× Popup image
 • #Kavyotsav2 #કાવ્યોત્સવ૨
  Subjects : Humour, Love, God, emotions, inspiration
  અસ્તિત્વ

  1.
  તારા શબ્દો
  અને મારી સંવેદના
  ત્યારે બને છે એક કવિતા.
  પણ જ્યારે હું મૌન
  ત્યારે તારી કલમ પણ મૌન
  તો તારી સંવેદનાનું શું?

  2.
  મેં કહ્યું
  ને તું સાંભળતો જ રહ્યો
  અપનાવ્યો તે રસ્તો મારો
  અને બનતો ગયો તું મારો
  હું જરા તારા રસ્તા પરથી દૂર થઈ
  અને થઈ ગઈ મૌન
  ત્યારે
  તારી ન કહેવાયેલી વાતોનું શું?

  3.
  બહુ જીદ્દી છું
  અને નાદાન પણ
  ક્યારેક ગુસ્સો કરી લઉં છું
  તો ક્યારેક હદથી વધારે પ્રેમ
  જ્યારે આવી છું તારી પાસે
  તું મને ત્યાં જ મળ્યો છે
  ક્ષિતિજની પેલે પાર સંધ્યાના રંગો વચ્ચે
  હંમેશાં હસતો, આવકારતો
  ત્યારે
  તારી જિદ્દ તારી સમજદારીનું શું?

  4.
  હું ઉદયમાન ઉષા
  તું ઢળતી સંધ્યા
  ભૂલો કરતી,
  અનુભવ લેતી
  અને શીખતી
  ક્યારેક કોમળ
  તો ક્યારેક તપતી
  તું અંધકારની જેમ હૂંફ આપતો જ રહ્યો
  ત્યારે
  ચંદ્રની શીતળતામાં દાઝતી તારી વેદનાનું શું?

  5.
  મારું તારા જીવનમાંથી જવું
  સાવ સાધારણ ઘટના
  તો પણ
  તારા સ્વપ્નાઓનું ડૂબી જવું
  વિચારોનું તૂટી જવું
  કલમનું રોકાઈ જવું
  રસ્તાઓનું ભૂલાય જવું
  જીવનનું દિશાવિહીન, ઉદ્દેશ્યવિહીન બની જવું
  ત્યારે
  તારા અસ્તિત્વનું છું?

  - ‘નવ્યાદર્શ’
  Email : nayvadarsh67@gmail.com
  Subjects : #Love #God #emotions #inspiration