું ગોતું તને ક્યાં ક્યાં??
  શીદ કરે તું મને આમ હેરાન??
  તું આવ ને કર મારી મૂંઝવણ દૂર...
  ન તડપાવ મને આમ...

  હું છું તારામહીં...ન શોધ મને આમ અહીંતહીં...
  ખુદમાં જ જા ડૂબી ને થઈ જા ખુદના જ પ્રેમરસમાં તરબોળ...

  હું છું તારા નસેદાર નયનોમાં...
  જ્યારે તું મને યાદ કરે છે આંખો બંધ કરી મારી તસ્વીર નિહાળવા...

  હું છું તારા થોડા વધુ ઉપસી આવેલા ગાલે...
  જ્યારે તું મને યાદ કરે મનોમન હસી મારા ગુલાબી ગાલ ખેંચવા ઇચ્છતો...

  હું છું તારા મદભર્યા અધરો પર...
  જ્યારે તું મને યાદ કરી પ્રેમભર્યા ગીતો ગુંગુનાવી પ્રેમરસ પાવા ઇચ્છતો...

  હું છું તારા આતુર એવા કર્ણમાં...
  જ્યારે તું મને યાદ કરતા કરતા મારો મધુર અવાજ સાંભળવાની ઝંખના કરતો...

  હું છું તારા એ કાળા સુંવાળા કેશમાં...
  જ્યારે તું મને યાદ કરે ને ઇચ્છતો કે મારા કોમળ ટેરવાઓનો થાય ત્યાં હળવે હળવે સ્પર્શ...

  હું છું તારા એ મજબૂત પંજાની પકડમાં...
  જ્યારે તું મને યાદ કરી વિચારતો કે હાથમાં આવે એનો નાજુક હાથ તો ન છોડું કદીયે...

  હું છું તારા એ સદાય અધ્ધર રહેતા વિશાળ લલાટે...
  જ્યારે તું મને યાદ કરી મારા લલાટ ને ચૂમવા માંગતો...      

  હું છું તારી એ ચોતરફ ફેલાયેલી બાજુઓમાં...
  જ્યારે તું મને યાદ કરીને મુજ નમણી કાયાને બાથમાં જકડી લેવા ચાહતો...

  હું છું તારી એ હરેક પગલાં ની આહટ માં...
  જ્યારે તું મને યાદ કરી વિચારતો કે કઈ રાહ મને તારી સમીપ લાવશે ને પછી હું તારા એ પગે પાયલ પેહરાવું...

  હું છું તારા ધકધક કરતા ધબકતા હ્ર્દયમહીં...
  જ્યારે તું મને યાદ કરતો ત્યારે ક્યારેક એકાદ ધબકાર ચૂકી જતો કે ક્યારેક એવો તે હાંફતો શોધતો મને મારા ધબકારને તારા ધબકારમય કરવા...

  હું છું તારી રગેરગમાં ગતિમાન એવું લોહી...
  જ્યારે તું મને યાદ કરતો તો એ લોહી વધુનેવધુ ગતિમાન થઈ  તને મારી તરફ આવવા પ્રેરતું...

  હું છું તારા શ્વાસેશ્વાસમાં શ્વસતી હવા...
  જ્યારે તું મને યાદ કરતો અને મલકતો કે મારા ને તારા શ્વાસ એકબીજામાં ભળી જાય તો કેવું...

  હું છું તારા રોમેરોમમાં પ્રફુલ્લિત એક એવી ખુશ્બૂ...
  જ્યારે તું મને યાદ કરતો ત્યારે એક અલગ જ દુનિયામાં સરી જતો અને મને ખુદના સમક્ષ નીરખતો...  હું છું તારા મનમાં અવિરત ચાલતા રહેતા વિચારો...
  જ્યારે તું મને યાદ કરતો ને મને વિચારતો કે હું કેવી હોઈશ એ વિચારોની રચના હું...

  હું છું તારા લખાણના શબ્દોના ગહનઅર્થમાં...
  જ્યારે તું મને યાદ કરી કાંઈક લખતો ને પછી એક રહસ્ય સમાન તું મને ને હું તને સમજવા પ્રયાસ્તા...


  હું છું તારા તને ખુદ ના જ હર સ્પર્શમાં...
  જ્યારે તું મને યાદ કરે ત્યારે તને અંતરમાં જે એહસાસની અનુભૂતિ થતી એ પ્રેમાળ સ્પર્શ છું હું...
  #સાંઈ સુમિરન....
          
       

 • #હું તને યાદ કરું છું.....  પહેલા વરસાદની માટીની સુગંધ સાથે,
          અને તેજ વરસાદના રૂપેરી ધનુષ સાથે જ,
          હું તને યાદ કરું છું.............

  શિયાળના પહેલા ધૂંધળા ધુમ્મસ સાથે,
         તેજ ધુમ્મસના ભીના ઝાકળ સાથે જ,
          હું તને યાદ કરું છું...........

  ગરમ ઉનાળાના મીઠા છાયાની શોધ સાથે,
            અને તેનીજ ઠંડી લહેરો અનુભવતાની સાથે જ,
             હું તને યાદ કરું છુ..........

  નવરાત્રી ની પહેલી રૂડી રાત સાથે ,
          અને તેના મોજીલા રાસ રમતાની સાથે જ,
           હું તને યાદ કરું છું...........

  તે શરદ પૂનમના મયંકને જોતાની સાથે,
              અને તેમાં તારું દર્પણ દેખતાની સાથે જ,
               હું તને યાદ કરું છું........

  બેપળની અમૂલ્ય ખુશી આવતાની સાથે,
             અને તે ગમગીન દુઃખમાં ફરતાની સાથે જ,
              હું તને યાદ કરું છું..........

  જીવનના દરેક શ્વાસ લેવાની  સાથે,
              અને તે કઠોર શ્વાસ છૂટવાની સાથે જ,
               હું તને યાદ કરું છું.........

                                              -MSBB