× Popup image
 • #kavyotshav 2  ડૂબી રહી છું કિનારે
  મધ દરિયે પહોંચવા નો ઇંતજાર ન કર..

  માંગી રહી છું પ્રેમ
  દયા દેખાડવાની કોશિશ ન કર...

  ઘણા સાથી છે તારા મારગ માં
  સાચા સાથી ને દૂર કરવાની ભૂલ ન કર...

  જયારે સાથ ન દેશે કોઈ
  ત્યારે તને યાદ આવશે,
  તો હમણાં જ મારી અવહેલના ન કર..

  ઈચ્છા હોય જો તારી સાથે રહેવાની
  તો આ દુનિયા ની પરવા ન કર..

  ઝાલી લે મારો હાથ હમણાં જ
  ચાલ હવે મોડું ન કર...

  કુંજદીપ.

 • #kavyotshav 2

  #ઈશારો

  નજર થી નજર શું મળી
  દિલ માં એક એહસાસ થયો..

  કયાં ખબર હતી કે તારો પ્રેમ મળશે,
  પણ મારા પ્રેમ નો એકરાર આજ થયો...

  ઈશારો કરી તારી આંખે મારા પ્રેમ ને કબૂલ કર્યો,
  ત્યારે દિલ માં હાશકારો ખાસ થયો..

  તું મને જરૂર મળશે હવે,
  એ જાણી હૈયા માં ઉમંગ નો વરસાદ થયો..

  જાણે મૃગજળ માં તૃષ્ણા જાગી
  તું મેઘ બની વરસ્યો ને ભીંજવી ગયો...

  તે તારી આ રાધા નો પ્રેમ સ્વીકારી
  એ ઘેલી પર જાણે ઉપકાર કર્યો..

  તારી થઈ હું કાના
  મારો પ્રેમ જગ વિખ્યાત થયો...

  તારે મને અપનાવવી હોય તો અપનાવ
  પણ તું તો જન્મોજનમ હવે મારો થયો..

  કુંજદીપ.

 • #kavyotshav 2

  #યંત્રાદિમાનવ


  જયારે મળશે આદિમાનવ
  યંત્રમાનવ ને..
  એ પણ જોવા જેવો હશે નજારો..

  પૂછશે આદિમાનવ યંત્રમાનવ ને
  હજી પણ
  માનવો માં લાગણી ન આવી???
  આ કયો યુગ આવ્યો???

  અમે તો જીવતા એકલવાયું જીવન
  હમણાં તું પણ એકલો ભટકતો રહયો???

  બધું જ બદલાયુ પૃથ્વી પર
  પણ માનવ ના બદલાયો..

  યંત્રમાનવ કહેશે આદિમાનવ ને
  બદલાયુ ને માનવ માં !
  એ પણ મારી જેમ યંત્રવત્ જીવન જીવતો થયો..
  આદિમાનવ માંથી યંત્રમાનવ બન્યો...

  -કુંજદીપ.

 • #kavyotshav 2

  #મારા પ્રેમથી અજાણ


  સૌ કોઈ જાણે છે કે
  હું એને પ્રેમ કરું છું.
  ફક્ત એ જ નથી જાણતો...
  કે હું એને પ્રેમ કરું છું.
  કદાચ એને મારા દિલ નો
  અવાજ નથી સંભળાયો..

  છૂપાવ્યુ હતું મેં એનું આગમન બધા થી
  પણ
  તેને જોઈને મારા હદય માં જે ધબકાર થયો
  એ શેરી ના ખૂણે ખૂણે સંભળાયો..

  આ તડપતા હૈયા ને કોણ સમજાવે..
  મનમાં યાદ ને દિલમાં ઉમંગો ઉભરાઈ આવે...
  જયારે ઓચિંતા નો તારો સાદ સંભળાયો...

  હવે તો ફક્ત જીવવા તારો જ
  સહારો રહ્યો....

  કુંજદીપ.

 • #kavyotshav 2

  #રાધા માધવ

  ભૂલી ગયો તું મને માધવ
  કેમ કરી તું મને વીસરી ગયો??

  જઈ બેઠો તું મથુરા માં
  તો એમાં તું મને ભૂલી ગયો??

  જા નહીં જ આવું તારી પાસે
  કે નહીં જ માનું કોઈ કાજે..

  આજે આ તારી રાધા રીસે ચઢી
  બ્રિજવન માં મને તું કેમ
  એકલી મૂકી ગયો??

  આવ કાના હવે તું જલદી
  આવ
  તારી રાધા નો જીવ તારા માં જ
  અટકી ગયો..

  -કુંજદીપ.

 • #kavyotshav 2

  #માં

  ગમે એ પરિસ્થિતિ આપે ભગવાન
  હું જીવી લઈશ
  બસ મારી માં તું હસતી રહેજે...

  એક રોટલો આપશે ભગવાન તો
  અડધો કરી ખાશુ
  પણ મારી માં તું હસતી રહેજે...

  હું કામ કરીને લાવી દઈશ તને પણ લુગડું
  જાણું તું ના જ પાડશે
  પણ મને ગમશે માં
  પણ મારી માં તું હસતી રહેજે...

  થાકી ને આવીશ ને મા તારી પાસે
  ત્યારે સુંવાળું ગોદડુ ન આપીશ તું
  મને તારા ખોળે સૂવડાવ જે,

  તને શીશ મહેલ ન આપી શકું
  પણ આપું આ ખોરડું
  જરા અગવડ પડશે માં
  પણ મારી માં તું હસતી રહેજે...

  તારા આશિષ નો હાથ મારા પર રાખજે
  મારી ભૂલો પર કાન પકડી ને તું વળજે
  પણ મારી માં તું હસતી રહેજે...

  ભવોભવ તું મારી જ માં થજો
  પ્રભુ પાસે માંગું હું એટલું


  મારા લાડકવાયા તારી ખુશી માં જ હું
  ખુશ છું,
  બસ તારી સાથે તું મને રાખજે..
  મારા દિકરા તું આમ જ ખુશ રહેજે..

  કુંજદીપ.

 • #kavyotshav 2

  મિલનની પ્યાસ

  તારી યાદો માં વહેતા મારા આંસુ ને
  તું તારા દિલના મોતી બનાવી જા,
  કાના એકવાર તો તુ મને
  મળી જા...

  અહલ્યા જેવી જડ બની ફરું જગમાં
  રામ બની તું તારા ચરણ ની રજ દઈ જા,
  કાના એકવાર તો તું મને
  મળી જા...

  આમ જ શ્વાસ લઉં છું જીવવા કાજ
  શ્વાસ માં મારા તારા શ્વાસ થી પ્રાણ ફૂંકી જા,
  કાના એકવાર તો તું મને
  મળી જા...

  થાય મોડું તને ને હું દુર થાઉં આ જગથી
  એ પહેલાં તું આવી ને શ્વસી જા,
  કાના એકવાર તો તું મને
  મળી જા...

  મારા થી ના કહેવાય ના તારા વિના રહેવાય
  પ્રેમ ની આ પરાકાષ્ઠામાં તું ભળી જા,
  કાના એકવાર તો તું મને
  મળી જા...

  -કુંજદીપ.

 • #kavyotshav 2

  ઉડાન

  ખુલ્લુ ને કોરું આકાશ આપું છું.
  તને ઉડવા નવી પાંખો આપું છું.

  આ આખું આકાશ તારું જ છે,
  લગાવ ઉડાન અને બાથ ભર આ વિશ્વ ની...
  તને આજે આ ચાહમાં સાથ આપું છું.

  ઊંચા હિમાલય ને અડી આવ,
  ઊંડા સાગર માં જઈ મોતી વિણી લાવ...
  તને આ પ્રણમાં મારો શ્વાસ આપું છું.

  કદી અટકીશ નહીં, કદી ઝુકીશ નહીં,
  તારા સપના ને જીવવા નું છોડીશ નહીં...
  તને આ વાતનું આજે પ્રમાણ આપું છું.

  તું જ અર્જુન છે તારું લક્ષ્ય સાધ,
  જરુર આવે તું જ તારો કૃષ્ણ બન...
  તને એ વાતનો ખાસ અહેસાસ આપું છું.

  ખુલ્લુ ને કોરું આકાશ આપું છું.
  તને પગરવની રવ ખાસ આપું છું.

  -કુંજદીપ.

 • #kavyotshav 2


  ચાલો ફરી આજે એક પત્ર લખીએ,
  એમાં લાગણીઓ ભરી ભરી લખીએ
  પહેલા જેવો સમય પાછો જીવી લઈએ.

  શબ્દો વાંચી થતો આનંદ માણી લઈએ,
  પાછી એજ જીંદગી જીવંત જીવી લઈએ,

  શબ્દોના સથવારાનો સાથ માણી લઈએ.
  ફરી સાથે જીંદગી જીવંત જીવી લઈએ,

  એને ડાયરીમાં છુપાવી લઈએ,
  સાથે લાગણીઓ ને પણ દબાવી લઈએ,
  થોડે થોડે દિવસે આમ એકાંતમાં મળી લઈએ,
  ફરી સાથે જીંદગી જીવી લઈએ.

  કુંજદીપ.